Thursday, November 21, 2024
Homeસમાચારઅફઘાનિસ્તાનની પરિસ્થિતિથી સામ્રાજ્યવાદી બળો બોધ ગ્રહણ કરે: પ્રમુખ,જમાઅતે ઈસ્લામી હિન્દ

અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી સામ્રાજ્યવાદી બળો બોધ ગ્રહણ કરે: પ્રમુખ,જમાઅતે ઈસ્લામી હિન્દ

અફઘાનિસ્તાનની રાજકીય પરિસ્થિતિ પર વિશ્લેષણ કરતા જમાઅતે ઇસ્લામી હિન્દના પ્રમુખ, સૈયદ સાદતુલ્લાહ હુસૈનીએ આશા વ્યક્ત કરી કે આ ફેરફાર થકી અફઘાનિસ્તાનમાં વર્ષોથી ચાલી રહેલ અશાંતિ અને ખૂનખરાબો હવે પૂરો થશે તથા આ વિસ્તારમાં શાંતિ પ્રસ્થાપિત થશે અને અફઘાન પ્રજાના હકો મેળવવામાં મદદ મળશે. ૨૦ વર્ષ પહેલા સામ્રાજ્યવાદી તાકાતોની સૈન્ય દખલ થકી ત્યાંની સરકારને બરખાસ્ત કરી, ત્યાંની માસુમ પ્રજા ઉપર પાશવિક જુલ્મો, બોમ્બવર્ષા અને શહેરોને બરબાદ કરવાનો સતત પ્રયાસ તથા પ્રજા ઉપર પોતાની મરજી ઠોકી બેસાડવાની સતત કોશિશો, આ બધા પ્રસંગો આજે ઘણા ચિંતાજનક અને વખોડવા લાયક પ્રકરણ છે. આ બાબત સાચેજ આનંદની છે કે અફઘાન પ્રજાની મજબૂત અને અડગ મથામણ ના લીધે, આ દેશમાંથી સામ્રાજ્યવાદી સૈન્યને બહારનો રસ્તો બતાવી શકાયો. જમાઅતના અમીરે કહ્યું કે આ પ્રસંગે સામ્રાજ્યવાદી બળોએ સબક લેવો જાેઈએ અને પોતાના સ્વાર્થ ખાતર ર્નિધન દેશોના મામલામાં નાપાક દખલગીરીની પોલિસીથી હંમેશા વેગળા રહેવું જાેઈએ. વૈશ્વિક બિરાદરી તથા સંયુક્તરાષ્ટ્રસંઘે પણ આનાથી પાઠ મેળવવો જાેઈએ અને સબળ દેશો દ્વારા બીજા દેશોમાં દખલગીરી અને ઘુસણખોરી ને રોકવા સારુ મજબૂત વ્યવસ્થા કરવી જાેઈએ.

સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આ બાબતે ખુશી અને સંતોષ પ્રગટ કર્યો કે આ સત્તાપલટો શાંત રીતે અને કોઈપણ જાતના ખૂનખરાબા વગર પૂર્ણ થયો છે.

પોતાના વક્તવ્યમાં અમીરે જમાઅતે તાલિબાનોનું ધ્યાન દોર્યું કે આ સમયે સમસ્ત વિશ્વની નજર તમારા ઉપર ટકેલી છે અને તમારા વહેવાર અને પગલાં ની ઝીણી નજરે ચકાસણી થઇ રહી છે. તાલિબાનોને આ મોકો મળ્યો છે કે તે ઈસ્લામની દયાપૂર્ણ વ્યવસ્થાનો વાસ્તવિક ચિતાર દુનિયાની સામે રજુ કરે. અમે આ પ્રસંગે તેમનું ધ્યાન દોરવા માગીએ છે કે, ઇસ્લામ શાંતિ અને ન્યાયનો ધ્વજવાહક છે. તે સૌને આસ્થાની આઝાદી આપે છે. લઘુમતી સમેત સૌ માનવના જાનમાલ નું સંરક્ષણ ઇસ્લામનું મહત્વનું લક્ષણ છે. મહિલાઓના હક્કો સારુ પણ ઇસ્લામ ખુબ જ સંવેદનશીલ છે. અમો આશા રાખીએ છીએ કે અફઘાનિસ્તાનના નવા શાસકો ઇસ્લામના આ શિક્ષણને સખતાઈથી અમલમાં મૂકશે અને એવી ખુશહાલ પ્રજાનો નમુનો દુનિયાની સામે રજૂ કરશે કે જ્યાં દરેકને ભય અને ડરથી આઝાદી હોય તથા પ્રગતિ અને ખુશાલીની ભરપૂર તથા ન્યાયિક તકો મળી રહે. આપણે આશા રાખીએ કે ઇસ્લામની લોકતાંત્રિક તથા ભાગીદારી વ્યવસ્થાના આત્મા મુજબ ત્યાં ખૂબજ ઝડપથી પ્રજામત થકી બનવાવાળી એવી સરકાર અસ્તિત્વમાં આવે, જે દેશના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે અને અફઘાન પ્રજા દરમિયાન મજબૂત એકતા અને અખન્ડતા નો પર્યાય સાબિત થાય. આ માહિતી ઘણી આનંદવર્ધક છે કે તાલિબાનોએ સાવર્ત્રિક માફી નું એલાન કરી દીધું છે. શીખો, હિન્દુઓ અને બીજા લઘુમતી સમુદાયોને શાંતિ તથા સૌહાર્દ નો વિશ્વાસ અપાવ્યો છે અને દુનિયાના બીજા બધા જ દેશો સાથે વાટાઘાટો અને સહયોગ તથા સંવાદનો સંકેત આપ્યો છે.

જમાઅત પ્રમુખે ભારત અફઘાનિસ્તાન સબંધો ની સમીક્ષા કરતાં કહ્યું કે આપણા દેશ ભારત તથા અફઘાનિસ્તાનના સંબંધો ઘણા જૂના છે. હાલના વર્ષોમાં અફઘાનિસ્તાન ના પુનઃસ્થાપન તથા પ્રગતિ માં પણ આપણા દેશની ખૂબ અગત્યની ભૂમિકા રહીછે. અમે આશા રાખીએ છે કે આ સંબંધો વધુ મજબૂત થશે અને તે સારુ ઉભય પક્ષે ઉષ્મા ભર્યા વહેવાર નું વલણ જાેવા મળશે. અમો ભારત સરકારને પણ આ જવાબદારી યાદ કરાવીએ છીએ કે, અફઘાનિસ્તાનની નવી સરકાર સાથે તંદુરસ્ત સંબંધોની શરૂઆત કરે. અફઘાનિસ્તાનના નવનિર્માણ તથા પ્રગતિમાં અને પુરા દક્ષિણ એશિયા માં શાંતિ અને સલામતીને પ્રસ્થાપિત કરવામાં પોતાનું યોગદાન આપે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments