Thursday, November 21, 2024
Homeસમાચારકેન્દ્ર સરકારે મલયાલમ સમાચાર ચેનલ મીડિયા વનના પ્રસારણને ફરી રોક્યું

કેન્દ્ર સરકારે મલયાલમ સમાચાર ચેનલ મીડિયા વનના પ્રસારણને ફરી રોક્યું

કેન્દ્ર સરકારે મલયાલમ ભાષાની લોકપ્રિય સમાચાર ચેનલ મીડિયા વનના પ્રસારણ પર ફરી એક વાર રોક લગાવી.

મીડિયા વનનાં સંપાદક પ્રમોદ રમન એ કહ્યું કે તેમને સરકારી નિર્દેશનું વિવરણ ઉપલબ્ધ કરાવ્યાં વગર પ્રસારણને અટકાવી દીધું છે.

કેન્દ્ર સરકારે બીજી વખત મીડિયા વનનાં પ્રસારણને રોકી દીધુ છે. આનાં પહેલા માર્ચ 2020માં કેન્દ્રએ પૂર્વોત્તર દિલ્હીમાં થયેલા રમખાણોની રિપોર્ટિંગના કારણે કેબલ ટેલિવિઝન નેટવર્ક (નિયમન) અધિનિયમ 1998ની જોગવાઈઓનું ઉલ્લંઘનના આરોપમાં ચેનલ પર 48 કલાક માટે પ્રતિબંધ લગાવ્યું હતું.

તેમના દર્શકો માટે ચેનલ સંપાદક પ્રમોદ રમને એક સંક્ષિપ્ત સંદેશમાં કહ્યું કે, “કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે સુરક્ષા કારણોનો હવાલો આપીને મીડિયા વનનાં પ્રસારણમાં ફરી એકવાર અવરોધ પેદા કર્યો છે. સરકારે મીડિયા વનને આનું વિવરણ ઉપલબ્ધ કરાવ્યું નથી.”

સંદેશમાં આ પણ કહેવામાં આવ્યું છે કે મીડિયા વને આની વિરુદ્ધ કાયદાકીય પગલાં ઉઠાવ્યા છે અને દર્શકોને આ આશ્વાસન આપ્યું છે કે એક વાર પ્રક્રિયા પૂરી થઈ જવા પર તે ફરી ઓન એર થવાની આશા કરે છે. તેમણે કહ્યું કે ન્યાયના વિજયની આશાની સાથે પ્રસારણને રોકવામાં આવી રહ્યું છે.

સૂત્રો અનુસાર ચેનલે કેરળ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે, જે આજે બપોરે આ મામલા પર વિચાર કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments