Tuesday, December 10, 2024
Homeસમાચારવક્ફની શરઈ સ્થિતિ અને આપણી જવાબદારી વિષય પર સેમિનાર

વક્ફની શરઈ સ્થિતિ અને આપણી જવાબદારી વિષય પર સેમિનાર

(અખબાર યાદી)

વકફની શરઈ સ્થિતિ અને આપણી જવાબદારી વિષય હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત દ્વારા આજરોજ શાહીન હોલ, જુહાપુરા ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કુર્આન પઠન દ્વારા સેમીનારનો પ્રારંભ કર્યા બાદ જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ શકીલ અહમદ રાજપૂતે પ્રારંભિક પ્રવચનમાં જણાવ્યું કે આપણા પૂર્વજોએ ધાર્મિક સ્થાનોને આત્મનિર્ભર બનાવવાની સાથે ઉમ્મતની સુખાકારી માટે પોતાની પ્રોપર્ટીઝ વકફ કરી હતી. પરંતુ બાદના લોકો તેમનું રક્ષણ અને જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યાં. પરિણામે હવે ઘણી મિલકતો ગેરકાયદેસર લોકોના હાથમાં આવી ગઈ છે. ક્યાંક સરકારના નિયંત્રણમાં છે, તો ક્યાંક આપણાં મુસ્લિમ અને બિન-મુસ્લિમ ભાઈઓ ગેરકાયદેસર કબ્જો જમાવીને બેઠા છે. વધુમાં કહ્યું કે જો આ વકફની પ્રોપર્ટીઝનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો મુસ્લિમ સમુદાયની ઘણી બધી આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. આ જ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આજનો આ સેમિનાર વકફની શરઈ સ્થિતિ અને આપણી જવાબદારી વિષય હેઠળ રાખવામાં આવ્યો હતો.

સેમિનારના અનુસંધાનમાં એસોસિએશન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરના પ્રમુખ એડવોકેટ શૌકત અલી ઇન્દોરી સાહેબે વક્ફ એક્ટ 1995 અને 2013નો પરિચય કરાવ્યો. એડ્વોકેટ ઈકબાલ શેખ સાહેબે (જે નિઝામે અવકાફના કોઓર્ડિનેટર છે, સાથે સેન્ટ્રલ વકફ કાઉન્સિલના પૂર્વ સભ્ય પણ છે), વકફ લીઝ રૂલ્સ 2014નો પરિચય અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારી ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. અહમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના ટ્રસ્ટી રિઝવાન કાદરી સાહેબે ગુજરાત અવકાફની વર્તમાન પરિસ્થિતિ ઉપર પોતાના અનુભવો રજૂ કર્યા. સમાપન પ્રવચન પહેલાં શ્રોતાઓને પણ પ્રશ્નો પુછવાનો અવસર મળ્યો. જેમાં શ્રોતાગણ દ્વારા ઉપરોક્ત વિષયો હેઠળ પ્રશ્નોના સંતોષકારક ઉત્તર મેળવ્યા. જમાઅતે ઇસ્લામી હિંદ, ઇસ્લામી સમાજ વિભાગના સેક્રેટરી ડો. મુહમ્મદ રઝીઉલઇસ્લામ નદવી સાહેબનાં સમાપન પ્રવચનથી આ સેમીનારનું સમાપન કરવામાં આવ્યું. અંતમાં અબ્દુલકાદિર સાચોરાની આભારવિધી સાથે સેમિનાર સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન વાસિફહુસૈન શેખે કર્યું.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments