Tuesday, March 11, 2025
Homeમનોમથંનમનોરંજન કે અનૈતિકતા? સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?

મનોરંજન કે અનૈતિકતા? સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?

છેલ્લા કેટલાક દિવસોમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેંટ’ શોમાં રણવીર અલાહાબાદિયાના અભદ્ર અને શરમજનક ટિપ્પણીઓ અંગે સમગ્ર દેશમાં મોટો વિવાદ ઊભો થયો. મામલો એટલો આગળ વધ્યો કે સરકાર અને કોર્ટને પણ દખલ દેવી પડી. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેંટ’ શો સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાએ યૂટ્યૂબ પર શરૂ કર્યો હતો. સમય રૈના તેની કોમેડીમાં એડલ્ટ જાેક્સ અને અપશબ્દો વધુ વાપરે છે. આ શો પણ આવી જ સામગ્રીથી ભરેલો હતો અને ખૂબ જ લોકપ્રિય થઈ ગયો હતો.

સમય રૈના જેવા લોકો અને તેમના શોની લોકપ્રિયતા આપણા સમાજની એક કડવી હકીકત છે. તાજેતરમાં, સમય રૈનાને ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા મોટા શોમાં આમંત્રિત કરી ‘પ્રસિદ્ધ યુથ આઇકન’ તરીકે રજૂ કરવામાં આવ્યો. આવા લોકોની લોકપ્રિયતા એ દર્શાવે છે કે બાળકો, યુવાનો, પુરુષો, મહિલાઓ અને વડીલો બધાજ આ અનૈતિક પ્રવૃત્તિઓમાં ફસાઈ રહ્યા છે.

મનોરંજન અને સ્ટેન્ડ-અપ કોમેડીના નામે ગાળો આપવી, ભદ્દી વાતો કરવી, નીચ હરકતો કરવી અને માતા-પિતાના પવિત્ર સંબંધોને પણ શરમજનક બનાવી દેવા, આ એક અત્યંત નિંદનીય કૃત્ય છે. આ બાબત પર જેટલું ખેદ વ્યક્ત કરાય તેટલું ઓછું છે. આ વસ્તુઓ સામાન્ય બનવી એ સાબિત કરે છે કે સમાજનો યુથ ભટકાઈ રહ્યો છે અને ભારતીય સમાજ નૈતિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

ભારત જેવા ધર્મપ્રધાન દેશમાં જ્યાં નૈતિકતા માટે લોકો વધુ જાગૃત હોવા જાેઈએ, ત્યાં જાહેરમાં નૈતિક મૂલ્યોનો નાશ થવો ખૂબ જ ચિંતાજનક છે. દુર્ભાગ્યવશ, ભારતમાં રાજકીય અને સામાજિક નેતાઓએ સામાન્ય નાગરિક પર તણાવ એટલો વધારે નાખી દીધો છે કે તે આ પ્રકારના ગંભીર મુદ્દાઓ પર વિચારવાનું બંધ કરી દીધું છે, અથવા તો આ મુદ્દાઓ પર વિચારવા જ નથી ઇચ્છતો.

જાે કે, હાલની પરિસ્થિતિ હજી પણ સંપૂર્ણપણે નિરાશાજનક નથી. સમગ્ર દેશમાં આ મુદ્દા ને લઈને જે ભારે રોષ દેખાયો છે તે જાેઈને આપણને એક મોટો અને ઊંડો સંદેશો મળે છે કે માનવીય સ્વભાવ કદી સંપૂર્ણ રીતે ભ્રષ્ટ થતો નથી. કોઈક ને કોઈક દિવસે માનવીય સ્વભાવ તેના સામૂહિક ચેતના (Collective Conscious) સાથે દુષ્ટતાના વિરોધમાં અવાજ ઉઠાવે છે. ભલાઈ અને સારા કામ કરનારાઓ માટે આ ખૂબ જ આશાવાદી સંદેશો છે, જે તેમને નિરાશાથી બચાવે છે અને વધુ કામ કરવાની પ્રેરણા આપે છે.

બીજી મહત્વની વાત એ છે કે આ સમગ્ર એપિસોડ દ્વારા ભારતમાં નૈતિકતાની ચર્ચા ઉદ્ભવી જાેઈએ. આજકાલ આપણી યુવાપેઢી અનૈતિકતા તરફ વળી રહી છે અને સમાજમાં આવી પ્રથાઓ ધીમે ધીમે સામાન્ય બની રહી છે, જેની સામે એક મોટું આંદોલન ઉભું કરવાની જરૂર છે. નૈતિકતા શું છે? તેની હદો ક્યાં સુધી છે? તેનું મહત્વ અને જાે તેનું પાલન કરવામાં ન આવે તો જે પરિસ્થિતિ ઊભી થશે તેના ગંભીર પરિણામો સમજી લેવાની જરૂર છે.

સરકાર દ્વારા આ મુદ્દાને ધ્યાનમાં લેવાઈ રહ્યો છે, જે આવકાર્ય છે. સરકાર અને અદાલતને નૈતિક મૂલ્યો પ્રત્યે આવી જ સંવેદનશીલતા અને ઝડપ દાખવવી જાેઈએ. જાે પ્રારંભિક તબક્કામાં જ આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લેવામાં આવ્યો હોત, તો આવી દુર્ઘટનાઓ ટાળી શકાય હોત. બહરહાલ, ઉર્દૂમાં એક કહેવત છેઃ ‘દેર આયે, દુરૂસ્ત આયે.’ કોર્ટ દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર આવા કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે પગલાં લેવામાં આવે. હવે જાેવાનું એ રહેશે કે મોદી સરકાર ફ્રીડમ ઓફ સ્પીચ (અભિવ્યક્તિની સ્વતંત્રતા)ના નામ પર ફેલાતા અભદ્ર ભાષા, વ્યભિચાર અને અશ્લીલ સામગ્રીને નિયંત્રિત કરે છે કે નહીં. કે પછી આ બહાને દરેક વિરોધી અવાજાે (Dissent Voice)ને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જે સરકારને જવાબદાર ઠરાવવા અને દેશને સંવિધાનિક રીતે ચલાવવા માટે ઉઠે છે…! •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments