કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે કર્ણાટક હિજાબ કેસમાં પોતાના વચગાળાના ચુકાદામાં કહ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)ના રાષ્ટ્રીય સચિવ ફવાઝ શાહીને કહ્યું, “કર્ણાટક હાઈકોર્ટ, હિજાબ, જે આસ્થાની અભિવ્યક્તિ છે, જેની સરખામણી કેસરી શાલથી કરે છે જેનો રાજકીય ષડયંત્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોર્ટે મુસ્લિમ મહિલાઓને જ્યાં સુધી હાઈકોર્ટ આ મામલે સુનાવણી પૂરી ન કરે ત્યાં સુધી તેમના આસ્થાને સ્થગિત કરવા જણાવ્યું હતું. આ સમસ્યાને સમજવાના સંપૂર્ણ અભાવનું પરિણામ છે. એક મોમીન વ્યક્તિ માટે શક્ય નથી કે એ જ્યારે ઇચ્છે ત્યારે તેણે તેના આસ્થાનું પાલન કરે અને જ્યારે તે ઇચ્છે ત્યારે છોડી દે. હિજાબ એ ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા છે. કોર્ટનો ચુકાદો એ મુસ્લિમ મહિલાઓના તેમના ધર્મનું પાલન કરવાના મૂળભૂત અધિકારનું તેમજ કોઈપણ ભેદભાવ વિના શિક્ષણના અધિકારનું સીધું ઉલ્લંઘન છે.”
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)
media@sio-india.org
+91 72086 56094