નવી દિલ્હી,
મૌલાના યૂસુફ ઇસ્લાહી સાહેબના અવસાન પર અમીર જમાઅતે ઇસ્લામી હિંદ, સૈયદ સઆદતુલ્લાહ હુસૈની સાહેબે ઊંડા શોક-અફસોસની લાગણી વ્યક્ત કરતાં અખબારી યાદીના શોક સંદેશમાં જણાવ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ પોતાનો એક અનુભવી અને જ્ઞાની બુઝુર્ગથી મેહરૂમ-વંચિત થઈ ગઈ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલયહિ રાજીઊન. મૌલાના મર્હૂમની સૌથી મોટી ઉપલબ્ધી તેમના અત્યંત લોકપ્રિય પુસ્તકો છે. કોઈ અતિશ્યોક્તિ વગર કહીએ તો તેમણે કેટલીય પેઢીઓ પ્રભાવિત કરી છે. તેમનું પુસ્તક “આદાબે ઝિન્દગી” અર્દી સદીથી પણ વધારે સમયથી અસંખ્ય મુસલમાનોના ઘરના કિતાબઘરમાં સામેલ છે. માં પોતાની દિકરીને લગ્ન પ્રસંગે આ પુસ્તકને ભેટ રૂપે આપે છે, એ આશાએ કે આના અભ્યાસથી તેનું જીવન શિષ્ટતા અને સભ્યતા વાળું અને ઇસ્લામી આદાબ ભર્યું બનશે. મૌલાના મર્હૂમના પુસ્તકોની વિશિષ્ટતા આ છે કે તે દરેક વર્ગમાં પ્રિય છે. સહિષ્ણું જ્ઞાનીઓથી માંડીને સામાન્ય ગૃહિણીઓ, બલ્કે નાના બાળકો પણ તેમના પુસ્તકો મનથી વાંચે છે. સરળ સાદી પણ આકર્ષક ભાષા અને મનોહર શૈલીમાં મૂળભૂત ઇસ્લામી તાલીમને પહોંચાડવાની જે આવડત અને લઢણ અલ્લાહે મર્હૂમને આપી હટી તેનું દૃષ્ટાંત ભાગ્યેજ જોવા મળેછે. મૌલાના મર્હૂમની બીજી વિશેષતા આ હતી કે આખા જગતમાં હિન્દુસ્તાનની તેહરીકે ઇસ્લામીના પરિચય માટે બે યૂસુફો હતા. એક માજી અમીર જમઆતે મૌલાના મુહમ્મદ યૂસુફ જેમણે આરબ જગતમાં જમાઅતનો પરિચય કરાવ્યો અને એક મૌલાના યૂસુફ ઇસ્લાહી પોતે કે જેઓ પશ્ચિમી જગતમાં તેહરીકે ઇસ્લામીના પરિચયનું માધ્યમ બન્યા. નામની સામ્યતાના કારણે જ વિદેશમાં કેટલાય લોકો યૂસુફ ઇસ્લામી સાહેબને માજી અમીરે જમઆત મૌલાના મુહમ્મદ યૂસુફ પણ સમજતા રહ્યા. મૌલાના પશ્ચિમી દેશોમાં અત્યંત લોકપ્રિય હતા અને અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જાપાન વિગેરે દેશોમાં પુષ્કળ વખત જતા રહ્યા. બલ્કે વર્ષો સુધી વર્ષનો અર્ધો ભાગ તેઓ તે જ દેશોમાં પસાર કરતા હતા. મૌલાનાની તકરીરો પણ પુસ્તકોની જેમ સામાન્ય જન અને ખાસ લોકોમાં પ્રિય અને મનગમતી હતી. વ્યક્તિગત ભવ્યતા પ્રતિષ્ઠાભર્યો અવાજ અને કૌસરના ઝરણાંમાંથી ઘડાયેલી ઉર્દુ અતિ સુંદર ઉર્દુ ભાષા તેમજ આશા જન્માવતું અને અમલને કર્મ પર પ્રોત્સાહિત કરતો સંદેશ. આ અને આવી અનેક વિશેષતાઓના કારણે તેમના પ્રવચનોમાં ઘણું આકર્ષણ હતું. મૌલાના એક સારા “કારી” હતાં. તેમના સ્વરમાં ભવ્યતા, મજબૂતાઈ અને મધુરતાનો સમનવય હતો. આ વિશેષ સ્વરમાં તેમની કુર્આનની તિલાવત મુગ્ધ કરી દેતી હતી. તેમના અવસાન પછી આજે પણ જે યાદ તાજી થાય છે તે મર્કઝની મસ્જિદમાં સવારની નમાઝની તિલાવતની યાદ જ છે. “આદાબે ઝિન્દગી” પુસ્તકના લેખકનું વ્યક્તિત્વ સ્લામી શિષ્ટાચાર, રીતભાતનો બેમનમૂન નમૂનો હતો, પહેરવેશ, ખાન-પાનની રીત, વાતચીત, બેઠક જેવી તમામ બાબતોમાં ઉચ્ચ સ્તરની નમ્રતા, વલણ અને વ્યવહાર તેમના વ્યક્તિત્વનું અત્યંત આકર્ષક પાસું હતું. અલ્લાહ તઆલા મર્હૂમની મગફિરત ફરમાવે અને તેમની સર્વાંગી અને સતત લાંબી ઇસ્લામી સેવાઓને તેમના માટે “સદ્કએ જારીઆ” બનાવે. આમીન.
રજૂકર્તાઃ
રાશિદહુસૈન, સચિવ મીડિયા વિભાગ,
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત