સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન અહમદાબાદ (SIO) દ્વારા શમા સ્કૂલ, જુહાપુરા ખાતે ‘મનને સમૃદ્ધ બનાવવું અને હૃદયોને પોષવું’ થીમ પર તા.31 મી મે થી 2 જૂન સુધી ત્રણ દિવસીયા સમર ઇસ્લામિક કેમ્પ (SIC) નું ખુબ જ સફળતા પૂર્વક આયોજન કરવા માં આવ્યું જેમાં 45 થી વધુ બાળકોએ ભાગ લીધો. આ કેમ્પ માં શૈક્ષણિક, સાંસ્કૃતિક,વ્યક્તિગત વિકાસ અને મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે
સમર ઇસ્લામિક કેમ્પ નો આરંભ દર્સે કુરાન અને SIO નો પરિચય થી કરવામાં આવ્યો,તે પછી પ્રેરણાત્મક પ્રવચનો, બાળકોની ટીમ બિલ્ડિંગ પ્રવૃત્તિઓ અને મનોરંજક પ્રવાસો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતો દ્વારા બાળકો ને પ્રોત્સાહિત કરવા મા આવ્યું
“Discover your self” અને “વાસ્તવિક સફળતાનો સંકલ્પ” જેવા વર્કશોપ્સ દ્વારા વિદ્યાર્થીઓને મૂલ્યવાન શિખામણ આપવામાં આવી. સાંસ્કૃતિક રાત્રિમાં નાટક અને શાયરીના કાર્યક્રમો સાથે બાળકોની પ્રતિભા ને ઉજાગર કરવા નું પ્રયત્ન કરવા માં આવ્યો, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બાળકોને સ્ટાર ઓફ ધ કેમ્પ, બેસ્ટ લીડર ઓફ ધ કેમ્પ, બેસ્ટ નોટ ઓફ ધ કેમ્પ, અને બેસ્ટ ગ્રૂપ પરફોર્મન્સ જેવા ઈનામો થી નવાઝવા માં આવ્યું,આ પ્રોગ્રામ માં જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ જનાબ ડૉ.સલીમ પટ્ટીવાલા સાહેબ, SIO ગુજરાત ના પ્રદેશ પ્રમુખ જનાબ જાવેદ આલમ કુરેશી સાહેબ અને અન્ય માનવંતા મહેમાનો એ હાજરી આપી હતી.
છેલ્લા દિવસે,ફાર્મહાઉસ ખાતે પિકનિક લઈ જવામાં આવ્યો ત્યાં બાળકોએ તરણ અને રમતોમાં મજા માળી. આ કેમ્પ દ્વારા બાળકોમાં પ્રબળ સમુદાયભાવ, આખ્યાત મૂલ્યો અને વ્યક્તિગત વૃદ્ધિને પ્રોત્સાહન અપાયું.