દુનીયાનો સૌથી ઊંચો સ્ટેચ્યુ (૧૮૨ મીટર) આખરે ભારતે બનાવી જ લીધું! સરદાર વલ્લભ ભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો મોદીનો સ્વપ્ન સાકાર થઈ ગયો. સરદાર ખરેખર જીવિત હોત તો કદાચ પોતાની પ્રતિમા જાઈને હરખપદુડા થવાને બદલે નિરાશ થાત.
સરદાર પટેલની પ્રતિમાને બનાવવાનો કુલ ખર્ચ આશરે ૩૦૦૦ કરોડ બતાવવામાં આવી રહ્યો છે.! જેના કારણે દેશના સામાજિક કાર્યકર્તાઓ, વિદ્વાનો, ચિંતકો અને આર્થિક તેમજ નાણાંકીય સલાહકારો, અને સરદાર સરોવરની આસપાસના રહેવાસીઓ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. ભારત દેશ કે જ્યાં આશરે ૩૦ ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. (ખરેખર તો દેશમાં ગરીબીનું પ્રમાણ ૫૦ ટકા કરતા વધારે છે, પરંતુ ચાલાક રાજકારણીઓએ ગરીબીની વ્યાખ્યા જ બદલી નાંખી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શહેરોમાં એક દિવસમાં ૩૩ રૂ. અને ગ્રામીણ વિસ્તારોમાં ૧ દિવસમાં ૨૭ રૂ. કમાવી શકતી વ્યક્તિ ગરીબ નથી.!) બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, સ્વરોજગારી તેમજ નાના ધંધાઓની તકો અને શક્યતાઓ નોટબંધી અને જીએસટીની ઉપરાછાપરી મારે લગભગ બંધ થઈ ગઈ છે. શિક્ષણ અને સ્વાસ્થ્યની અપૂર્તિ સુવિધાઓ છે, ત્યાં ૩૦૦૦ કરોડ એક પ્રતિમાને બનાવવા માટે વાપરી નાંખવામાં આવે તો સ્વભાવિક છે કે વિરોધનો વંટોળ ઊભો થાય.
સ્પીરીંગ ટેમ્પલ બુદ્ધા (બીજા સૌથી ઊંચો ટાવર – ૧૫૩ મીટર – જે સ્ટેચ્યુ આૅફ યુનિટીના બાંધકામ પહેલા ૧ નંબરે હતો) જે ચીનમાં આવેલો છે. તેને બનાવવાનો ખર્ચ ૧૮ મીલિયન ડોલર થયેલો. લોકો માટે તે ૧ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જા સ્ટેચ્યુ આૅફ યુનિટીને ડોલરમાં આંકવામાં આવે તો તેનો કુલ ખર્ચ ૧૮૦ મીલીયન ડોલરની આસપાસ થાય છે. સ્પીરીંગ ટેમ્પલ બુદ્ધાનો બાંધકામ પુર્ણ થયે ૧૦ વર્ષ થઈ ગયા છે તેથી ફુગાવાના દરના આધારે જા સ્ટેચ્યુ આૅફ યુનિટીનું ખર્ચ ગણવામાં આવે અને સ્પીરીંગ ટેમ્પલ બુદ્ધાના ખર્ચ સાથે સરખાવવામાં આવે તો પણ ૧૦ ગણી રકમનો તફાવત તો નહીં જ આવે. કહેવાનો ભાવાર્થ આ છે કે આપણે સ્ટેચ્યુ આૅફ યુનિટી બનાવવામાં ખર્ચ ‘કંઇક’ વધારે કરી નાખ્યો છે. અને ચીનની તુલનાએ આપણી ઇકોનોમી અને ગ્રોથ રેટ જાઈએ તો હજી આપણે ઘણા પાછળ છીએ.
સરદાર સરોવરની આસપાસ વસતા ગામડાઓમાં પાણીની ઘણી સમસ્યાઓ છે. તેથી આસપાસના ગામવાસીઓએ સામાજિક કાર્યકર્તાઓ સાથે મોદીના લોકાર્પણ કરવાના દિવસે સ્ટેચ્યુ આૅફ યુનિટીનો વિરોધ કર્યો હતો. તેમનો વિરોધનો હેતુ જણાવતાં સ્થાનિકો કહે છે કે સરકાર સ્થાનીય મૂળભૂત સમસ્યાઓને દૂર કરવા કરતા પ્રતિમામાં ખર્ચ કરવાને શા માટે પસંદ કરે છે. આમ દેશની અખંડીતા (યુનિટી)ને સરદારના નામે જ ખંડીત (ડિસ્યુનિફાઈ) કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકારનો અંદાજ છે કે દેશ વિદેશથી લોકો સ્ટેચ્યુ આૅફ યુનિટી જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે તેને જાવા ઉમટી પડશે. પ્રતિમાની નજીક જવા અને નિહાળવા માટે તેની ટીકીટ ૩૫૦ રૂ. રાખવામાં આવેલ છે. પરંતુ સમીક્ષકોની દૃષ્ટિએ પ્રતિમામાં એવું કંઈ ખાસ છે નહીં કે જેને જાવા લોકો ઉમટી પડે. દેશના જ લોકો તેને જાવા આવશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે. કેમ કે સ્ટેચ્યુ આૅફ યુનિટી સરદાર સરોવર ડેમ પાસે બાંધવામાં આવેલ છે. ત્યાં પહોંચવા અહમદાબાદથી ચાર કલાકનો સમય લાગશે અને મુંંબઈથી લગભગ સાત કલાકનો સમય લાગશે. જ્યારે દુનિયાની બીજી પ્રસિદ્ધ પ્રતિમાઓ જેમકે, સ્ટેચ્યુ આૅફ લિબર્ટી – યુ.એસ.એ. (૯૩ મીટર), ક્રાઇસ્ટ ધ રીડીમર – બ્રાઝીલ (૩૮ મીટર), ઊસૂકી ડાયબુત્સું – જાપાન (૧૨૦ મીટર), ધ મધર લેન્ડ કોલ્સ – રશિયા (૮૫ મીટર), ગ્રેટ બુદ્ધા – થાઇલેન્ડ (૯૨ મીટર) વિગેરે વિખ્યાત શહેરોની બિલ્કુલ નજીક બાંધવામાં આવેલ છે, કે જેથી લોકો તેને જાવા માટે આકર્ષિત થાય.
સૌથી મહત્ત્વનો પ્રશ્ન આ થાય છે કે આર્થિક અને સામાજિક રીતે જાઈએ તો સ્ટેચ્યુ આૅફ યુનિટી બનાવવાથી કોઈ ફાયદો નથી થયો તો પછી બનાવવામાં કેમ આવ્યો? ખરેખર જાઈએ તો તેને બનાવવા પાછળનો સૌ પ્રથમ ધ્યેય વાહવાહી લૂંટવાનો છે કે “ભારત પાસે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે.” બીજા ધ્યેય સરદાર પટેલની આર.એસ.એસ. પ્રત્યેની જે વિચારસરણી હતી તેને ભૂંસવાની. સરદાર પટેલે આર.એસ.એસ.ને દેશની રાજનીતિ માટે ખતરનાક જાણી તેને રાજનીતિમાં નહીં પ્રવેશવાની શરતે (ગાંધીજીની હત્યા પાછળ આર.એસ.એસ.ની કથિત સંડોવણી હોવાને કારણે) લાગેલ પ્રતિબંધને ઉઠાવ્યો હતો.
જાવા જઈએ તો સંઘની માનસિકતા ધરાવતા કોઈપણ વ્યક્તિને સરદારથી અણગમો હોય પરંતુ દેશની સ્વતંત્રતા સંગ્રામની ચળવળમાં કોઈ કદાવર નેતાને આપણું કહી શકીએ એવું નથી. તેથી સંઘે નાછૂટકે સરદાર પટેલ પર પોતાની પસંદગી ઉતારી છે. આમ મોદીએ આ બંને ધ્યેયો સિદ્ધ કરવા સરકારી તિજારીને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યો છે. દેશમાં સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન થવાનો આ મતલબ હરગીજ નથી કે દેશના નાગરિકો દ્વારા ટેક્સના નામે ચુકવવામાં આવેલ લોહી પરસેવાની કમાણીનો પ્રજાના હિતો સિવાય ઉપયોગ કરવામાં આવે. આવા નેતાઓને દેશના પ્રગતિના પંથે લઈ જવાને બદલે અદ્યોગતિ તરફ લઈ જાય છે. વીતેલા જમાનાના સરમુખ્તિયારોએ પણ દેશની પ્રજાના મૂળભૂત પ્રશ્નો અને સમસ્યાઓને ઉત્સવો, પ્રતિમાઓ અને મનોરંજનમાં લગાડી તેમને લૂંટ્યા છે. અને મોદી સરદાર પણ એ જ સરમુખ્તિયારોની કેડીએ ચાલી રહી છે. પ્રજા વહેલો સમજી જાય તો ઠીક નહીંતર મોડુ થતા સમય અને અવસર બંને નીકળી જશે. •