ડો. મુહમ્મદ ઇખબાલે આ કવિતામાં વિશ્વભરના એ પાંચ મોટા શહેરોની મોટાઈ-બુલંદી-મહાનતા તરફ ધ્યાન દોર્યું છે જે ભૂતકાળમાં મુસલમાન શાસકોની મહાનતા અને શાનો-શૌકતની યુદ્ધભૂમિ હતા.
(૧)
સરઝમીં દિલ્લીકી મસ્જૂદે દિલે ગમદીદા હૈ
ઝર્રે ઝર્રેમેં લહૂ અસ્લાહકા ખ્વાબીદા હૈ
પાક ઇસ ઉજડે ગુલિસ્તાંકી ન હો ક્યૂંકર ઝમીં
ખાનકાહે અઝમતે ઇસ્લામ હૈ યહ સરઝમીં
સોતે હૈં ઇસ ખાકમેં ખૈરુલ ઉમમકે તાજદાર
ન્ઝ્મ આલમકા રહા જિન્કી હુકૂમત પર મદાર
દિલકો તડપાતી હૈ અબ તક ગરમીએ મહેફિલકી યાદ
જલ ચુકા હાસિલ મગર મહફૂઝ હૈ હાસિલ કી યાદ
પ્રથમ બંદઃ
શબ્દાર્થઃ- બિલાદે ઇસ્લામિયા – બિલાદ બલદનું બહુ વચન છે એટલે શહેરો – આ કવિતામાં વિશ્વના પાંચ ઇસ્લામી શહેરોનું વર્ણન છે. – મસ્જૂદ – સજ્દો કરવાની જગ્યા – ખૈરુલ ઉમમ – શ્રેષ્ઠ સમુદાય
ભાવાર્થ:- આ બંદમાં ઇકબાલ ભારતના મહત્ત્વના અને ઐતિહાસિક શહેર દિલ્હીનું વર્ણન કરતાં કહે છે કે આ મહાન શહેર માટે હું સજદો કરૂં છું. આના પતનની કથા હૃદયને ગમગીન બનાવી દે છે. આ જ એ શહેર છે જેના કણ કણમાં પૂર્વજાની મહાનતાની દાસ્તાનો છુપાયેલી છે. જા કે ઇસ્લામની મહાનતાના પ્રતીક સમી આ નગરી હવે ઉજડી ચૂકી છે, છતાં આની સાથે સંકળાયેલી સ્મૃતિઓ વિસરાતી નથી. દિલ્હીની માટીમાં ઇસ્લામી જગતની એ મહાન વિભૂતિઓ દફન છે જેમનું શાસન સમગ્ર વિશ્વ – શાસન વ્યવસ્થા સાથે સંકળાયેલું રહ્યું. આ મહાન શાસકોના શાસનકાળમાં આ શહેરની જે મહાનતા અને જાહોજલાલી હતી, એના વિચારમાત્રથી હૃદય તડપીને રહી જાય છે. જા કે હવે આ શાન, શૌકત અને જાહોજલાલી ભૂતકાળની વાત બની ગઈ છે તો પણ એ સ્મરણોઓમાં જીવિત છે.
(૨)
હૈ ઝિયારતગાહે મુસ્લિમ ગો જહાનાબાદ ભી
ઇસ કરામતકા મગર હકદાર હૈ બગદાદ ભી
યહ ચમન વહ હૈ કિ જિસકે લિયે સામાને નાઝ
લાલએ સેહરા જિસે કહેતે હૈં તહઝીબે હિજાઝ
ખાસ ઇસ બસ્તીકી હો ક્યૂં કર ન હમદોશે ઇરમ
જિસને દેખે જાંનશીનાને પયગમ્બર કે કદમ
કાંપતા થા જિન્સે રૂમા ઉન્કા મદફન હૈ યહી
બીજા બંદઃ
શબ્દાર્થઃ- ઝિયારતગાહે મુસ્લિમ – મુસલમાન બાદશાહ દફન છે – કરામત – મોટાઈ, વડાઈ – ઇરમ – બાદશાહ શદ્દાદની બનાવેલ જન્નત (સ્વર્ગ) – રૂમા – રોમન સામ્રાજ્ય
ભાવાર્થઃ- ઇકબાલ બગદાદ શહેરનું વર્ણન કરતાં કહે છે કે નિઃશંકપણે દિલ્હી પોતાની વિશેષતાઓના કારણે મુસલમાનો માટે એક ઝિયારતગાહનું સ્થાન ધરાવતું હતું એમ છતાં ઇસ્લામી ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા બગદાદની મહાનતા અને વડાઈને ભૂલી શકાય એમ નથી. અબ્બાસી વંશના ખલીફા અબૂ જાફર અલ મન્સૂરે ૭૬૨માં આ શહેરમાં સુંદર ઇમારતો, બાગબગીચાઓ, નહેરો, મસ્જિદો બનાવી એટલું આકર્ષક બનાવી દીધું હતું જાણે કે કુઆર્નમાં બાદશાહ શદ્દાદની બનાવેલ જન્નતનું બીજું રૂપ જાઈ લો! ઇસ્લામી જગત ક્યારેક બગદાદ ઉપર ગર્વ અને ઘમંડ કરતું હતું. આરબોએ પોતાની સંસ્કૃતિની ઉત્ક્રાંતિના તબક્કા આ જ શાનદાર શહેરમાં પસાર કર્યા હતા. આ શહેરની માટીને સ્વર્ગ સાથે સરખામણીનો એટલા માટે ગર્વ પ્રાપ્ત છે કે અહીં ઇસ્લામના આખરી પયગમ્બર સ.અ.વ. માનવાવાળાઓ અને ઉત્તરાધિકારીઓના પવિત્ર પગલાં પડ્યાં હતા. આ જ એ શહેર છે જે ઇસ્લામી દૂરંદેશી અને ડહાપણનું કેન્દ્ર હતું અને અહીં જ એ મહાન તાજદાર દફન છે જેમનો રુઆબ, શૂરવીરતા અને બહાદુરીથી રોમન સામ્રાજ્ય પણ કાંપતું હતું.
(૩)
હૈ ઝમીને કરતબા ભી દીદએ મુસ્લિમ કા નૂર
ઝુલ્મતે મગરિબમેં એ રોશનથી મિશ્લે શમ્અએ તૂર
બુઝકે બઝ્મે મિલ્લત બયમ પરેશાં કર ગઈ
ઔર દિયા તહઝીબે હાજિર કા ફરોઝાં કર ગઈ
કબ્ર ઇસ તહઝીબ કી યહ સરઝમીને પાક હૈ
જિસસે તાક ગુલશને યુરોપકી રગ નમનાક હૈ
ત્રીજા બંદઃ
શબ્દાર્થઃ- ઉન્દલુસ – સ્પેનનું એક પ્રસિદ્ધ શહેર – ફરોઝાં – પ્રકાશિત, રોશન
ભાવાર્થઃ- દિલ્હી અને બગદાદ ઉપરાંત ઉન્દલુસનું પ્રસિદ્ધ શહેર કરતબા પણ કોઈક કાળમાં ઇસ્લામી જગતનું આંખના તારા સમાન હતું. ૮મી સદીમાં ઉમૈયા વંશના ખલીફાઓએ અહીં શાસન પ્રસ્થાપિત કર્યું હતું. ૯મી અને ૧૦મી સદીમાં કોર્ડોબા કે કરતબા જગતના સૌથી આગળ પડતા શહેરોમાંથી એક હતું, જે સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. આ જ ગાળા દરમયાન એ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ મોટું કેન્દ્ર હતું. યુરોપ હજી અંધકારયુગમાં જીવી રહ્યું હતું ત્યારે કરતબા એક પ્રકાશિત તારાની જેમ યુરોપમાં ઝગમગી રહ્યું હતું. લગભગ આઠસો વર્ષના શાસન પછી મુસ્લિમ શાસનનો ખાતમો થયો. પરંતુ એનાથી લાભ યુરોપને જ મળ્યો. યુરોપની સંસ્કૃતિમાં ઘણી બધી બાબતો એવી છે જે સ્પેનની મુસ્લિમ સંસ્કૃતિ પાસેથી ઉછીની લેવામાં આવી છે.
(૪)
ખિત્તા કુસ્તુનતુનિયા યાની કૈસર કા દયાર
મહેદીએ ઉમ્મત કી સતવત કા નિશાને પાસદાર
સૂરતે ખાકે હરમ યહ સરઝમીં ભી પાક હૈ
આસ્તાને મસ્નદ આરાએ સહે લૌલાક હૈ
નિક્હતે ગુલકી તરહ પાકીઝા હૈ ઇસકી હવા
તુરબતે ઐયૂબ અન્સારી સે આતી હૈ સદા
અય મુસલમાં મિલ્લતે ઇસ્લામકા દિલ હૈ યહ શહેર
સેંકડો સદિયોં કી કુશ્તો ખૂં કા હાસિલ હૈ યહ શહેર
ચોથો બંદ ઃ
શબ્દાર્થઃ- ખિત્તાએ કુસ્તુન્તુનિયા – ઉસ્માની શાસન (અંગ્રેજીમાં ઓટોમાન ટર્ક)નું પાટનગર – કોન્સટેન્ટીનોપલ જે હવે ઇસ્તંબૂલ તરીકે ઓળખાય છે – મહદી – માર્ગદર્શન આપનાર – સતવત – શાન, શૌકત – શહે લૌલાક – હઝરત મુહમ્મદ સ.અ.વ.
ભાવાર્થઃ– આ બંદમાં ઇકબાલ દિલ્હી, બગદાદ, કરતબા પછી વધુ એક મહાન શહેર કોન્સ્ટેન્ટીનોપલ કે જે હવે ઇસ્તંબૂલ તરીકે ઓળખાય છે એનું વર્ણન કરે છે. આ શહેર ક્યારેક કૈસરે રૂમ (સીઝર)થી સુલતાન મુહમ્મદ ફાતેહના કાળમાં જીતી લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે હઝરત મુહમ્મદ સ.અ.વ.એ આના વિજેતા સેનાપતિને જન્નત (સ્વર્ગ)ની ખુશખબરી આપી હતી. સહાબી હઝરત ઐયૂબ અન્સારી રદિ.ની મજાર પણ અહીં જ છે.
ઇકબાલ કહે છે કે આ શહેર અમારા માટે હિજાઝ (અરબસ્તાન) જેટલું જ પ્રતિષ્ઠિત અને પવિત્ર એટલા માટે છે કે એક સમયગાળા સુધી પયગમ્બર સાહેબના સાથીદારોની કર્મભૂમિ પણ રહ્યું છે. આ વિસ્તારના વાતાવરણમાં-પ્રકૃતિમાં ફૂલોની સુગંધ અને પવિત્રતા રચાયલી છે. અહીં સહાબાએ રસૂલ સ.અ.વ. હઝરત ઐયૂબ અન્સારી રદિ.ના મઝારમાંથી એવું લાગે છે જાણે સાદ સંભળાઈ રહ્યો છે કે હે મુસલમાનો! સાંભળો! આ મહાન શહેર ઇસ્લામી સમુદાયના હૃદય સમાન છે, એટલા માટે કે આપણા પૂર્વજાએ આને ઘણી કુરબાનીઓ અને કસોટીઓ પછી અસંખ્ય વીરગતિઓ પછી પ્રાપ્ત કર્યું હતું.
(૫)
વહ ઝમીં હૈ તૂ મગર અય ખ્વાબગાહે મુસ્તુફા (સ.અ.વ)
દીદએ કાબે કો તેરી હજ્જે અકબર સે સિવા
ખાતિમે હસ્તીમેં તૂ તાબાં હૈ માનિન્દે નગીં
અપની અઝમત કી વિલાદતગાહથી તેરી ઝમીં
તુઝમેં રાહત ઇસ શહેનશાહે મુઅઝ્ઝમકો મિલી
જિસકે દામનમેં અમાં અકવામે આલમ કો મિલી
નામલેવા જિસકે શહેનશાહે આલમ કે હુએ
જાંનશીં કૈસર કે વારિસ મસ્નદે જમ કે હુએ
હૈ અગર કૌમિયતે ઇસ્લામ પાબન્દે મકામ
હિંદકી બુનિયાદ હૈ ઇસકી ન ફારસ હૈ ન શામ
આહ! યસ્રબ! દેસ હૈ મુસ્લિમ કા તૂ માવા હૈતૂ
નુકતએ જાઝિબ તાસ્સુર કી શુઆઓં કા હૈ તૂ
તબ તલક બાકી હૈ તૂ દુનિયામેં બાકી હમ ભી હૈં
સુબ્હ હૈ તૂ ઇસ ચમનમેં ગૌહરે શબનમ ભી હૈં
પાંચમો બંદ ઃ
શબ્દાર્થઃ- હજ્જે અકબર – હજ્જ બે પ્રકારની હોય છે, હજ્જે અસગર (નાની હજ્જ) અને હજ્જે અકબર (મોટી હજ) – લિાદતગાહ – જન્મભૂમિ – માવા – રહેવાની જગ્યા, રહેઠાણ – નુકતએ જાઝિબ – આકર્ષનાર મુદ્દો
ભાવાર્થઃ- ઉપરોક્ત અશઆર (પંક્તિઓ)માં ઇસ્લામી મહાનતા સમા ચાર શહેરોના વર્ણન પછી મદીના મુનવ્વરા વગર કે જ્યાં આખરી પયગમ્બર સ.અ.વ.ની આખરી આરામગાહ. આજે ચૌદસો વર્ષ પછી પણ દર વર્ષે કરોડો મુસલમાનો અહીં પધારે છે એમની ઝિયારતગાહ બનેલ છે. આ અજાડ શહેરની મહાનતાનો અંદાજા એ જ વાતથી થાય છે કે અહીં હુઝૂર સ.અ.વ.નું પવિત્ર મઝાર આવેલ છે.
ઇકબાલ આ બંદમાં મદીના મુનવ્વરાને સંબોધન કરતાં કહે છે કે તને આ સૌભાગ્ય પ્રાપ્ત છે કે તુ અમારા નબી હઝરત મુહમ્મદ સ.અ.વ.નું આખરી આરામસ્થાન બન્યું છે. જા બ્રહ્માંડને એક વીંટી સમાન ગણી લેવામાં આવે તો તારૂં અસ્તિત્વ એ વીંટીમાં આવેલ કીંમતી મોતી સમાન છે. ઇસ્લામની મહાનતા અને પ્રતિષ્ઠાને એમ જાવા જઈએ તો અહીંથી જ જન્મ લીધું છે એમ કહી શકાય.
એ પવિત્ર શહેર! આ વાસ્તવિકતાથી કેવી રીતે ઇન્કાર કરી શકાય કે એમ મહાન અને પવિત્ર શહેનશાહે ઇસ્લામને તારા પાલવમાં રાહત મળી જેના પાલવમાં નિઃશંકપણે દુનિયાના બધા જ મુસલમાનો અને સમુદાયોને સુખ-શાંતિ મળી. આપનું ચારિત્ર્ય અને પ્રભાવ એટલું ઉચ્ચ અને મહાન હતું કે દુનિયાભરના બાદશાહો આપના અનુયાયી બની ગયા અને પછી આ જ લોકો સીઝર અને જમશેદ જેવા મહાન શાસકોનું સ્થાન લઈ લીધું.
જા કે ઇસ્લામી કૌમિયત કે સમુદાયની વિચારધારા કોઈ વિશેષ સ્થાન કે સીમા સુધી સીમિત નથી, તો પણ એક રીતે જાવા જઈએ તો ભારત, ઈરાન, સીરિયાને બદલે મદીના મુનવ્વરા જ એ સ્થાન છે જે મુસલમાનોની આસ્થાનું મક્કા પછી સૌથી મોટું કેન્દ્ર છે. તેથી જ્યાં સુધી (એમ કહો કે કયામત સુધી) તારૂં અસ્તિત્વ બાકી છે અને મુસલમાનો પણ આવી જ રીતે જીવતાં છીએ. •