Saturday, October 5, 2024
Homeસમાચારસત્ર ૨૦૧૯-૨૦૨૦ માટે એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય અધ્યક્ષપદે લબીદ શફી સા.ની નિમણૂક

સત્ર ૨૦૧૯-૨૦૨૦ માટે એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય અધ્યક્ષપદે લબીદ શફી સા.ની નિમણૂક

હૈદરાબાદમાં યોજાઈ ગયેલ એસ.આઈ.ઓ.ના સ્ટેટ પ્રતિનિધિઓના રાષ્ટ્રીય સંમેલનમાં લબીદ શફીને સત્ર ૨૦૧૯-૨૦૨૦ માટે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. લબીદ શફી ચાલુ સત્રમાં રાષ્ટ્રીય વ્યવસ્થાપક સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પહેલાં તેઓ એસ.આઈ.ઓ., કર્ણાટકના પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા છે. લબીદ શફીએ કાલીકટ યુનિવર્સિટીથી અરબી ભાષા સાથે એમ.એ. બી.એડ. તેમજ આલિયા ઇન્ટરનેશનલ એકેડેમીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે.

આ જ સંમેલનમાં એસઆઈઓની રાષ્ટ્રીય સલાહકાર સમિતિની નિમણૂક પણ કરવામાં આવી, જેમાં

અબુલ આલા સૈયદ સુબ્હાનિ (દિલ્હી),
સલમાન અહેમદ (મહારાષ્ટ્ર),
અમજદ અલી ઈ. એમ. (કેરળ),
ડો. તલ્હા ફૈયાઝ (તેલંગાણા),
સઆદત હુસેન (જે.એન.યુ.),
મસીહુઝઝમાં અન્સારી (ઉત્તર પ્રદેશ),
મુસ્તજાબ ખાતીર (મહારાષ્ટ્ર),
ઉસામા અહેમદ (એ.એમ.યુ.),
સિરાજુલ હસન (તામિલનાડુ),
ફવાઝ શાહીન (દિલ્હી),
રેહાન ફઝલ (મહારાષ્ટ્ર),
ક્લીમ અહેમદ ખાન (તેલંગાણા),
અબ્દુલ વદૂદ (પશ્ચિમ બંગાળ),
શબ્બીર સી.કે. (કેરળ) ને પણ ચૂંટવામાં આવ્યા.

સત્ર ૨૦૧૯-૨૦ માટે નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષે રાષ્ટ્રીય સલાહકાર સમિતિની એક હંગામી બેઠકમાં સંગઠનના મહાસચિવ તરીકે સૈયદ અઝહરુદ્દીનની નિમણુક કરી હતી. સાથે જ પાંચ સંયુકત સચિવ તરીકે મા’ઝ મણિયાર (કર્ણાટક), ફવ્વાઝ શાહીન (દિલ્હી), શબ્બીર સી.કે. (કેરળ), મુઝક્કીર સૈયદ (તામિલનાડુ) અને અબૂ તલ્હા અબદલ (ઝારખંડ)ની પણ નિમણુક થઈ છે.

અલ્લાહથી દુઆ છે કે આ સહુને જવાબદારીઅદા કરવા સ્થિરતા આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments