સતીઝેકાર રહા હૈ, અઝલ સે તા અમરોઝ
ચરાગે મુસ્તફવી સે શરારે બુલહબી
માનવતાના પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.ને ઉદ્દેશીને સત્ય અને અસત્ય વચ્ચેના ટકરાવને અલ્લામા ઇકબાલ એ ખૂબ જ સુંદર શૈલીમાં પોતાની સુંદર શાયરીથી શણગારી છે.
આ શેરમાં સત્ય અને અસત્યના ટકરાવની ફિલસુફીને રજૂ કરવામાં આવ્યો છે. શેરનો ઉદ્દેશ એ બતાવવાનું છે કે એક તરફ નબી સ.અ.વ. અને એમના સાથી છે જે દેખીતી રીતે તો નબળા દેખાઈ રહ્યા છે, પરંતુ સત્ય પર હોવાને લીધે તેમનો દરજ્જો ચરાગ જેવો છે.
બીજી બાજુ અબુ લહબ તેમજ બીજી અસત્ય તાકતો છે જેમની પાસે તાકત તેમજ સાધનો હોવા છતાં તે ફક્ત શરાર (ચિંગારી) છે.
તેથી નબી સ.અ.વના આદર્શ આપણને એ સંદેશો આપી રહ્યા છે કે સત્ય ક્યારેય પણ નબળું નથી થતું અને સત્ય એ વાતનો તકાદો કરે છે કે સત્યને માનનારા પણ પોતાને ક્યારેય કમજોર ન સમજે. તેના સાધન અને તાકતમાં કમી હોવા છતાં સત્ય પર કાયમ રહેવાના લીધે ચિરાગ જ રહેશે અને અસત્યની પાસે પોતાના તમામ સાધનો અને તાકતો હોવા છતાં ફક્ત અસત્ય પર કાયમ હોવાને લીધે ચિંગારી જ રહેશે અને આ સત્ય અને અસત્યનો ટકરાવ હમણાંથી નથી શરૂઆત થી છે, અને આજે પણ થઈ રહ્યો છે અને હંમેશા રહેશે.
આજે પણ આ ટકરાવમાં સત્યને માનનારાઓની અંદર જો ‘યકી મોહકમ, અમલ પૈહમ ઔર મોહબ્બત ફાતહે આલમ’ જેવા લક્ષણ પૈદા થઈ જાય, જે મુહમ્મદ સ.અ.વએ સહાબા-એ-કિરામમાં પૈદા કર્યા હતા. તો પછી ખરેખર આખરે ‘ચરાગે મુસ્તફવી’ ‘શરારે બુલહબી’ ઉપર જરૂર વિજય પ્રાપ્ત કરી શકીશું.
ઇન્શા અલ્લાહ.
#KnowMuhammedSAW
#IdealForMankind