Friday, October 18, 2024
Homeઓપન સ્પેસવિજ્ઞાનવાદ, વિજ્ઞાન અને માનવજીવનની અવધારણા

વિજ્ઞાનવાદ, વિજ્ઞાન અને માનવજીવનની અવધારણા

વિજ્ઞાનના ઇતિહાસમાં વિજ્ઞાનવાદ (Scientism) અપેક્ષાકૃત નવો શબ્દ છે. આને વિભિન્ન પ્રકારથી પારિભાષિત કરવામાં આવે છે, અને આની પરિભાષામાં અસાધારણ વિવિધતા જોવા મળે છે. આ શબ્દની બે અલગ અલગ વ્યાખ્યાઓ છે. વૈજ્ઞાનિક આને સકારાત્મક રૂપથી ઉપયોગ કરે છે. આધુનિક નાસ્તિક લોકો આને સૌથી વધુ સકારાત્મક રૂપથી અને બાઇબલના આખ્યાનોને માનનારાઓ આને નકારાત્મકરૂપમાં વાપરે છે.

વિજ્ઞાનવાદ વાસ્તવમાં પ્રાકૃતિક વિજ્ઞાન (Natural Science)ને અને માત્ર પ્રાકૃતિક વિજ્ઞાન કે ભૌતિક વિજ્ઞાનને જ જ્ઞાનનો એક માત્ર સ્ત્રોત માનવાનું નામ છે. સરળ શબ્દોમાં વિજ્ઞાનને એક ખાસ હદ સુધી ગ્લૂકોસાઇટિઝ્‌મ કહી શકાય છે. અન્ય પરિભાષાઓનો પણ ઉલ્લેખ અનુચિત નહીં હોય જેથી વાચકો આ જાણી શકે કે આના વિરોધીઓ, સમર્થકો અને અન્ય સમૂહ તથા સંસ્થાનો વિજ્ઞાનવાદને કઈ રીતે જુએ છે. વિજ્ઞાનના એક આધુનિક ઇતિહાસકાર રિચર્ડ જી. વિલ્સન મુજબઃ

Efforts to extend scientific ideas, methods and practices and attitudes to matters of human social and political concern.

“એ તમામ પ્રયાસો જે માનવીના સામાજિક અને રાજકીય બાબતોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણો, પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક વ્યવહારના વિસ્તારના રૂપમાં કરવામાં આવે છે, વિજ્ઞાનવાદ કહેવાય છે.”

ટોમ સાર્લ નામના દાર્શનિક વિજ્ઞાનવાદની અપેક્ષાએ વધુ સ્પષ્ટ પરિભાષા રજૂ કરે છે. તેમના અનુસારઃ “વિજ્ઞાનવાદ ભૌતિક વિજ્ઞાનને જ્ઞાનના વિભિન્ન સ્ત્રોતો પર અનાવશ્યક અને બહુ વધારે પ્રાથમિકતા આપવાનું નામ છે.”

MITના ભૌતિકશાસ્ત્રના વિશેષજ્ઞ વિજ્ઞાનવાદની એવી વ્યાખ્યા કરે છે જે વિજ્ઞાનને જ્ઞાનના તમામ સ્ત્રોતો પર પ્રાથમિકતા આપે છે, બલ્કે તે આને જ્ઞાનનો એક માત્ર સ્ત્રોત માને છે. આ પરિભાષા મુજબ, ભૌતિક વિજ્ઞાન તથા તેની વિધિઓનો ઉપયોગ કરીને જ વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનના અન્ય સ્ત્રોત જેમકે વહ્ય (પ્રકાશના) અને પૈગંબરો દ્વારા આપવામાં આવેલ જ્ઞાન (મુસલમાનોના સંદર્ભમાં), ધાર્મિક ગ્રંથો અને હઝરત ઈસા અ.સ.ના કથન (ખ્રિસ્તી તથા યહૂદી ધર્મના સંદર્ભમાં), રહસ્યોદ્‌ઘટન, ઈશ્વરીય જ્ઞાન કે પ્રેરણા, તપ અને સાધના દ્વારા અર્જિત જ્ઞાન તથા જોગીપણાનું સાંસ્કૃતિક જ્ઞાન (હિંદુ, બૌદ્ધ અને શિંતોવાદના સંદર્ભમાં) સૌને સામાન્ય ઘોષિત કરી દેવામાં આવ્યા છે. એ પરિભાષા આ પ્રકારની છેઃ

“Science modelled on the natural science is the only source of real knowledge.”

“પ્રાકૃતિક વિજ્ઞાન પર આધારિત વિજ્ઞાન જ વાસ્તવિક જ્ઞાનનો એક માત્ર સ્ત્રોત છે.”

અર્થાત્‌ પ્રત્યક્ષ અને પરોક્ષ વૈજ્ઞાનિક રીતો સિવાય જ્ઞાનનો કોઈ અન્ય સ્ત્રોત નથી હોઈ શકતો. જ્ઞાનની કસોટી વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક પદ્ધતિ ‘જ’ છે. વિજ્ઞાનવાદની ઉપરોક્ત પરિભાષાઓ સ્પષ્ટરૂપથી દર્શાવે છે કે કેવી રીતે પોતાના મૂળમાં વિજ્ઞાનવાદ આ વાતની જબરદસ્ત શક્તિ ધરાવે છે કે એ માનવીય જ્ઞાનની અવધારણાને અસાધારણ રૂપથી પ્રભાવિત કરી શકે છે, અને કેવી રીતે તેણે આધુનિક જગત અને તેમાં મૌજૂદ વિભિન્ન સામાજિક એકમોના જ્ઞાન તથા જીવનની અવધારણાને અસાધારણ રૂપથી પ્રભાવિત કરી છે અને કેવી રીતે તેણે આધુનિક જગત અને તેમાં મૌજૂદ વિવિધ સામાજિક એકમોના જ્ઞાન તથા જીવનની અવધારણાને આકાર આપ્યો છે.

વિશેષરૂપે આધુનિક નાસ્તિકતાનો સંપૂર્ણ આધાર આ જ વિજ્ઞાનવાદ પર છે, એમ કહેવું કદાચ અનુચિત નહીં હોય. વિજ્ઞાનવાદના ઇતિહાસનું સંક્ષિપ્ત અધ્યયન આ સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી હશે કે કેવી રીતે આ જીવનની અવધારણાને પ્રભાવિત કરે છે. અમારી નજીક વિજ્ઞાનવાદની પ્રથમ ઝલક (સકારાત્મક વિજ્ઞાનવાદ) દાર્શનિક થેલ્સ (Thales)ને ત્યાં મળે છે. યુનાની સભ્યતામાં વિવિધ પરિઘટનાઓ જેમકે ભૂકંપોના આવવા અને વિજળીઓની ગર્જનાને વિવિધ દેવતાઓથી જોડીને જોવામાં આવતી હતી. દા.ત. તમુદ દેવતાની નારાજગીના લીધે ભૂકંપ કે સુનામી જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. વિજળીના દેવતાના હસવાથી વિજળી ગર્જે છે. વિ.વિ. થેલ્સે સૌ પ્રથમ આ ભૌતિક પરિઘટનાઓને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે નદીઓ અને સમુદ્રોમાં પાણીના વહેણમાં ફેરફારના લીધે ભૂકંપ અને સુનામી જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. જ્યારે ઝડપી પવન વાદળોને કાપે છે તો વિજળી ગર્જે છે. (જો કે પાછળથી આ અવલોકન ખોટું પુરવાર થયું) પરંતુ થેલ્સે આ પ્રશ્નોના ઉત્તર ભૌતિક વિજ્ઞાનની અવલોકન પદ્ધતિથી આપવાનો પ્રયાસ કર્યો જેનો ઉત્તર એ સમયના લોકો કથાઓથી અથવા પોતાના પારંપરિક જ્ઞાનથી પ્રાપ્ત કરતા હતા. તેણે એ પરિઘટનાઓને જોઈ અને ઊંડાણપૂર્વકના ચિંતન-મનન બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે આ પરિઘટનાઓની “ભૌતિક વ્યાખ્યા” શક્ય છે.

યુરોપના પુનઃજાગરણ અને ફ્રાંસિસી ક્રાંતિની આસપાસનો ઇતિહાસ વિજ્ઞાનવાદના આ રૂપને આપણી સામે લાવે છે, જેણે આધુનિક મનુષ્યો ખાસ કરીને પશ્ચિમી લોકોના જીવનની અવધારણાના નિર્માણ અને વિકાસમાં અસાધારણ ભૂમિકા નિભાવી છે. દા.ત. ફ્રાંસિસ બેકન (ઇંગ્લેન્ડ), રેનન ડેસકોર્ટ્‌સ (ફ્રાંસ) અને ગેલીલિયો (ઇટાલી), આ ત્રણ વિચારકો અને તેમની શોધ અને અનુસંશોધનાત્મક વિચારે જીવનની આ અવધારણાનું નિર્માણ કર્યું, જે એ સમયે જ્ઞાન અને શક્તિમાં અપેક્ષાથી વધુ પ્રબળ દેખાય છે. દા.ત. બેકનનું પ્રસિદ્ધ કથન છેઃ

“Truth is the daughter of Time not of Authority”

અર્થાત્‌ “સત્ય એ સમયની દીકરી છે, નહીં કે સત્તાની.” વાચકો જોઈ શકે છે કે ફ્રાંસિસ બેકન કહેવા ચાહે છે કે સત્યને જાણવા માટે સમય લાગે છે. (અહીં સમયથી તાત્પર્ય અવલોકન, પ્રયોગ, નિષ્કર્ષ અને અનુમાનમાં લાગનારા સમયથી છે.) આથી કોઈ પણ શાશ્વત પ્રશ્નનો ઉત્તર અંતમાં સમયની સાથે મળી જશે. ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિનું અનુસરણ કરાતું રહે. ફ્રાંસિસ બેકન વાસ્તવમાં આ કહેવા ચાહે છે કે મનુષ્ય, આત્મા, નૈતિકતા, ધર્મ, મૂલ્ય વિ. આ સૌના માટે કોઈ એક પૂર્ણ ઈશ્વરથી વહ્ય (પ્રકાશના)ની આવશ્યકતા નથી, બલ્કે વિજ્ઞાન આના માટે પૂરતો છે.

વિજ્ઞાનવાદ અને જીવનની અવધારણા પર આના પ્રભાવને જોવા માટે આને બે શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે અને આ બન્ને શ્રેણીઓને આના સંક્ષિપ્ત ઇતિહાસમાં સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે. એક શ્રેણી પ્રતિબંધાત્મક વિજ્ઞાનવાદ (Restrictive Scientism)ની છે. અને બીજી બિન-પ્રતિબંધાત્મક વિજ્ઞાનવાદની પ્રથમ શ્રેણી વિજ્ઞાનનું વર્ચસ્વ અથવા ફકત તેને જ જ્ઞાનનું એક માત્ર સ્ત્રોત માનવાની છે. ભલે એ કોઈ વિશેષ ક્ષેત્ર કે વિષય પર જ કેમ ન હોય. આનું ઉદાહરણ અને કદાચ સૌથી સ્પષ્ટ ઉદાહરણ કાર્લ સાગન (Carl Sagan)ને ત્યાં જોવા મળે છે. એ મનુષ્ય અને તેની રાસાયણિક સંરચનાને કેવી રીતે જુએ છે. જુઓઃ

“I am a collection of waterm calcium and organic molecules called Carl Sagan. You are a collection of almost identical molecules with different collective label. But is that all Is there nothing in here but molecules.”

“હું પાણી, કેલ્શિયમ અને કાર્બનિક અણુઓનો એક સંગ્રહ છું જેને કાર્લ સાગન કહેવામાં આવે છે. તમે પણ અલગ અલગ સામૂહિક લેબલ વાળા લગભગ સમાન અણુઓનો એક સંગ્રહ છો. પરંતુ શું ત્યાં અણુઓ સિવાય કંઈ જ નથી?”

અર્થાત્‌ મનુષ્યના સૃજન કે સર્જનાત્મક સામગ્રી મુજબ વિજ્ઞાન જ અંતિમ શબ્દ છે. આ પ્રતિબંધાત્મક વિજ્ઞાનવાદ (Restrictive Scientism) છે. બીજું ઉદાહરણ પ્રસિદ્ધ નાસ્તિક સૈમ હેરિસને ત્યાં જોઈ શકાય છે, જેમના મુજબ સ્વતંત્ર ઇચ્છા (Free Will) જેવી કોઈ વસ્તુ નથી હોતી. તેઓ કહે છે પસંદગીની સ્વતંત્રતા એક ભ્રમ છે. આપણે પોતાના ઇરાદાઓના નિર્માતા નથી, બલ્કે અંતનિર્હિત (Inherent) કારણ આપણા વિચારો અને ઇરાદાઓને નક્કી કરે છે. આ કારણો પર આપણું કોઈ સચેત નિયંત્રણ નથી હોતું. ન જ આપણે તેમના વિશે જાણીએ છીએ. આપણી પાસે સ્વતંત્ર ઇચ્છાની એ આઝાદી નથી જેના વિશે આપણે સમજીએ છીએ કે એ છે.

આથી મૂલ્ય અને સ્વતંત્ર ઇચ્છાના ક્ષેત્રમાં આ પણ એક પ્રતિબંધાત્મક વિજ્ઞાનવાદનું ઉદાહરણ છે. બિન-પ્રતિબંધાત્મક (Not Restrictive) વિજ્ઞાનવાદ તેને કહીએ છીએ જ્યારે વિજ્ઞાનને સંપૂર્ણ જ્ઞાનનું એક એવું સાધન માનવામાં આવે જેના માધ્યમથી તમામ પ્રકારનું સત્ય અને અંતે જ્ઞાન કે અંતિમ સત્યની શોધ કરી શકાય છે.

નિમ્નલિખિત ઉદાહરણ જુઓ.

આધુનિક વિજ્ઞાનનો અર્થ આ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ યાંત્રિક સિદ્ધાંતો (Mechanical Theories)ના આધાર ઉપર વ્યવસ્થિત છે. બ્રહ્માંડમાં કોઈ પણ પ્રકારના ઉદ્દેશ્યપૂર્ણ સિદ્ધાંત નથી. કોઈ ઈશ્વર અથવા તેની કોઈ રચના મૌજૂદ નથી જેને વાસ્તવિક આધારો પર શોધી શકાતી હોય. આધુનિક વિજ્ઞાન સ્પષ્ટરૂપથી કહે છે કે કોઈ અંતર્નિહિત (Inherent) નૈતિક કે કાનૂની નિયમ નથી. માનવ-સમાજ માટે કોઈ ઈશ્વરીય માર્ગદર્શન નથી. મનુષ્ય એક સૌથી જટિલ મશીન છે. જ્યારે તેઓ મરે છે, તો માત્ર મરી જાય છે. અને આ જ અંતિમ સમાપ્તિ છે. William Provine.

આ પ્રકારનું એક અન્ય ઉદાહરણ એલેક્સ રોશેનબર્ગનું છે. તેમણે પોતાના પુસ્તકે એથિસ્ટ ગાઇડ ટુ રિયલિટી (Atheist Guide to Reality)માં લખ્યું છે કે આપણે વિજ્ઞાનને સત્ય જાણવાનું એકમાત્ર સાધન માનીએ છીએ.

આથી ઉપર આપવામાં આવેલ ઐતિહાસિક મામલાનું વિશ્લેષણ આપણને નિમ્નલિખિત નિષ્કર્ષ પર લઈ જાય છે.

૧. વિજ્ઞાન અને વિજ્ઞાનવાદ બે અલગ વસ્તુઓ છે, પરંતુ આધુનિક સમયમાં એ એટલા હળી-મળી ગયા છે કે એમને જન-ચેતનાના સ્તરથી અલગ કરવા એક મોટો વૈશ્વિક અને વ્યવહારિક પડકાર છે.

૨. વિજ્ઞાનવાદ વાસ્તવમાં માનવ-જીવનની અવધારણાને પ્રભાવિત કરે છે, એ શાશ્વત પ્રશ્નો કે જેમના ઉત્તર દરેક મનુષ્ય જાણી જોઈને અથવા જાણે-અજાણે શોધે છે. એ પ્રશ્નોના ઉત્તરના સાધનોને વિજ્ઞાનવાદ ખૂબ જ સીમિત કરી દે છે.

૩. વિજ્ઞાનવાદની પરિભાષાએ પોતાનામાં વિભિન્ન પાસાઓને સમાવિષ્ટ કરેલ છે. જો આને સંતુલિત ઢંગથી સમજવાનો પ્રયાસ કરવામાં આવે, પરંતુ આધુનિક નાસ્તિક લોકો, વૈજ્ઞાનિક અને શોધકર્તાઓના મોટા સમૂહ હવે બિન પ્રતિબંધાત્મક (Nonrestrictive) વિજ્ઞાનવાદમાં માનનારા બની ગયા છે. દા.ત. સ્ટીફન હોકિંગનું આ કહેવું કે બ્રહ્માંડ સ્વયં પોતાના બળે અસ્તિત્વમાં રહી શકે છે. અથવા સ્ટીફન વેનબર્ગનું આ કહેવું કે જેમ જેમ બ્રહ્માંડ સમજમાં આવે છે એટલું જ એ ઉદ્દેશ્યહીન થતું જાય છે. બલ્કે તેનાથી પણ આગળ વધીને ઈ.ઓ. વિલ્સનની આ ઘોષણા કે એક પ્રજાતિના રૂપમાં આપણે પોતાની જાત પર ગર્વ કરી શકીએ છીએ કે અમે એકલા છીએ. (પોતાની પ્રજાતિના સંદર્ભમાં) આ મુ્‌દ્દાની શોધ બાદ આપણને ઈશ્વરની બહુ ઓછી જરૂરત રહી જાય છે.

પરંતુ શું તમામ સંશોધકોનું વલણ એક જેવું છે? ઉત્તર છે “ના.” એવા કેટલાય સંશોધકો અને વિચારકો છે કે જેઓ વિજ્ઞાનને જ્ઞાનના એકમાત્ર સ્ત્રોતના રૂપમાં નથી જોતા, બલ્કે (જેમકે અગાઉ ઉલ્લેખ કરવામાં આવી ચૂક્યો છે) તેઓ આને જાણકારી કે માહિતી મેળવવાનુ સૌથી પ્રમાણિક સાધન માને છે. વાસ્તવમાં ધ્યાનપૂર્વક અધ્યયન કરવાથી જણાય છે કે જો કે આવા સંશોધકો અને વિચારકો ઓછા છે, પરંતુ તેમને પણ જાણકારી કે માહિતી કે સત્યની પ્રાપ્તિની વિધિ તથા સાધનના આધારે એક જ હરોળમાં રાખી શકાય છે. આના એક કિનારે એ સંશોધકો છે કે જેઓ વિજ્ઞાનપૂર્ણ સાપેક્ષતામાં માનનારા છે અને આને માત્ર એક સાધનના રૂપમાં જુએ છે. બીજા કિનારે એ લોકો છે કે જેઓ વિજ્ઞાનને જ્ઞાનના અંતર્નિહિત (Inherent) સાધનો કરતાં સારૂં સમજે છે, પરંતુ આ અંતર્નિહિત જાણકારીને સંપૂર્ણપણે નકારી કાઢતા નથી. આ બંનેની વચ્ચે એ લોકો છે જેઓ વિજ્ઞાન કરતાં સાપેક્ષતામાં વધુ માનનારા છે અને વહ્ય (પ્રકાશના) તથા ઈશ્વરીય જ્ઞાનને સાચા જ્ઞાનની કસોટીના રૂપમાં જુએ છે. આથી આ ચકાસવું આવશ્યક થઈ જાય છે કે સામાજિક-જીવનની અવધારણાને વિજ્ઞાનવાદ તથા જ્ઞાન બન્નેને કેવા પ્રભાવિત કર્યા? વિજ્ઞાનની દૃષ્ટિથી જો જોઈએ અને વિજ્ઞાનને તેની મૂળ પરિભાષા પર ફિટ કરીને ચકાસીએ તો આ સમજમાં આવી જાય છે કે વિજ્ઞાનવાદ અને વિજ્ઞાન બે બિલકુલ અલગ અલગ સ્તરો પર સામાજિક જીવનની અવધારણાને પ્રભાવિત કરે છે. •••

લે. ડો. મુહમ્મદ રિઝવાન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments