ત્રણ તલાક બિલ ન્યાયની મજાક છે, જેના દ્વારા મુસ્લિમ કૌટુંબિક વ્યવસ્થાને નષ્ટ કરવાનું કાર્ય કરવામાં આવશે. મોદી સરકાર ખૂબ જ ચાલાકીથી મુસ્લિમ મહિલાઓની સુરક્ષાનો ચોલો ઓઢીને મુસ્લિમ પરિવારોને બિનજરૂરી રીતે દોષી ઠેરવવા અને હેરાનગતી કરવાનું કામ કરી રહી છે. આ બિલ બંધારણની કલમ 26 દ્વારા મળેલ ધાર્મિક સ્વતંત્રતાના બુનિયાદી હક્કોથી પણ સ્પષ્ટ રીતે વિમુખ છે.
ત્રણ તલાક અજ્ઞાનતા પર આધારિત એક સામાજિક પ્રક્રિયા છે જે મુસ્લિમ સમુદાયના એક મર્યાદિત વર્તુળમાં પ્રચલિત છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને બીજા સંગઠનો અને નેતાઓ આ ખોટા રિવાજની વિરુદ્ધ જાગૃતિ લાવવાના પ્રયત્નો કરતા રહ્યા છે. જો કે, ત્રણ તલાકની ઘોષણાની કોઈ અસર કાયદાકીય કોર્ટમાં નથી થતી.
નવા કાયદા અનુસાર, તેમ છતાં ત્રણ તલાક આપવાથી લગ્ન સમાપ્ત નહીં થાય, આ વ્યક્તિને જે ત્રણ તલાક આપવાનો દોષી છે બિન-જામીનપાત્ર રીતે 3 વર્ષ માટે જેલમાં જવું પડશે. આ નવા કાયદા ન ફકત આ કે એક એવી ક્રિયાના આધારે પતિઓને દોષી ઠેરવશે જેની કોઈ કાયદાકીય અસર નથી, બલ્કે આ ફરિયાદીઓ માટે કાયદાકીય રીતે તેમની પત્ની તરીકે જ સ્વીકાર કરે છે.
સરકારની પ્રોપેગન્ડા મશીનરી જે કંઈ પ્રોપેગન્ડા કરતી રહી છે, તેનાથી વિપરિત મુસ્લિમ મહિલાઓ તરફથી ત્રણ તલાકને ગુનો ઠેરવવાની કોઈ માંગ કરવામાં આવી નથી. જો કે આ કાનૂન પછી સમગ્ર મુસ્લિમ સમુદાયે જાગૃત થવાની જરૂર છે.
તેમ છતાં ઇસ્લામની નજરમાં તલાક બધી જ હલાલ વસ્તુઓમાં સૌથી અપ્રિય બાબત છે, પરંતુ ઇસ્લામ તેનો એક સામાજિક સત્યતા રીતે સ્વીકાર કરે છે, અને નિકાહની સમાપ્તિનો એક ન્યાય અને વાજબી રીતના આધારે રજૂ કરે છે, જ્યારે પતિ અને પત્નીને ના-છૂટકે પણ અલગ થવાનું જરૂરી બની જાય. કમનસીબે મુસ્લિમ સમાજમાં એવી સંસ્થાઓની અછત છે જ્યાં વિવાહિત યુગલો સાચા શરિયા-કાનૂન અને ઇસ્લામી દૃષ્ટિકોણ મુજબ પોત-પોતાના ઝઘડાઓનું નિવારણ લાવી શકે. આ અવસરે મુસ્લિમ સમાજના આગેવાનો અને ધાર્મિક સંગઠનોને વધારે પ્રમાણમાં કાઝીઓની તૈયારીનું કામ, આ સમસ્યાથી સંબંધિત એવી સંસ્થાઓનું નિર્માણની જવાબદારી સ્વીકારી લેવી જોઈએ, જેમાં મુસ્લિમો જઈને પોતાના વિવાદોનું સમાધાન કરાવી શકે.
પ્રચાર-પ્રસાર વિભાગ, એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા
સૈયદ અહમદ અલી (રાષ્ટ્રિય સચિવ, એસ.આઇ.ઓ. ઓફ ઇન્ડિયા)
ઇમેલઃ Media@sio-india.org