Thursday, May 30, 2024
Homeકેમ્પસ વોઇસરાષ્ટ્રીય શિક્ષણ નીતિ બંધારણીય, વિકેન્દ્રિત અને બિન-વ્યવસાયિક હોવી જોઈએ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બંધારણીય, વિકેન્દ્રિત અને બિન-વ્યવસાયિક હોવી જોઈએ

હાલમાં, ભારતીય શિક્ષણ પ્રણાલી અસમાનતા, ગુણવત્તા અને નીચલા સ્તર તથા લુપ્ત થઈ રહેલી માનવીય મૂલ્યો જેવી સમસ્યાઓથી સંઘર્ષ કરી રહી છે, જેના કારણે સમાજમાં શાંતિ તેમજ માનવીય મૂલ્યો પ્રભાવિત થઈ રહ્યા છે. આવામાં આ અત્યંત આવશ્યક છે કે એક એવી શિક્ષણ વ્યવસ્થા સ્થાપિત થાય જે બંધારણીય મૂલ્યોને જાળવી રાખવામાં મદદરૂપ બને તથા એવા શિક્ષણનો પ્રસાર થાય જેનાથી સામાજિક અસમાનતા દૂર થાય અને શિક્ષણ સુલભ બને અને જેનાથી સમાજનો દરેક બાળક સરળતાથી શિક્ષણ મેળવી શકે. આપણે એવી શિક્ષણ વ્યવસ્થાની જરૂર છે જે સઘન વિમર્શ તેમજ શોધને પ્રોત્સાહન આપે છે. માનવ જીવનને વિકસિત કરવા તેમજ માનવીય મૂલ્યોને જાળવી રાખવા હેતુ પરિચર્યા તેમજ મંથનને પ્રોત્સાહિત કરે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૧૯ અસ્પષ્ટ તેમજ વિરોધાભાસી નીતિ છે, જે બંધારણીય મૂર્તિઓને ખંડિત કરતા શિક્ષણના વ્યવસાયીકરણને પ્રોત્સાહન આપે છે. આનો બહિષ્કાર થવો જોઈએ અને આના પર ફરી વિશ્લેષણ થવું જોઈએ. આ ઉદ્દેશ માટે ‘સ્ટૂડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન આૅફ ઇન્ડિયા’ તેમજ ‘સેન્ટર ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’એ મળીને ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૧૯ વિશ્લેષણ તેમજ ભલામણો’ વિષય પર એક અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે તથા કેટલાક મહત્ત્વપૂર્ણ વિષયો સંબંધિત ભલામણો કરવામાં આવી છે.

કેન્દ્રીયકરણ – બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન

૧. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૧૯માં વૈદિક શિક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે, જે પ્રાચીનકાળમાં મર્યાદિત લોકો સુધી જ પહોંચી હતી અને જે જાતિવાદી વ્યવસ્થામાં લિપ્ત છે. જ્યારે કે એવી શિક્ષણ નીતિ હોવી જોઈએ જે ગૌરવશાળી ભારતીય સંસ્કૃતિનો બચાવ કરી શકે અને શિક્ષણની પહોંચ એક સમાન રૂપથી બધા વર્ગો સુધી થઈ શકે. જો નીતિ ભારતીય જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહિત કરવાનો ઇરાદો રાખે છે તો તેને દેશની વિવિધ સંસ્કૃતિ, પરંપરાઓ, ધર્મો તેમજ સમુદાયોને પોતાની જ્ઞાનાત્મક પ્રણાલીમાં સામેલ કરવું જોઈએ.

૨. શિક્ષણનો અધિકાર અધિનિયમ પૂર્ણ રૂપથી લાગુ કરવો જોઈએ.

૩. આ શિક્ષણ નીતિના ડ્રાફ્‌ટમાં સંસ્કૃત તેમજ હિંદી ભાષાનું સમર્થન કરવામાં આવ્યું છે અને તેને બધા નાગરિકો પર થોપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે બંધારણનું જાહેરમાં ઉલ્લંઘન છે. બંધારણના અનુચ્છેદ ૨૯(૧), ૩૫૦એ તેમજ ૩૫૦બી મુજબ બે ભાષા સૂત્ર આપવામાં આવ્યું છે, જેમાં એક માતૃભાષા તેમજ અંગ્રેજી છે. તે ઉપરાંત એક વૈકલ્પિક ભાષાની વ્યવસ્થા છે જે વિદ્યાર્થી પોતાની મરજી મુજબ પસંદ કરી શકે છે. ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્ત્વની ભાષાઓને ભણાવવા માટે સંસ્થા હેતુ આ અનિવાર્ય છે કે જો પાંચ વિદ્યાર્થી એક ભાષાને ભણવાવાળા હોય તે તે ભાષાને ભણાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

. પ્રસ્તાવિત કેન્દ્રીયકૃત સંસ્થા જેમકે આરએસએ, એનટીએ, એનઆરએફ વગેરે ભારતીય સંઘના સંઘીય માળખા વિરુદ્ધ છે. આવી કેન્દ્રીય સંસ્થાઓ જ્યારે એક આદેશ પર અનિવાર્ય રૂપથી કાર્ય કરશે તો રાજનૈતિક પાર્ટીઓના લાભનો શિકાર બનીને રહી જશે.

૫. એક એવા ડ્રાફ્‌ટની જરૂરત છે જે એક વિકસિત ગાઇડલાઇન બનાવે જેથી આંકડાઓથી સંબંધિત કોઈ દુરુપયોગ ન થઈ શકે. આ ડ્રાફ્‌ટમાં ગોપનીયતાના મુદ્દાઓ તથા ડેટા હેન્ડલિંગ તેમજ સુરક્ષાથી જોડાયેલા કાનૂન અને ધોરણોમાં સ્પષ્ટતાનો અભાવ છે જેના માટે જરૂરી છે એક વ્યાપક ડેટા સંકલન પહેલાં ઠોસ ગાઇડલાઇન્સ હોવી જોઈએ  આ શિક્ષણ નીતિ મુજબ યુઆરજી વિદ્યાર્થીઓ પર રાજ્યો દ્વારા નજર રાખવામાં આવશે; જ્યારે કે આ ગોપનીયતાના અધિકારનું હનન છે. આથી આવું કોઈ પણ નિયમ લાગુ ન હોવો જોઈએ. મૂલ્યાંકન માટે સંસ્થાનો દ્વારા પેરામીટર નિર્ધારિત કરવા જોઈએ અને કોઈ પણ વિદ્યાર્થીના વિશેષ ડેટા કે સૂચના એકત્રિત કરવાનો અધિકાર સંસ્થાનો પર ન હોવો જોઈએ અને ન તેમની સૂચનાઓને સાર્વજનિક કરવી જોઈએ.

વ્યવસાયીકરણ

૧. આ ડ્રાફ્‌ટમાં સઘન રૂપથી વ્યવસાયીકરણને પ્રોત્સાહિત કરવાની વાત કરવામાં આવી છે, જે શિક્ષણ ક્ષેત્રમાં લાગુ કરવાનો પ્રયાસ છે. શિક્ષણના વ્યવસાયીકરણની સાથે ભ્રષ્ટાચાર પણ વધવા લાગશે અને આ પ્રકારનું શિક્ષણ સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ જશે. પહેલાંથી જ ખાનગી શાળાઓ તમામ પ્રકારની સુવિધાઓના રૂપમાં વાલીઓ પાસેથી ભારે માત્રામાં રકમ વસૂલે છે. જો બજારવાદ હાવી થઈ જશે તો આ પ્રકારનું શોષણ ખૂબ જ વધી જશે.

૨. આ ડ્રાફ્‌ટ શિક્ષણની સમાનતાના નામ પર ભ્રમ છે, વિશેષ રૂપથી ઉચ્ચ શિક્ષણના સંબંધમાં. શિક્ષણના ક્ષેત્રમાં ભારતમાં આમ પણ અસમાનતાનો ઇતિહાસ ભર્યો પડ્યો છે. તમામ સુવિધાઓની સાથે શિક્ષણની પહોંચ પણ દરેક વર્ગ સુધી હોવી જોઈએ અને વધતી અસમાનતાને દૂર કરવી જોઈએ તથા લોકતાંત્રિક વ્યવસ્થા સ્થાપિત થવી જાઈએ. સામાજિક ન્યાય તેમજ સંવાદ ચર્ચા-પરિચર્ચાનું સ્વસ્થ વાતાવરણ હોવું જોઈએ.

૩. આ નીતિ શિક્ષક તેમજ અન્ય સહાયક સ્ટાફને લઈને મૌન છે. એમના માટે કોઈ ચર્ચા નથી કરવામાં આવી. ઘણાં શિક્ષકો અને સ્ટાફ એવા છે જેમનું શોષણ કરવામાં આવે છે. સરકારી શિક્ષકોથી અન્ય કામ લેવામાં આવે છે. જ્યારે કે શિક્ષક તેમજ સહાયક શિક્ષકથી લઈ અને શિક્ષણ ક્ષેત્રમાં લાગેલ પ્રત્યેક વ્યક્તિ સાથે લોકતાંત્રિક વ્યવહાર થવો જોઈએ અને તેમનું શોષણ બંધ કરવું જાઈએ.

સુલભતા તેમજ સમાનતાઃ

૧. બાળકોના મુદ્દાઓને લઈને આ નીતિ નિરાશ કરે છે, દેશમાં થઈ રહેલા બાળકોની સાથે શોષણ, બાળ તસ્કરી, બાળ શ્રમ જેવા ગંભીર મુદ્દાઓને આ ડ્રાફ્‌ટમાં ને નજર અંદાજ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત શરણાર્થી બાળકો, એવા બાળકો જે પોતાની કેદી માંની સાથે જેલમાં જીવન વ્યતીત કરવા પર મજબૂર છે, તે બધાને શિક્ષણ અને ભવિષ્યને લઈને આ નીતિએ મૌન ધારણ કરી લીધું છે. જ્યારે કે બધા બાળકોને એક સમાન શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ.

૨. અલ્પસંખ્યક વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા અને આવશ્યકતા મુજબ શિષ્યવૃત્તિ પ્રદાન કરવી જોઈએ. વધતા ફુગાવાના યુગમાં સરકારને શિષ્યવૃતિના બજેટમાં વધારો કરવો જોઈએ તથા શિષ્યવૃતિની અરજી અને તેને મેળવવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ.

૩. CBSE-UGC NET માટે નવા અધિનિયમની આવશ્યકતા છે. મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ જે અલ્પસંખ્યકો માટે છે અને રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ જે એસસી-એસટી વર્ગના વિદ્યાર્થીઓ માટે છે, ની પહોંચમાં વધારો કરવો જોઈએ જેથી વધુમાં વધુ લોકોને લાભ મળી શકે.

૪. નેશનલ કમિશન ફોર માઈનોરીટી એજ્યુકેશન ઇન્સટીટ્ટુટ , પાર્લાયામેન્ટ મુજબ એક વૈધાનિક સંસ્થા છે તેને મજબૂત કરવી જોઈએ તથા સમાનતાની સાથે તેની પહોંચ અન્ય લોકો સુધી હોવી જોઈએ. તેના આધીન મદ્રેસા બોર્ડ સંચાલિત થાય છે જેને રાજ્ય સ્તર પર શક્તિશાળી હોવા જોઈએ તથા તેમને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવી જોઈએ. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં મદ્રેસા વિદ્યાર્થીઓની પહોંચ વધારવા માટે એવા કોર્સ ડિઝાઇન કરવા જોઈએ જેનાથી તે સરળતાથી શિક્ષણ મેળવી શકે. તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં અરબી તેમજ ઇસ્લામિક સ્ટડીઝ કોર્સ કોમન રૂપથી સંચાલિત કરવો જોઈએ.

૫. આ શિક્ષણ નીતિનો ડ્રાફટ સંશોધિત કરવો જોઈએ અને શિક્ષણમાં અનામતને લઈને દિશા સ્પષ્ટ કરવી જોઈએ. અનામતને ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પણ વિસ્તાર કરવો જોઈએ. તે ઉપરાંત ૧૦ ટકા મુસ્લિમ અને ૫ ટકા અન્ય અલ્પસંખ્યકો માટે તમામ સંસ્થાનોમાં સીટો આરક્ષિત હોવી જોઈએ. અનામતનો વિસ્તાર આઈઆઈટી અને આઈઆઈએમ સહિત તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સમાન રૂપથી હોવો જોઈએ.

૬. જ્યારે આ ડ્રાફ્‌ટ નૈતિક શિક્ષણ અને સ્કૂલ પરિસરો તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાનોના સંવાદીકરણની વાત કરે છે તો આ દેશભરના અભ્યાસક્રમમાં ઘૃણા અને પૂર્વાગ્રહી સામગ્રીને આવરી લેતી પેટર્નને ઈંગીત કરવામાં નિષ્ફળ સાબિત થાય છે. એટલા માટે આવશ્યક છે કે વ્યાપક રીતે એક નિષ્પક્ષ પ્રતિનિધિત્વ દ્વારા પ્રભાવશાળી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે અને જાતિ ધર્મ તેમજ વિભાજનકારી ટિપ્પણીઓને પાઠ્‌યપુસ્તકોમાં સ્થાન ન મળે. આ ખતરનાક છે જેને તરત અને નિર્ણાયક રૂપથી દૂર કરવું જોઈએ. ઇતિહાસ સાથે વારંવાર છેડછાડના કારણે સમાજમાં પ્રતિકૂળ પ્રભાવ પડે છે. આ કારણે તમામ અભ્યાસક્રમ તેમજ અભ્યાસ સામગ્રીનું નિર્માણ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ.

૭. રોહિત અધિનિયમના નામથી સંસદ દ્વારા એક કાનૂન બનાવવામાં આવે જે શિક્ષણ સંસ્થાઓમાં વ્યવસ્થિત અને સંસ્થાગત ભેદભાવને રોકવાનું કામ કરે અને અલ્પસંખ્યકો તેમજ અન્ય સમુદાયોના વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા શોષણ પર લગામ કસવાનું કાર્ય કરે, જેનાથી અલ્પસંખ્યકો તેમજ એસસી-એસટી વર્ગની સાથે થયેલી હિંસાને જરા પણ અપરાધનો દર્જો ન મળે.

 (નોંધ : આ ‘નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) – ૨૦૧૯: વિશ્લેષણ અને ભલામણો’ શીર્ષકવાળા અહેવાલમાંથી લેવામાં આવી છે, જે સ્ટૂડન્ટ્‌સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) અને સેન્ટર ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (CERT)ના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાઈ છે, જે પ્રેસ કલબ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવી હતી.)    –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments