Sunday, May 12, 2024
Homeકેમ્પસ વોઇસએસ.આઈ.ઓ.એ જામિયા મિલિયા ઈસ્લામિયાથી તેનું રાષ્ટ્રવ્યાપી કેમ્પસ અભિયાન શરૂ કર્યું

એસ.આઈ.ઓ.એ જામિયા મિલિયા ઈસ્લામિયાથી તેનું રાષ્ટ્રવ્યાપી કેમ્પસ અભિયાન શરૂ કર્યું

સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ પરિવર્તન અને સુધારણા હેતુ પોતાના નવા કેમ્પસ અભિયાનનો Spark Illuminate Ethics Soul શિર્ષક સાથે આરંભ કર્યો. આ અભિયાનનો મકસદ અને હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિક મૂલ્યોને જીવંત કરવાનો અને કેમ્પસની સમસ્યાઓ અને પ્રશ્નોને પ્રસ્તુત કરવાનો છે. આ ઝુંબેશ સત્તાવાર રીતે SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ, રમીસ ઇ કે દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ શૈક્ષણિક પરિદ્રશ્યમાં નૈતિક મૂલ્યોને પુનર્જીવિત કરતાં કેમ્પસના નિર્ણાયક મુદ્દાઓને સંબોધવાનો છે.

ઝુંબેશની શરૂઆત કરતાં, SIOનાં રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું, “શિક્ષણ એ કોઈપણ દેશની પ્રગતિનો પાયો છે, અને શૈક્ષણિક કેમ્પસ દેશના નૈતિક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સ્થાનો છે. ભારત, જેને સામાન્ય રીતે સ્નાતકોના દેશ તરીકે ઓળખવામાં આવે છે, એ આ આધાર પર નિર્ભર કરે છે જે કેમ્પસો આપણને પુરાં પાડે છે. યુવાનોએ તેમની અદ્વિતીય પ્રતિભા અને દૂરદર્શિતાની સાથે ઐતિહાસિક રીતે ક્રાંતિની શરૂઆત કરી છે જે સમાજને પુનઃ આકાર આપે છે. આ ઝુંબેશનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિકતાની જ્વાળાને પ્રજ્વલિત કરવા અને તેમને નેતૃત્વ માટે તૈયાર કરવા માટે દરેકને સમર્થન આપવાનો છે.

SIO વિદ્યાર્થીઓ અને યુવાનોને સાચું જ્ઞાન અને જાગૃતિ આપવા અને તેમને નૈતિકતાના પ્રણેતા બનવા માટે તૈયાર કરવા પ્રતિબદ્ધ છે. સંસ્થા આ મૂલ્યોને તેમના જીવનમાં મજબૂત કરવા અને શૈક્ષણિક પ્રણાલીમાં નીતિશાસ્ત્રને પ્રોત્સાહન આપીને સામાજિક દુષણો સામે લડવા માટે સમર્પિત છે.

જો કે, અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ જેમ કે છેડતી, રેગિંગ અને હિંસા પણ દુ:ખદ રીતે સમગ્ર ભારતમાં કેમ્પસમાં સામાન્ય બની ગઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાર્ષિકોત્સવોની આડમાં વ્યસન અને અશ્લીલતાના ઝેરી પ્રભાવને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થી સમુદાયના નોંધપાત્ર વર્ગોએ નૈતિક આદર્શ બનવાની તેની દ્રષ્ટિ ગુમાવી દીધી છે.”

સંસ્થાના નેશનલ કેમ્પસ સેક્રેટરી શેખ ઈમરાન હુસૈન, જેમણે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી, જણાવ્યું હતું કે, “SIO આ મુદ્દાઓને જાગૃતિ અને જ્ઞાન, નૈતિકતા અને નૈતિક નેતૃત્વ, શિક્ષણમાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને સલામત વાતાવરણના નિર્માણ દ્વારા સંબોધિત કરશે. SIO યુવાનોની અપાર સંભાવનાઓને ઓળખવા અને શ્રેષ્ઠ સમાજને આકાર આપવા માટે તેમના નૈતિક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. “સૌલ સ્પાર્ક – ઇલ્યુમિનેટ એથિક્સ” એ માત્ર એક અભિયાન નથી; તે આપણાં કેમ્પસને નૈતિકતા અને શ્રેષ્ઠતાના આધારે ફરીથી આકાર આપવાનો સામૂહિક પ્રયાસ છે. .”

એડ. અનીસ રહેમાન,
રાષ્ટ્રીય સચિવ (મીડિયા), SIO ઓફ ઇન્ડિયા
મો: 9744100349
media@sio-india.org

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments