પ્રસ્તુત છે એ આકર્ષક ‘એડ્યુટેઇનમેન્ટ’ ફેસ્ટિવલ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત (SIO Gujarat) પ્રસ્તુત કરે છે IFC Udaan Children’s Festival 2022 . જેનો હેતુ રમત ગમત અને મનોરંજન સાથે બાળકોમાં છુપાયેલી પ્રતિભાને નિખારવાનો તેમજ તેને પ્રોત્સાહન આપવાનો તથા તેમને પ્રશિક્ષણ આપવાનો છે.
એસ અખબાર યાદીમાં સંગઠનના જનરલ સેક્રેટરી મનુવ્વર હુસૈને જણાવ્યું હતું કે, “SIO ગુજરાત છેલ્લા 4 વર્ષોથી ગુજરાત સ્તરે આ સ્પર્ધા નું આયોજન કરી રહયું છે. કોરોના કાળમાં સળંગ 2 વર્ષ ઓનલાઈન માધ્યમથી સ્પર્ધાનું આયોજન કર્યુ હતું.સમગ્ર ગુજરાતના પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં ઉડાનનો ખુબજ ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે પણ અહમદબાદ ખાતે ઉડાન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે.”
શકીલ અહેમદ રાજપૂત સાહબ (ઝોનલ પેટ્રોન SIO Gujarat & પ્રમુખ JIH Gujarat), જાવેદ કુરેશી સાહબ (પ્રદેશ પ્રમુખ, SIO Gujarat) , મુનવ્વર હુસૈન સાહબ (પ્રદેશ સચિવ , SIO Gujarat ) અને સાદિક શેખ સાહબ (કો કન્વીનર , ઉડાન ફેસ્ટિવલ) એ આ ફેસ્ટિવલને પોસ્ટર રિલીઝ સાથે લોન્ચ કર્યો.
આ ફેસ્ટિવલમાં અલગ અલગ વિષયો ઉપર સ્પર્ધા યોજાશે. જેમાં ધોરણ ૫ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં ,સ્પીચ, સ્ટેન્ડ અપ કોમેડી, ડાયલોગ, હિફઝ, કેલિગ્રાફી, કોમિક રાઈટિંગ, પેઇન્ટિંગ/સ્કેચિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને સ્પોર્ટસ એકટીવીટી નો સમાવેશ થાય છે. સ્પર્ધા જીતનારને આકર્ષક ઇનામો આપવામાં આવશે.
તો ચાલો ભાગ લઈએ અને જીતીએ આકર્ષક ઇનામો.
રજીસ્ટ્રેશન લિંક : https://yuvasaathi.com/udaan2022/
રજીસ્ટ્રેશનમાં થતી મુશ્કેલીઓ કે અન્ય કોઈ મૂંઝવણોના ઉકેલ માટે નીચે આપેલ નંબર પર સંપર્ક સાધવો તથા ગ્રુપ સાથે જોડાવો.
ઇન્ફોર્મેશન ગ્રુપ : https://chat.whatsapp.com/BwbtNH90nFcAjlLBWE5wuU
સાદિક શેખ : +91 9601534372
ફુરકાન મોમીન : +91 8401240650