Friday, November 22, 2024
Homeસમાચારઇઝરાઇલમાં સરકાર પરિવર્તનઃ પેલેસ્ટિનિયન પ્રમુખ અને હમાસની પ્રતિક્રિયા

ઇઝરાઇલમાં સરકાર પરિવર્તનઃ પેલેસ્ટિનિયન પ્રમુખ અને હમાસની પ્રતિક્રિયા

અપેક્ષા મુજબ ઇઝરાઇલના ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની 12 વર્ષની મુદત પૂરી થઈ અને વિપક્ષી ગઠબંધને સરકારનો હવાલો સંભાળી લીધો. નવી સરકારની રચના થઈ ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ સહિત ઘણા દેશોએ નવી સરકાર અને તેના નેતા નપ્તાલી બેનીનને અભિનંદન આપ્યા અને સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું. પેલેસ્ટિનિયન સરકાર અને હમાસના નેતૃત્વ ઇઝરાઇલમાં સરકારના પરિવર્તન વિશે શું વિચારે છે તે મહત્વનું છે. પેલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસના પ્રવક્તાએ વિશેષ મુદ્દા પર કહ્યું કે આ ઇઝરાઇલનો આંતરિક મામલો છે. ઇઝરાઇલમાં કઈ સરકાર આવે છે કે નહીં તેની અમને કોઈ પરવા નથી. અમે ઇઝરાઇલની દરેક સરકાર સાથે અમારી માંગણીઓ સાથે ઊભા છીએ કે અમને એક સ્વતંત્ર રાજ્ય તરીકે આરબ-ઇઝરાયલ યુદ્ધ પહેલાની સરહદો સાથે સ્વિકારવામાં આવે. હમાસના પ્રવક્તાએ સરકારના પરિવર્તન વિશે ટિ્‌વટ કરતાં લખ્યું હતું કે ઇઝરાઇલમાં સરકાર બદલાઇ રહી છે, પરંતુ નેતન્યાહુના વિદાય અને નવા વડા પ્રધાનના આગમનથી અમને કોઈ સારી અપેક્ષા નથી. બલ્કે અમારો અંદાજો છે કે નવી સરકારના નેતાની પોતાની વિચારધારાના કારણે સંબંધો વધુ ખરાબ બની શકે છે.

એ નોંધનીય છે કે ઇઝરાઇલના નવા વડાપ્રધાન નફતાલી બેનિન તેમની હિંસક વિચારધારા અને પેલેસ્ટિનિયન રાજ્ય અને આરબ લોકોના દ્વેષ માટે જાણીતા છે. જો કે, તેના સાથી પક્ષોમાં એક આરબ પક્ષ મોજૂદ હોવાથી જેથી તેની યોજનાઓ ઉપર અનુસરણ કરવું આસાન નહીં હોય.

સૌજન્યઃ urdu.thehindustangazette.com


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments