Saturday, July 27, 2024
Homeસમાચારધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન એક્ટ-૨૦૨૧ એ લઘુમતિઓના બંધારણીય વિશેષાધિકારનું...

ધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન એક્ટ-૨૦૨૧ એ લઘુમતિઓના બંધારણીય વિશેષાધિકારનું હનન છે: FMEIIના વેબિનારમાં આમંત્રિત એક્સપર્ટ પેનલનો એકસૂર

ધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (અમેન્ડમેન્ટ) એક્ટ ૨૦૨૧ – બંધારણીય વિસંગતતાઓ, લઘુમતી સમાજ પર તેની દૂરોગામી વિપરીત અસરો અને તેના માટે જરૂરી બંધારણીય અને કાયદાકીય ઉપાયો અને આપણી જવાબદારીઓ વિષય ઉપર આજરોજ તારીખ ૧૩/૦૬/૨૦૨૧ રવિવારે સવારે ૧૧ કલાકે FMEII ( ફેડરેશન ઓફ મુસ્લિમ એજયુકેશનલ ઇન્સ્ટિટ્યૂસન્સ, ઇન્ડિયા) દ્વારા એક ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવેલ.

આ વેબીનારમાં એડવોકેટ યુસુફ મૂછાલા સાહેબ, સિનિયર એડવોકેટ, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા, એડવોકેટ તાહિર હકીમ, એડવોકેટ એમ આર શમશાદ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ ઇફ્તેખાર મલેક, કનવિનર, FMEII, ગુજરાત દ્વારા સર્વે મહેમાનો અને હાજર સભ્યોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું તથા કાર્યક્રમનો હેતુ અને FMEII વિશે ટુંકમાં માહિતી આપતા જણાવ્યું કે તે એક રાષ્ટ્રીય સંગઠન છે જેની ૧૩ રાજ્યો માં શાખાઓ છે. મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં મુસ્લિમ માઈનોરિટી સંસ્થાઓ માટે કરેલા ઉલ્લેખનીય કામો ના દૃષ્ટાંત પણ આપ્યા. મધ્ય પ્રદેશમાં સૂર્ય નમસ્કાર અને ભોજન મંત્ર જેવા મુદ્દાઓ બાબતે કરેલી સફળ કાયદાકીય પ્રક્રિયાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો. ઉપરાંત FMEII દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ માઈનોરિટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી મુસ્લિમ સંસ્થાઓને માઈનોરિટી સ્ટેટસ અપાવવા માટે કાનૂની મદદ, મૌલાના આઝાદ ફાઉંડેસનમાંથી ગ્રાન્ટ મેળવવાની મદદ તથા સ્કીમ ફોર પ્રમોશન ઓફ કવોલિટી એજ્યુકેશન ઈન મદ્રેસા થકી મદ્રેસાને યોગ્ય માર્ગદર્શન અને મદદ વિગેરે બાબતો વિશે પણ જણાવ્યું.

ત્યારબાદ ત્રણે નિષ્ણાતોએ ગુજરાત સરકાર દ્વારા હાલમાં લાવવામાં આવેલા અમેન્ડમેંટ બાબતે સમજૂતી આપતા જણાવ્યું કે આ લઘુમતીઓના સર્વગ્રાહી વિકાસ હેતુ બંધારણે આપેલ વિશેષાધિકારોનું હનન છે. બંધારણના ઘડવૈયાઓએ રાષ્ટ્રહિતમાં લીધેલા દૂરંદેશી સાથેના નિર્ણયો બાબતની સમજ નહિવત હોવાનું પણ સૂચવે છે. લઘુમતી સમુદાયો માટે લેવાયેલ પગલાંઓ એ ખરેખર તો એક લોકહિતકારી રાજ્ય વ્યવસ્થાનું મૂળભૂત ફરજ છે. આ કોઈ એવી બાબત નથી કે જેના માટે લઘુમતી સમાજે લઘુતા ગ્રંથી થી પીડાવું પડે. છેલ્લે મુખ્ય બાબત તરફ ધ્યાન દોરતાં એડવોકેટ મૂછાલા સાહેબે જણાવ્યું કે સ્વતંત્રતાની જાળવણી એ મુસ્લિમ સમાજની દીની જવાબદારી છે અને સ્વતંત્રતા એ અધિકારોની સમજ અને તેની રક્ષા કરવા માટેની તત્પરતા ઉપર આધારિત છે. મુસ્લિમ સમાજ સૌથી મોટી લઘુમતી હોવાની હેસિયતથી અન્ય લઘુમતી સમાજના લોકોના હકો માટે પણ સંઘર્ષ કરે એ ખૂબ જરૂરી બાબત છે. ન્યાયની પ્રસ્થપના અને સર્વેની સુખાકારીએ આપણી ફરજમાં આવે છે તેવા સોનેરી સંદેશ આ ત્રણેય મહાનુભાવો તરફથી પ્રાપ્ત થયો.

અંતમાં પ્રશ્નોત્તરીના સેશનમાં હાજર સભ્યો એ ખૂબ સરસ અને મુદ્દાસર પ્રશ્નો કરી વાતને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો. છેલ્લે કાર્યક્રમના સફળ આયોજન બદલ સભ્યો એ FMEIIને અભિનંદન પાઠવ્યા અને આગળની પ્રક્રિયામાં સંગઠિત રહી હિંમત સાથે ડગલે ને પગલે સાથ અને સહકાર આપવા માટે તૈયારી બતાવી.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments