Monday, June 24, 2024
Homeઓપન સ્પેસમાનવ વસ્તી : અખૂટ સંસાધન

માનવ વસ્તી : અખૂટ સંસાધન

✍️ મુહમ્મદ ઇકબાલ

તાજા સમાચાર આવી રહ્યા છે કે ચીનમાં ‘ટૂ ચાઈલ્ડ’ પોલીસી સમાપ્ત થઈ ચૂકી છે, સરકારે ત્રીજું બાળક પેદા કરવાની પરવાનગી આપી દીધી છે. કોઈ દેશની વસ્તી વધારે હોવાનો એક મોટો ફાયદો એ છે કે તે દેશની અર્થતંત્ર વૃદ્ધિ પામે છે. જ્યારે વસ્તી વધે છે, ત્યારે માલસામાનની માંગ વધે છે; જ્યારે માંગ વધે છે, ત્યારે ઉત્પાદન વધે છે અને જીડીપી વધે છે.

વસ્તીના ક્ષમતાએ મોટી અર્થવ્યવસ્થા બનવાનું ઉત્તમ ઉદાહરણ આપણો દેશ છે, જેની જીડીપી લગભગ ત્રણ ટ્રિલિયન ડોલરની આપસાપસ છે.

ભારત આજે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, તેનું મુખ્ય કારણ આપણી સ્થાનિક માંગ છે. 1.25 અબજની વસ્તીની માંગને કારણે ભારતે અર્થવ્યવસ્થામાં એક મહત્વનું સ્થાન હાસલ કર્યું છે. છેલ્લા બે-ત્રણ દાયકાની આર્થિક પ્રગતિમાં આપણી કથિત સમસ્યા “વસ્તી વધારા”નો મોટો ફાળો છે. માનવ વસ્તી એ એક અખૂટ સંસાધન છે, વસ્તી એક પ્રકારે દેશની મૂડી હોય છે. તે સમાજ અને દેશ પર નિર્ભર છે કે તેઓ વસ્તીનો ઉપયોગ કરે છે કે નાશ કરે છે. પશ્ચિમમાં નારીવાદની રજૂઆતનું મુખ્ય કારણ એ હતું કે બજારને સસ્તા મજૂર જોઈતા હતા. ત્યાં મહિલા સશક્તિકરણનું સૂત્ર આપવામાં આવ્યું જેથી બજારમાં મજૂરીની અછત ન આવે, અને મોટી સંખ્યામાં સ્ત્રીઓને ઘરની બહાર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી. પાછળથી ઘણી વસ્તુઓ નારીવાદમાં ઉમેરવામાં આવી. જુદી જુદી વિચારધારાઓએ પોતાના હિતો માટે તે આંદોલનનો ઉપયોગ શરૂ કર્યો જે એક અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ નારીવાદ ફક્ત માનવ સંસાધનોની અછતને ભરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.

અમેરિકામાં પહેલાં કાળા લોકો ગુલામીનું જીવન જીવતા હતા. અમેરિકામાં ગુલામી નાબૂદ કરવામાં આવી હતી, જેની સામે ગૃહ યુદ્ધ પણ થયું. ગુલામીનો અંત લાવવાનું મુખ્ય કારણ મજૂરની અછતને પહોંચી વળવું હતું. ઉત્તરીય ક્ષેત્રના ઉદ્યોગોને મજૂરની જરૂર હતી જે દક્ષિણિ ક્ષેત્રમાં કામ કરતા ગુલામો દ્વારા મળી શકે, આ માટે ગુલામી નાબૂદ કરવામાં આવી હતી અને બજારમાં મજૂરની અછતનો અંત આવ્યો. ઘણા વર્ષો પહેલા દિલ્હી જવાના સમયે એક વ્યક્તિ મારી સાથે મુસાફરી કરી રહ્યો હતો. તે સિંગાપોરની એક કંપનીમાં મેનેજર હતો. તેણે પોતાના અનુભવો વ્યક્ત કરતાં કહેયું કે જ્યારે અમે નાના હતા, ત્યારે અમને શાળામાં શીખવવામાં આવ્યું હતું કે ભારતની ગરીબીનું કારણ તેની વધતી વસ્તી છે. જ્યારે આજે ભારતની વસ્તીને જ અર્થવ્યવસ્થાના સુધારણા માટેનું કારણ આ કહેવામાં આવે છે. કારણ કે અહીં સસ્તા અને કુશળ મજૂર ઉપલબ્ધ છે, જે વધતી જતી વસ્તીના કારણે છે. તેમણે વધુમાં કહ્યું કે મને સમજ નથી પડતી કે પહેલા કહેવા વાળા સાચા હતા કે આજે જે લોકો કહી રહ્યા છે એ સાચા છે, કારણ કે જો બધા લોકોએ પહેલા વસ્તીને અંકુશમાં રાખી હોત તો કદાચ ભારત વિશ્વને સસ્તી મજૂરી પ્રદાન કરી શક્યા ન હોત અને ન જ આપણા દેશમાં આ આર્થિક પ્રગતિ જોવા મળતી જે આપણે જોઈ રહ્યા છીએ.

વસ્તી નિયંત્રણના સમર્થકો એમ કહે છે કે વધતી વસ્તી ગરીબીનું કારણ બને છે, પરંતુ છેલ્લા સો વર્ષના માનવીય ઇતિહાસના અધ્યયનથી આપણે જાણી શકીએ છીએ કે માનવ સમાજે છેલ્લા સો વર્ષમાં વસ્તીમાં વધારો કરતા વધુ આર્થિક પ્રગતિ કરી છે. લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે, જો કે વ્યવસ્થા હજુ પણ ભેદભાવપૂર્ણ છે. જો અમીરી અને ગરીબી વચ્ચેનું અંતર દૂર કરી દેવામાં આવશે અને સંપત્તિનું યોગ્ય વિતરણ કરવામાં આવશે ત્યારે વસ્તી વૃદ્ધિ સાથે સંકળાયેલા ગરીબીનો ભય દૂર થશે. વાસ્તવિકતા એ છે કે આપણા દેશમાં વસ્તી કરતા મોટી સમસ્યા એ શાસન વ્યવસ્થા છે, ડિસટ્રિબ્યૂશન ઓફ વેલ્થ અને ડિસટ્રિબ્યૂશન ઓફ રેસોર્સેઝની સમસ્યા છે.

સમાજમાં વિશાળ અસમાનતા છે. શ્રીમંત અને ગરીબો વચ્ચે ઊંડી ખાઈ છે. વાસ્તવિક સમસ્યાથી ધ્યાન ભટકાવવા માટે આપણે વસ્તીને સમસ્યા કહેવાનું શરૂ કરીએ છીએ. જો આપણે ન્યાય સાથે આપણી આખી વસ્તીમાં આર્થિક સમૃદ્ધિ લાવી શકીએ, તો આપણે જે વસ્તીને શ્રાપ માનીએ છીએ તે આપણા માટે આશીર્વાદરૂપ બનશે. તેથી કુર્આન કહે છે, “પોતાના સંતાનની નિર્ધનતાના ભયથી હત્યા ન કરો, અમે તેમને પણ રોજી આપીશું અને તમને પણ.” (સૂરઃઅન્આમ-31)

(લેખ સાભારઃ કાન્તિ માસિક)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments