વ્હાલા મિત્રો, અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.
કોલેજથી સમય પર નીકળી ગયો છતાં ઘરે સમય પર નથી પહોંચી શક્યો. ટ્રાફિકમાં ફસાઈને રહી ગયો. જ્યારે ઘર પહોંચ્યો મગરિબની અઝાન થઈ ગઈ હતી. ટોઈલેટથી ફારેગ થયો. વુઝુ કર્યું. અમ્મીના આગ્રહ પર બીસ્કીટ ખાઈને પાણી પીધો. પછી ઝડપથી મસ્જિદ પહોંચી ગયો. બે રકાત નમાઝ ચૂકી ગયો. ઈમામ સાહેબે જ્યારે સલામ ફેરવી તો મને બાકીની નમાઝ પુરી કરવી પડી. નમાઝની રકા’તો જ્યારે માણસ ચૂકી જાય તો ઘણો દુઃખ થાય છે.
નમાઝ પછી મસ્જિદની વહીવટી કમિટી દ્વારા એક જાહેરાત થઈ. કહેવામાં આવ્યું કે મસ્જિદની વિસ્તૃતિકરણની યોજના બની ગઈ છે. જુમ્આના દિવસે નમાઝીઓને રોડ ઉપર ઊભો રહેવુ પડે છે, વિસ્તૃતિ પછી આનાથી છુટકારો મળી જશે. સાથે જ બાળકોના મકતબ માટે એક ખંડ બનાવવામાં આવશે; એક હોલ લાયબ્રેરી માટે તૈયાર કરવામાં આવશે જેથી લોકોને ખાસ કરીને બિનમુસ્લિમ મિત્રોને ઇસ્લામનો સંદેશ હાંસલ કરવા અને તેનો અધ્યયન કરવામાં સરળતા થાય.
હું બે રકાત સુન્નત અને નફિલ નમાઝ પઢયા પછી ઘરે જવા માટે મસ્જિદના દરવાજા તરફ વધ્યો. “તમે જોઈ લેજો” આ અવાજ ઉપર પાછળ વળીને જોયુ. ત્યાં કોઈ ન હતો. અને શા માટે હોય, આટલો સમય થઈ ગયો હતો કે મસ્જિદથી બહાર જવામાં હું છેલ્લો માણસ હતો. “ફકત થોડા સમયની વાત છે.” હવે મે આગળ પાછળ, ડાબી-જમણી બધી જગ્યા જોઈ લીધો. પછી મોબાઈલ જોયુ કે કોઈનો ફોન તો રીસીવ નથી થઈ ગયો પરંતુ મોબાઈલને તો મેં મસ્જિદમાં દાખલ થવા પહેલા જ સ્વીચ ઓફ કરી દીધો હતો. અવાજ ફરી આવ્યું “અમે અહીં છીએ” મેં નીચે જોયું પછી પોકેટમાં હાથ નાખ્યો. ત્યાંથી એક સૌ રૃપિયાની કડક નોટ અને એક દસ રૃપિયાના સડી નોટ બહાર નીકળી. કદાચ આ જ બે મારા પોકેટમાં લડી રહ્યા હતા. “હવે તમે જ નિર્ણય કરો.” “શું થયું?” મેં હેરાન થઈને પુછયું. “આ મારાથી લડી રહ્યો છે.” દસ રૃપિયાની નોટે કહ્યું. “તમે કેમ…?” મે પુછવા જ જતો હતો કે એક સોની નોટ બોલવા લાગી. “એમને તમીઝ નથી વાત કરવાની. ઉંમર અને ક્ષમતા આમ દરેક મામલમાં, હું તેનાથી મોટી છું, છતાં પણ વાત કરવાનો ઢંગ જોયો…” ૧૦૦નું નોટ ઉંમરના મામલે સાચુ બોલી રહ્યો હતો તેના પર બિમલ જનાલની સહી હતી અને દસની નોટ ઉપર રઘુરામ રાજનની સહી હતી.
“ફકત એક બે ઝીરો લાગવાથી અને પહેલા પેદા થવાથી કોઈ મોટો નથી થઈ જતો. મેં વધારે દુનિયા જોઈ છે. માનવો ના સ્વભાવને વધારે નજીકથી જોયો અને મહેસૂસ કર્યો.” “હવે આ કોણ બોલ્યો?” મેં પોકેટમાં હાથ નાંખીને વિચાર્યું. ત્યાં એક રૃપિયાનો સીક્કો બહાર નિકળ્યો.
“આ બધુ છોડો તમે કેમ લડી રહ્યા છો?” મે હેરાન થઈને પુછયું. “તમે જાહેરાત સાંભળી?” એક રૃપિયાના સિક્કાએ મારી હાં સાંભળી વાત આગળ વધારવા ઇચ્છતો હતો પરંતુ ૧૦૦ રૃપિયાએ વાત કાપી નાંખી. “આ મારાથી કહી રહ્યો છે કે સાહેબના દિલના ધબકારા વધી ગયા છે. જોઈ લેજો સાહેબ મને મસ્જિદના ફંડમાં મુકી દેશે. તમે આમ જ સડતા રહેશો અથવા કોઈ દિવસ તેલ, માછલી, માચિસ અને દાળની દુકાનમાં દેખાશો.”
“હું કાંઈ ખોટો નથી બોલ્યો.” સિકકાએ બેદરકારીથી બોલ્યો, કોઈને સારો લાગે અથવા ખોટો, આ વાત મારા અનુભવની છે. ૨૦૦૯માં જ પેદા થયો છુ પરંતુ મસ્જિદ ફંડમાં અત્યાર સુધી ઓગણત્રીસ વાર ચક્કર લગાવી ચુક્યો છું. તમે બતાવો તમે મારાથી ઉંમરમાં ૧૦ વર્ષ મોટા છો, ક્યારે એક વાર પણ આ સુખ મેળવ્યો છે.
સો રૃપિયાએ મુંહ લટકાવી લીધો.
“કેમ હવે બોલતી બંધ થઈ ગઈ? આમ તો હું ઉંમરમાં બિલકુલ નાનો છું છતાં પણ ત્રણ વખત જઈ ચુકી છું.” દસની નોટે ગર્વથી કહ્યું.
હું સમજી ગયો વાત શું છે. ઘણો દુઃખ થયો. ચોકલેક અને આઈસક્રીમ ખાવામાં મનુષ્ય હજારો રૃપિયા વેડફી નાંખે છે પરંતુ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવા આવતો તો વિચારવા લાગે છે કે ૫૦ પૈસા કે ૨૫ પૈસાથી કામ ચાલી જાય. એક-એક રૃપિયો એવી રીતે નીકળે છે કે જાણે રૃહ કબ્જ થતી હોય.
“તમારો અનુભવ તમારી જગ્યા ઉપર બરાબર છે.” મે કહેવા શરૃ કર્યો, “પરંતુ આટલું મોટું નેક કાર્ય થવા જઈ રહ્યો છે. નમાઝીઓ માટે સરળતા થશે. બાળકો કુઆર્ન શીખશે. લોકો ઇસ્લામનું અધ્યયન કરશે. આ બધુ વિચારીને મે ૧૦૦ રપિયા આપવાનું જ નક્કી કર્યું હતું.”
“તમે સત્ય કહી રહ્યા છો?” સો રૃપિયો ઘમંડમાં ફુલી ગયો. પછી થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. “મને આવી આશા ન હતી. એવું પ્રથમ વાર થઈ રહ્યું છે. ભલે, અત્યારે ત્રણેના માલિક તમે છો, તમારી જેવી મરજી.” એક રૃપિયાનો સિક્કો ધીરેથી બોલ્યો. આટલા સારા કામમાં ખર્ચ ન થવાનો અફસોસ તેની અવાજમાં દેખાઈ રહ્યો હતો.
હું મસ્જિદના ફંડવાળા ડબ્બો તરફ વધયો અને સો રૃપિયા તેમા નાંખી દીધો. અને અગિયાર રૃપિયા પોતાના પોકેટમાં નાખી દીધા અને આગળ વધી ગયો. બે ડગલા ચાલચા મેં વિચાર કર્યો અને રોકાઇ ગયો. મે રોકાઈ ગયો. પછી પરત થયો. દસ રૃપિયાની નોટ અને એક રૃપિયાનો સિક્કો તે ફંડવાળા ડબ્બામાં નાંખી દિધા. અંદર જતી વખતે બન્ને શાંત હતા, પરંતુ તેની ખુશી તેમના ચહેરા દેખાઈ રહિ હતી. *
પ્રાયોગિક કામઃ
જો તમે નથી જાણતા તો તમારા પેરન્ટથી પુછો કે આ અઠન્ની અને ચવન્ની કઇ વસ્તુ છે. તેને હાંસલ કરવાનો પ્રયત્ન કરો.
દરેક કરન્સી ઉપર રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરની સહીઓ હોય છે. આ કહાનીમાં બે ગવર્નરોના નામો આવ્યા છે. તેમની સહીઓ પોતાની પાસે મોજુદ નોટોમાં શોધો.