હઝરત ઇબ્ને ઉમર રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “જેની અંદર પ્રામાણિકતા નથી, તેની અંદર ઈમાન નથી. અને જે પાક નથી તેની નમાઝ રદ બાતલ છે, અને જેની નમાઝ નથી તેનું દીન પણ નથી. દીનમાં નમાઝનું એ જ સ્થાન છે જે શરીરમાં માથાનું છે.”
(અલમુઅજ્જમુસ્સગીર લિલતબરાની પા. ૩૧)
હઝરત અબૂહૂરૈરહ રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “તમારો શો ખ્યાલ છે જો તમારામાંથી કોઈના દરવાજે નદી હોય અને તે તેમાં દરરોજ પાંચ વખત નહાય, શું તેની ઉપર કોઈ મેલ રહેશે?” સહાબીઓ રદી.એ અરજપૂર્વક કહ્યું, ‘નહીં રહે’. આપ સ.અ.વ. ફરમાવ્યું : “આ જ ઉદાહરણ છે પાંચ વખતની નમાઝોનું. અલ્લાહ તઆલા એમની વડે ભૂલો માફ કરે છે.”
(સહી બુખારી મઆ ફત્હુલબારી મિસ્ત્રી ભાગ-૨ પા.-૮, કિતાબુલ મવાકીતુસ્સલાત)
અબૂહૂરૈરહ રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “શું હું તમને એવી વાતો ન જણાવું જેનાથી અલ્લાહ તઆલા ગુના ખતમ કરે છે અને દરજ્જા ઉચ્ચ કરે છે?” સહાબીઓ રદી.એ કહ્યું, “હે રસૂલુલ્લાહ! જરૃર બતાવો.” આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “(૧) ઋતુ અને સ્થિતિ અનુકૂળ ન હોય તો પણ વુઝૂ પૂરેપૂરો કરવો. (૨) મસ્જિદની તરફ વધારે પગલાં માંડવા (અર્થાત્ લાંબુ અંતર કાપી મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ અદા કરવી.) (૩) એક નમાઝ પછી બીજી નમાઝની રાહ જોતા રહેવું. આ જ રબાત છે.” અર્થાત્ : આનો સવાબ જિહાદ માટે સરહદો ઉપર પહેરો ભરવા સમાન છે. માલિક બિન અનસ રદી.ની રિવાયત છે કે આપ સ.અ.વ.એ ‘ફઝાલિકુમ રબાત’ (આ જ રબાત છે) બે વખત દોહરાવ્યું.
(મુસ્લિમ)
હઝરત અબૂસઈદ ખુદરી રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “જ્યારે તમે એક વ્યક્તિને મસ્જિદમાં નિયમિતતાપૂર્વક હાજર થતી જુઓ તો તમે તેના ઈમાનની સાક્ષી આપો, કારણ કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે, અલ્લાહની મસ્જિદોને તેઓ જ આબાદ બનાવે છે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન લાવ્યા હોય.”
(તિર્મિઝી, મિશ્કાત, બાબુલમસાજિદ પા. ૨૧)
હઝરત બુરતદહ રદી.ની રિવાયત છણ. રસૂલુલપલાહ સ.અ.વ.એ ફરમાવપયું : “જણ લધકધ અંધારામાં મસપજિદધમાં જનારા છણ તણમનણ કયામતમાં સંપૂરપણ પપરકાશ (નૂરણતામ)ના ખુશખબર સંભળાવી દધ.”
(તિર્મિઝી, મિશ્કાત, પા. ૬૬)