એક વખત ઇસ્લામના દ્વિતીય ખલીફા હઝરત ઉમર રદી. મદીનાની શેરીઓમાં ફરી રહ્યા હતા તે દરમિયાન તેમણે એક સ્ત્રીને અમુક કવિતાની પંક્તિઓ બોલતા સાંભળી. જેનો અર્થ કઇંક આવો હતો.
“રાત્રી લાંબી થઇ રહી છે, તારાઓ પ્રકાશી રહ્યા છે મેન એ વાતે પિતવળ કરી ચુકી છે કે મારો પ્રિયતમ (પતિ) મારી પાસે નથી કે હું તેની સાથે સ્નેહ કરૃં. ખુદાના સોગંધ જો અલ્લાહના પ્રકોપ નો ડર ન હોત તો આ પલંગના દરેક સાંધા અલગ થઇ ગયા હોત, પરંતુ હું એક એવા નિરિક્ષક અને ખબર રાખનારથી ડરૃં છું જેના લખનારાઓ જીવનભર આપના એહવાલો લખવાથી થાકતા નથી. મારા રબ (સર્જનહારની)નીલ બીક અને લજ્જાએ મને રોકી દીધી છે- મારો પતિ પોતાના પદ પ્રાપ્ત કરે.”
આ પંક્તિઓ સાંભળીને હઝરત ઉમર રદી. એ તે સ્ત્રીથી પુછયુ, “શું વાત છે, આ પંક્તિઓ કેમ ઉચ્ચારી રહી છે?” તે સ્ત્રીએ જવાબ આપ્યો, “મારો પતિ ઘણા મહિનાઓથી પ્રદેશમાં છે. અને હવે હું તેના માટે વિહવળ છું”. હઝરત ઉમર રદી. કહ્યું શું તમારા મનમાં કોઇ ખોટો ઇરાદો છે? તેણીએ કહ્યું, “અલ્લાહની પનાહ મારો એવો કોઇ ઇરાદો નથી.” હઝરત ઉમર રદી. તેને કહ્યું, “પોતાની મનેચ્છાઓને કાબૂમાં રાખજે કેમ કે મનેચ્છા જ આ વાત માટે ઉશ્કેરે છે.”
તે પછી હઝરત ઉમર રદી. અલ્લાહના રસુલના પુનિત પત્ની હઝરત હફ્સા રદી. પાસે આવ્યા જેઓ તેમની દીકરી પણ હતી. અને તેમનાથી કહ્યું, “હું તમારાથી એક મહત્વના પ્રશ્ને કંઇક જાણવા માંગુ છું, જેણે મને ખૂબ પરેશાન કરી મૂક્યો છે. તમે મારી પરેશાની દૂર કરી આપો. પછી તેમનાથી પુછયું કે મને એ બતાવો કે સ્ત્રી પોતાના પતિથી કેટલા દિવસ દૂર રહી શકે છે.” આ સાંભળીને હઝરત હફ્સા રદી.એ શરમ અને લજ્જાથી પોતાનું માથું ઝુકાવી દીધું. પોતાના જ બાપને આ જવાબ આપતા તેઓ શરમ અનુભવી રહ્યા હતા. હઝરત ઉમર રદી. એ પ્રેમથી તેમને કહ્યું ” અલ્લાહ તઆલા સત્ય વાત કહેતા નથી શરમાતો”. આ સાંભળીને હઝરત હફ્સા રદી.એ “પોતાની આંગણીઓથી ઇશારો કર્યો કે ત્રણ અથવા ચાર મહિના” પછી હઝરત ઉમર રદી.એ આદેશ જારી કર્યો કે સૈનિકોને સરહદ ઉપર ચાર મહીનાથી વધારે રોકવામાં ન આવે. ચાર મહિના પછી તેમને ફરજીયાત પોતાના ઘરે જવાની રજા આપવામાં આવે.
આ બનાવમાં બે ચરિત્ર છે. એક ચરિત્ર પેલી સ્ત્રીનું છે જે પોતાના અલ્લાહથી ડરે છે. તે જાણે છે કે તે તેનું નિરિક્ષણ કરી રહ્યો છે. તેનો પતિ અલ્લાહના માર્ગમાં જિહાદ માટે નિકળ્યો છે. તેને ઘણા મહીના થઇ ગયા છે. તે એવો મિશન ઉપર ગયો છે જે માનવોને જુલ્મ અને શોષણથી મુક્તિ આપનારૃં છે. આ સ્ત્રી પોતાના પતિ માટે પોતાના બિસ્તર ઉપર પાસાઓ ફેરવી રહી છે. અને તેની યાદમાં તડપી રહી છે. પંરતુ તેનો પતિ ક્યાં તેની પાસે છે કે તેની તૃપ્તા મિટાવી શકે, તેની પ્રાકૃતિક ભુખનું સમાધાન કરીને તેને તૃપ્ત કરી શકે કે જેથી તેને સાંત્વન પ્રાપ્ત થાય.
હઝરત ઉમર રદી. તેનો અવાજ સાંભળી લે છે. તેની તડપ અને જિજ્ઞાાસાને અનુભવી લે છે તેનાથી પુછે છે,”શું તે કોઇ ખોટો ઇરાદો તો નથી કર્યોને?” તેણી કહે છે, ” અલ્લાહની પનાહ હું આવું કઇ રીતે કરી શકું.” તે નેક સ્ત્રીનું મન સંપુર્ણપણે તેના નિયંત્રણમાં છે. તે પોતાના પતિ માટ વ્યગ્ર જરૃર છે પરંતુ તે પોતાની અને પોતાના પતિની ઇજ્જત- માનમર્યાદાની સંરક્ષક પણ છે. તેણી આવું કઇ રીતે કરી શકે છે જ્યારે કે પતિની ગેરહાજરીમાં પણ પોતાના અને તેના દરમિયાન કરવામાં આવેલા નિકાહ કરારનું પાલન કરી રહી છે. અને આ પવિત્ર સંબંધોની સુરક્ષા અને જાળવણી કરે છે. કુઆર્ન આ વાતની સાક્ષી આપે છે. (યુસુફે કહ્યું)”આનાથી મારો આશય એ છે કે (અઝીઝ) આ જાણી લે કે મેં પીઠપાછળ તેના સાથે વિશ્વાતઘાત ન કર્યો અને એ કે જેઓ વિશ્વાસઘાત કરે છે તેમની ચાલોને અલ્લાહ સફળ થવા દેતો નથી (સુરઃ યુસુફ- ૫૨ )”
આ સ્ત્રી જે મુસલમાન છે. ધૈર્યવાન છે, પવિત્રતા ધરાવે છે. પતિની ગેરહાજરીથી પણ તેનાથી ક્યારે કરાર અને વચન તેમજ પોતાના પાલવને પવિત્રતા સાથે સુરક્ષિત રાખે છે. આ સ્ત્રીએ હઝરત ઉમર રદી.ના દીલમાં એ વાત નાખી દીધી કે તેઓ સૈનિકો માટે આ છુટછાટના કાયદાઓ બનાવે. જેથી હઝરત ઉમર રદી. આ બનાવ પછી સૈન્યના તમામ કમાન્ડરને આદેશ મોકલ્યો કે તેઓ પોતાના ચાર મહિનાથી વધુ મુદ્દત માટે તેમના ઘરથી દૂર ના રાખે એટલે કે દર ચાર મહિના પછી તેમને ફરજીયાત રજા આપવામાં આવે.
આ પ્રેણાદાયક બનાવમાં આપણે જોયું કે આગેવાન અને રહનુમા એવો છે કે તે જેવી રીતે સરકારી માલનું નિરિક્ષણ અને સાર સંભાળ રાખે છે તે જ રીતે પ્રજાની વ્યક્તિગત અને સંવેદનશીલ પ્રશ્નો અને સમસ્યાઓનું પણ ધ્યાન રાખે છે અને નિરાકરણ લખે છે.
આપણે જોઇએ છીએ કે પ્રજા જેને ઇસ્લામે સુસાંસ્કૃત બનાવી દીધી છે તે ચારીત્ર અને નૈતિક્તાના કેટલા ઉચ્ચ દરજ્જા ઉપર છે. સાથે ખલીફા પોતે પોતાની દિકરી સાથે કોઇ પણ સંકોચ વગર આ પ્રશ્નની ચર્ચા કરે છે. તેમને આ વાતને કોઇ વાંધો દેખાતો જ નથી કે જે વાતની પોતાને જાણકારી ન હોય તે કોઇને પણ પુછી શકાય.*