પશ્ચિમ બંગાળના બશીર હાટમાં હિંસાના ઉન્માદે આ વર્ષે ૪ જુલાઈએ બે લોકો માર્યા ગયા. પાછલા ઘણા સમયથી સોશ્યલ્ મીડિયા ઉપર સતત આ હેતુની વાતો કરવામાં આવી રહી છે કે પશ્ચિમ બંગાળ, ઇસ્લામવાદી બની રહ્યું છે અને ત્યાં હિન્દુઓની સ્થિતિ લગભગ એવી છે જેવી કાશ્મીરમાં પંડીતોની હતી. મીડિયાનો એક વિભાગ આ પ્રચાર કરી રહ્યો છે કે પશ્ચિમ બંગાળ હિન્દુઓ માટે અસુરક્ષિત બની ગયુ છે અને ત્યાં મુસલમાનોનું શાસન છે. ઘણી ક્રોધથી ભરેલી ટિપ્પણીઓમાં આ કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી, મુસલમાનોનું તુષ્ટિકરણ કરી રહી છે અને તેમની સરકારની મદદથી ઇસ્લામિક કટ્ટરવાદ ફૂલીફાલી રહ્યો છે.
આ મહિનાની હિંસાની શરૃઆત ફેસબુક ઉપર એક પોસ્ટથી થઈ. આ પોસ્ટ મુસલમાનનું અપમાન કરવાવાળી હતી. કેટલાક લોકોએ ૧૭ વર્ષના એ છોકરાનું ઘર ઘેરી લીધું, જેણે ફેસબુક ઉપર આ પોસ્ટ લગાવી હતી. આના પહેલા, જ્યારે સ્થિતિ ગંભીર બની રહી હતી ત્યારે સરકારી મશીનરી નિષ્ક્રિય હતી. પોલીસ પણ ત્યારે સક્રિય થઈ જ્યારે ઘાતકી અને ખૂની ભીડે તે છોકરાના ઘરને ઘેરી લીધું. આના પછી પણ પોલીસ તેને સુરક્ષિત રીતે બચાવવામાં નિષ્ફળ રહી જોકે તેના માટે તેમને બળપ્રયોગ કરવો પડયો હતો.
આના પછી ભાજપ નેતા અતિ-સક્રિય થઈ ગયા અને તેમના એક પ્રતિનિધિમંડળે તે વિસ્તારની મુલાકાત લીધી. તેમણે એક હોસ્પિટલમાં ઘુસવાના પ્રયત્નો કર્યા, જ્યારે કાર્તિક ચંદ્ર ઘોષ નામક એક વ્યક્તિની લાશ નાખવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેએન ત્રિપાઠીએ આ હિંસા માટે મમતા બેનર્જીને ફટકાર લગાવી. મમતાને આ સારૃં નથી લાગ્યું તેમણે કહ્યું કે રાજ્યપાલ, ભાજપાના બ્લૉક સ્તરના નેતાની જેમ વ્યવહાર કરી રહ્યા છે. કેએન ત્રિપાઠી અને ભાજપા નેતા રાહુલ સિન્હાને ‘મોદી વાહિનીના સમર્પિત સૈનિક’ બતાવવામાં આવ્યો.
આ કોમી રમખાણે રાજનૈતિક રંગ લઈ લીધો છે. ભાજપાએ મમતા બેનર્જી ઉપર મુસલમાનોનું તુષ્ટિકરણ કરવાનો આરોપ લગાવ્યો છે જ્યારે શાસક દળ તૃણમૂલ કોંગ્રેસનો કહેવું છે કે ભાજપા, ચૂંટણીમાં લાભ લેવા માટે કોમવાદને હવા આપી રહી છે. આ વાત અદ્ભૂત છે કે આ હિંસા, જેમાં બે લોકો માર્યા ગયા તેઓના આધારે ભાજપા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપિત કરવાની માંગ કરી રહી છે.
બંગાળની પરિસ્થિતિ ઘણી જટિલ છે. મુસ્લિમ નેતૃત્વનો એક ભાગ વારંવાર ‘ધાર્મિક ભાવનાઓને ઠેસ હોવા’ના નામે હિંસા કરી રહ્યો છે. આના પહેલા, મુસ્લિમોએ કાલિયાચક નામક જગ્યા ઉપર હિંસા કરી હતી. આના માટે કમલેશ તિવારી નામક એક વ્યક્તિ દ્વારા ઇન્ટરનેટ ઉપર પૈગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના સંદર્ભમાં કોઈ અપમાનજનક ટિપ્પણીનું કારણ બતાવવામાં આવ્યું હતું. મુસ્લિમ નેતૃત્વના એક ભાગને સરકાર દ્વારા સ્વતંત્રતા આપવામાં આવી રહી છે જેનો લાભ ઉઠાવી હિન્દુત્વ દળો સમાજને ધાર્મિક આધાર ઉપર ધ્રુવીકરણ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તેઓને ગાય અને રામમંદિર જેવા મુદ્દાઓની જરૃર નથી. મુસ્લિમ નેતૃત્વનો એક પથભ્રષ્ટ હિસ્સો તેઓને પોતે જ મુદ્દાઓ ઉપલબ્ધ કરાવી રહ્યો છે.
કાલિયાચક અને હવે બશીર હાટની હિંસાને આ સ્વરૃપમાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે કે રાજ્યમાં હિન્દુ અસુરક્ષિત છે. કાલિયાચકમાં કોઈ અપમૃત્યુ નથી થયું જોકે સંપત્તિને ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
હિંસાના આ બંને મામલામાં સરકારની ભૂમિકા શંકાસ્પદ અને અસંતોષજનક રહી છે. સરકાર પાસે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવાનો સમય અને અવસર હતો પરંતુ પરિસ્થિતિને કાબુમાં કરવામાં ન આવી. કાયદો અને વ્યવસ્થાની મશીનરીને હિંસા થવાના પહેલા જ સક્રિય થઈ જવું જોઈતું હતું. આપણે આ કહેવામાં કોઈ સંકોચ નહીં હાવા જોઈએ કે જો સરકાર ચાહે તો તે સુનિશ્ચિત કરી શકે છે કે કોઈ પણ પ્રકારની કોમવાદી હિંસા ન થાય અને એવું કરનારા લોકોને કડકાઈથી કચડી નાખવામાં આવે. એવા માલમામાં સરકારને આ વાતનો ખ્યાલ ન કરવો જોઈએ કે તોફાની તત્વ કયા ધર્મ અથવા જાતિના છે. કોઈને પણ કાયદા વ્યવસ્થાને પોતાના હાથમાં લોવાની પરવાનગી ન આપવામાં આવે.
અહીં કહેવામાં આવી રહ્યું છે કે મમતા, મુસ્લિમોનું તુષ્ટિકરણ કરી રહી છે. આ આરોપમાં કેટલું સત્ય છે એ કહેવું ઘણું મુશ્કેલ છે પરંતુ આ તો કહી શકાય છે કે આ કહેવાતા તુષ્ટિકરણની આર્થિક દશા, દેશમાં કદાચ સૌથી ખરાબ છે. પશ્ચિમ બંગાળમાં લઘુમતિઓ માટે બજેટની રકમ બધા રાજ્યો કરતા સૌથી ઓછી છે.
પરંતુ ભાજપા રાજ્યમાં કોમવાદી ધ્રુવીકરણ સાથે સંકળાયેલું છે. જે રાજ્યમાં ક્યારેય રામનવમી નહોતી મનાવવામાં આવતી ત્યાં આ વર્ષે રામનવમી ઉપર સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં લોકોએ હાથોમાં નગ્ન તલવારો લીધો હતો. રાજ્યમાં ગણેશોત્સવને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જ્યારે કે ત્યાં આના પહેલા સુધી માં-દુર્ગા જ મુખ્ય દેવી હતી.
આ હિંસાથી કોને ફાયદો થાય છે? ભારતમાં કોમવાદી હિંસાઓનું અધ્યયન કરવાવાળા વિદ્વાનો જેવા કે પૉલ બ્રાસનું કહેવું છે કે ભારતમાં એક સંસ્થાકીય તોફાન-તંત્ર છે. યેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનથી આ સામે આવ્યું છે કે કોમવાદી હિંસાથી છેલ્લે ભાજપાને જ ફાયદો થાય છે. જે લોકો ઝનૂની મુસલમાનોને ખુશ કરવામાં લાગેગા છે તેઓને આ સમજવું પડશે કે જો તેઓ આવું કરશે તો આનાથી માત્ર અને માત્ર ભાજપા જ ફાયદો ઉઠાવશે. સરકારની આ બંધારણીય જવાબદારી છે કે સમાજમાં શાંતિ સ્થાપવા માટે અને હિંસા કરવાવાળા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે ચાહે તેઓ કોઈપણ ધર્મના હોય.
બશીર હાટના ઘટનાક્રમના ચાર તબક્કા હતા. પહેલા તબક્કામાં ફેસબુક ઉપર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી. પછી, મુસલમાનોના એક ગ્રુપે હિંસા કરી. રાજ્ય સરકાર, હિંસા રોકવામાં નિષ્ફળ રહી. આના પછી ભાજપે મોર્ચો સંભાળ્યો અને વાતાવરણને ઝેરી કરવા માટે એવા વીડિયા મોટી સંખ્યામાં પ્રસારિત કર્યા જેમાં બતાવવામાં આવ્યું કે મુસલમાનો, હિંદુઓને મારી રહ્યા છે. ત્યારબાદ આ ખબર પડી કે આ વીડિયો બશીર હાટના ન હતા. તે ગુજરાતના ૨૦૦૨ના હુલ્લડોના વીડીયો હતા. આ ઉપરાંત, ભોજપુરી ફિલ્મોના ક્લિપ્સ પણ પ્રસારિત કરવામાં આવ્યા જેમાં આ દર્શાવવામાં આવ્યું કે હિન્દુ મહિલાઓ સાથે જબરદસ્તી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ આ દાવો કર્યો છે કે હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાં હિન્દુ મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે. અમે માત્ર આ આશા રાખી શકીએ છે કે બંગાળ જેવું રાજ્ય, જે અત્યાર સુધી કોમવાદી હિંસાના વાયરસથી લગભગ મુક્ત હતું, કોમવાદના કળણમાં ઝડપાશે નહીં. આમાં સરકારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. /