Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસફુરસદના સમયથી… – ભાગ-4

ફુરસદના સમયથી… – ભાગ-4

વર્તમાન પરિસ્થિતિમાં કેટલાક લાંબા અને ટુંકા ગાળાના કામો…

(૧) દ્વેષયુક્ત (hatred) અને નકારાત્મક વિચારધારોનો સામનો સંપૂર્ણ સકારાત્મકતા અને ગુડવિલ સાથે કરવામાં આવે… જો તેઓ હિન્દુ સમુદાયની એક મોટી વસ્તીને, મુસ્લિમોથી અલગ કરી તેના દિમાગમાં, જીવલેણ અને ઝેરી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તો આપણા સૌથી મોટા પ્રયત્નો બધાને સાથે લઈ ‘ખુદા પરસ્તી’ ઉપર આધારિત, ન્યાયપ્રિય, આનંદકારક, શાંત અને સભ્ય લોકતાંત્રિક સમાજની સ્થાપના હોવી જોઈએ… દેશના પ્લુરાલિસ્ટ લોકોના ચારિત્ર્યનો સન્માન કરતા બધાને સાથે લઈ ચાલવાની ભાવના અને વ્યૂહ… આપણી સંસ્થાઓ અને સંગઠનોમાં બધાની ભાગીદારી હોય… તેઓ પોતાના કાવતરા હેઠળ હિન્દુ બહુસંખ્ય સમાજને, મુસ્લિમોથી જેટલા દૂર કરવાના પ્રયત્નો કરે, આપણે એટલા નજીક હોવા અને હિન્દુ સમાજને આપણાથી નજીક કરવાની યોજના બનાવવી… આપણા અજાણ્યા અને અજ્ઞાન ભાગલાવાદ તેઓની યોજના માટે ઘણો મદદગાર સાબિત થાય છે…

(૨) દેશના મુખ્ય પ્રવાહ સામાજિક-સાંસ્કૃતિક અને રાજનીતિક પ્રવૃત્તિઓમાં આપણા સંગઠનોની ચિંતા રહે… આ આપણો દેશ છે, તેના વિકાસ અને મજબૂતીની ચિંતા મુસ્લિમ સંગઠનોની ચિંતા રહે, કેવળ લિપ-સર્વિસ નહીં…

(૩) ઊંડી ઇસ્લામી ચિંતા સાથે (કેવળ ‘મિલ્લી સહાનુભૂતિ’ નહીં) મુસ્લિમ ચહેરાઓ મુખ્ય પ્રવાહના રાજકીય સક્રિયતામાં નજર આવે, આવી રીતે આયોજન થાય…

(૪) નવી પેઢીમાં કુઆર્નિક વિઝ્ડમથી સજ્જ એક મહાન બૌદ્ધિક વર્ગની તૈયારી માટે લાંબાગાળાની યોજના જે વિભિન્ન સમસ્યાઓ પર સાચો નેતૃત્વ કરે, આ ઘણો જરૂરી છે પરંતુ મિલ્લી સંગઠન સામાન્ય રીતે ગાફેલ છે… નવી પેઢીમાં કોમી સહાનુભૂતિમાં ઘોંઘાટિયું કરનારા વિઝ્ડમલેસ ભાવુક યુવાઓની ભીડ વધતી જઈ રહી છે. સૌશ્યલ્ મીડિયાથી આનો સરળ અંદાજો લગાવી શકાય છે.

(૫) કોઈ મુદ્દા અને ઘટનાને ફકત ‘મિલ્લી ઇસ્યૂૂ’ ન બનાવવામાં આવે. આને ‘નેશનલ હ્યુમન ઇસ્યૂ’ના સંદર્ભમાં જોવામાં આવે… કોઈ માનવીય ત્રાસ્દી ઉપર જો તે ‘લિંચિગ’ (મનસ્વી હિંસાખોરી) હોય અથવા ‘ડિસ્ક્રિ’મિનેશન’ (ભેદભાવ) બધાની સાથે લઈને ન્યાયની લડાઈ ચલાવવામાં આવે… આપણા સુઃખ-દુઃખ એક હોય… આપણે કેવળ પહલૂ ખાન અને જુનૈદ માટે ઊભા ન હોઈએ બલ્કે ઝારખંડ, છત્તીસગઢ, ઉડીસા અને દેશભરમાં દલિતો, આદિવાસીઓ અને કમજોરો-મજલૂમો માટે ઊભા હોઈએ…

(૬) ફકત સાંકેતિક વિરોધ-પ્રદર્શન અને પ્રતિરોધ નહીં, સામાજિક ન્યાય અને લોકતાંત્રિક સમાજની સ્થાપના માટે ન્યાયની લાંબી લડાઈના સંદર્ભમાં યોજના અને પ્રતિબદ્ધતાની જરૃર છે… ઝટપટ વિરોધ પ્રદર્શન પછી ચુપકીદી ક્રોધ પેદા કરે છે… એવું લાગે છે જેમ અમુક લોકો પ્રોફેશનલ દેખાવકારો પેદા થઈ ગયા છે, એક ઘટના ઉપર બુમબરાડા પછી બીજી ઘટનાની રાહ જોવામાં આવી રહી હોય…

(૭) કોઈ માનવીય ત્રાસ્દી ઉપર બધા ધાર્મિ સંગઠનો અને મોટા વ્યક્તિઓને સામુહિક રીતે આગળ આવવું જોઈએ જેવી રીતે રામગઢની ત્રાસ્દી પર પ્રથમ વખતે જોવામાં આવ્યું…

(૮) ખાધેલા-પીધેલા ઉદારવાદીઓ દ્વારા મોટા શહેરોમાં વિશેષ સ્થાનો ઉપર જમાવડા અને વિરોધપ્રદર્શનથી આગળ વધીને સ્થાનિક સ્તરે જાગૃકતા અને જુલ્મના વિરુદ્ધમાં સંગઠિત અવાજ આજની સૌથી મોટી જરૂરત છે..

(૯) અન્યાયની વિરુદ્ધ એક ખાસ કામ કાયદાકીય લડાઈ છે… જુલ્મીઓને તેના અંજામ સુધી પહોંચાડવા માટે અને મજલૂમોની મદદ માટે એક ન્યાયિક પ્રક્રિયા… આના માટે કાયદાના જાણકારો અને સક્રિય કાર્યકરોની એક મોટી ટીમ તૈયાર કરવામાં આવે, જે સંપૂર્ણ નિપૂણતા અને પ્રતિબદ્ધતા સાથે આ કાર્યમાં ચાલતો રહે…

(૧૦) મુસ્લિમ યુવાઓ, સોશ્યલ્ મીડિયા ઉપર જાગૃત રહે… ક્રોધ અપાવવા પર હિંસક સ્વરૃપ ધારણ કરી લેવું શું બહાદૂરી છે? આ જ તો ષડયંત્ર છે… ક્રોધ ઉપર કાબુ અને અતિપ્રતિક્રિયાથી બચવું વાસ્તવમાં બહાદુરી છે.. આ સાચો જવાબ નથી કે જો કોઈ તોગડિયા અને બીજો કોઈ એવું બોલી શકે છે તો કોઈ અકબર અને જુમ્મન કેમ નહીં… વિચારો શું આ કોઈ સકારાત્મક પરિપક્વ અને રચનાત્મક જવાબ છે? શું આ જવાબ ઇસ્લામી દર્શન ઉપર વિચારધારાના દાવેદારને અનુકૂળ છે…?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments