HomeસમાચારSIO ગુજરાત દ્વારા "Exploring Young Minds through Learning & Activities" અંતર્ગત સમર...

SIO ગુજરાત દ્વારા “Exploring Young Minds through Learning & Activities” અંતર્ગત સમર ઇસ્લામિક કેમ્પ 2026નું સફળ આયોજન

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન (SIO) ગુજરાત દ્વારા રાજ્યના પાંચ મુખ્ય શહેરો; અહમદાબાદ, સુરત, વડોદરા, વાપી અને મોડાસામાં “સમર ઇસ્લામિક કેમ્પ”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કેમ્પનો મુખ્ય હેતુ યુવાનોમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો, તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો અને તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવાનો હતો. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓના ઘડતર માટે વિવિધ વિષયો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું; જેમાં કુર્આનનું ચિંતન, આધ્યાત્મિક ઉન્નતિ, ઇસ્લામની મૂળભૂત સમજ, કરિયર કાઉન્સેલિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ વર્કશોપ, રમત-ગમત અને શારીરિક કસરતો, સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ટેક્નોલોજીના સકારાત્મક ઉપયોગ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

સમગ્ર કેમ્પ દરમિયાન જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો અને માર્ગદર્શકોએ પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ આ ચર્ચાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રશ્નોત્તરી દ્વારા પોતાનું જ્ઞાન વધાર્યું હતું. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને જીવનમાં પ્રામાણિકતા, નૈતિક મૂલ્યો અને શ્રેષ્ઠતા અપનાવવાની પ્રેરણા મળી છે.

SIO ગુજરાતના પ્રમુખ મુનવ્વર હુસૈને જણાવ્યું હતું કે, “આ કેમ્પને સફળ બનાવવામાં તમામ કાર્યકરો અને સહયોગીઓનું સમર્પણ તથા પ્રયાસો અત્યંત પ્રશંસનીય રહ્યા છે.” કેમ્પના અંતે, ભાગ લેનારા યુવાનો અને વિદ્યાર્થીઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સતત યોજાવા જોઈએ, કારણ કે યુવાનોના સર્વાંગી વિકાસ માટે આવા આયોજનો ખૂબ જ જરૂરી છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments