Homeસમાચારઅમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં 'ઇસ્લામી સાહિત્ય પ્રકાશન' પુસ્તકપ્રેમીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ‘ઇસ્લામી સાહિત્ય પ્રકાશન’ પુસ્તકપ્રેમીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ નેશનલ બુક ટ્રસ્ટ (NBT), ઇન્ડિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, અમદાવાદ ખાતે 24 ઑક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સવારે 11:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (AIBF) 2026’ ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તકો, સાહિત્ય, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાના આ અનેરા ઉત્સવમાં ‘ઇસ્લામી સાહિત્ય પ્રકાશન’ દ્વારા સ્ટોલ નંબર C-3 પર એક વિશેષ પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે.

આ સ્ટોલ પર વાચકો માટે 500થી વધુ ઉપયોગી પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ રહેશે, જેમાં પવિત્ર કુર્આન, પયગંબર મુહમ્મદ ﷺની વિસ્તૃત જીવનકથા, વ્યક્તિત્વ વિકાસ, સ્ત્રી અધિકાર, કૌટુંબિક વ્યવસ્થા, આદર્શ સમાજ નિર્માણ, નૈતિક મૂલ્યો તેમજ આજના વર્તમાન જ્વલંત પ્રશ્નો અને ઇસ્લામ વિશેની ગેરસમજોનું તાર્કિક નિરાકરણ કરતા ઊંડાણપૂર્વકના પુસ્તકો સામેલ છે.

સમાજમાં સદ્ભાવ, શાંતિ અને વૈચારિક સ્પષ્ટતા કેળવવા તથા વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ સ્ટોલની પરિવાર સાથે મુલાકાત લેવા માટે ઇસ્લામી સાહિત્ય પ્રકાશન પરિવાર તરફથી શહેરના તમામ સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ અને જ્ઞાનપિપાસુ નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે, તેમ અખબારી યાદીમાં સંસ્થાના સેક્રેટરી ડૉ. ફારુક અહમદે જણાવ્યું હતું.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments