વ્હાલા વાંચક મિત્રો રમઝાનનો બરકતવંતો મહિનો આવવાની તૈયારીમાં છે જે નેકીઓની વસંતઋતુ છે. તેની એક એક ક્ષણને સારી રીતે માણીએ આ અવસરને કૃપારૂપ જાણી પોતાના ઘર, સંબંધીઓ તેમજ સમાજના લોકોને યાદ દેહાની કરાવશો કે તેઓ પોતાની તર્બીયત માટે જાગૃત થાય આ મહિલાના આયોજનમાં નીચે આપેલી બાબતોને ધ્યાનમાં લેશો.
૧. રમઝાનથી પહેલા ઇસ્તકબાલે રમઝાનના આ કાર્યક્રમો, જેમ કે પ્રવચનો, જુમઆની તકરીરો મહોલ્લાના મીટિંગનું આયોજન કરશો, વ્યક્તિગત અને સામુહિક મુલાકાતો વડે જનજાગૃતિ લાવવા પ્રયાસો કરશો કે જેથી લોકો રોઝાનું મહત્ત્વ, ધ્યેય, તેના આદાબ અને અહકામ અને મસાઈલથી વાકેફ થાય.
ર. જે મુસ્લિમ વિસ્તારોથી દૂર અથવા હોસ્ટેલમાં રહેતા હોય. તેમના સુધી ઈફતાર અને સહેરીનું સમય
પત્રક પહોંચાડશો અને તેમનો ખ્યાલ રાખશો.
૩. કુર્આન પ્રશિક્ષણની સૌથી સુંદર કિતાબ છે, તેના સાથે સંબંધ દૃઢ બનાવશો. ઓછામાં ઓછું એકવાર
કુર્આન અનુવાદ સાથે પૂરું કરશો. જેઓ વાંચી ન શકતા હોય તે સાંભળી લે. કુર્આનની સમજણ પેદા કરવાના
મુતાલાએ કુર્આનની બેઠકોનું આયોજન કરવામા આવે.
૪. સમગ્ર રમજાન દરમ્યાન તરાવીહનું એહતેમામ કરવામાં આવે. ખુલાસાએ તરાવીહ (તરાવીહ સાર)નું પઠન કરવામાં આવે. શકય હોય તો સ્ત્રીઓને પણ સામૂહિક રીતે તરાવીહ અદા કરવાનું આયોજન કરવામાં આવે.
પ. રોજા ઈફતારના વ્યક્તિગત અને સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે.
૬. દેશબાંધવોને કુર્આનનું સંદેશ અને રોઝાના હેતુથી વાકેફ કરવા કાર્યક્રમો યોજી શકાય.
૭. લૈલતુલ કદ્રના મહત્ત્વથી વાકેફ કરવામાં આવેલ અને અંતિમ અશરામાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે.
૮. એ’તેકાફનું મહત્ત્વને આદાબ શીખવવામાં આવે.
૯. પોતાની ઝકાત/ઉશ્ર બૈતુલ્માલમાં જમા કરે. મુસલમાનોને ઝકાતની સામૂહિક વ્યવસ્થાથી અવગત કરાવવામાં આવે અને પ્રયત્ન કરવામાં આવે કે વધુ ને વધુ લોકો બૈતુલમાલ સાથે જાેડાઈ, ગરીબ, નાદાર, મિસ્કી અને
જરૂરતમંદ લોકોની મદદ કરવામાં આવે.
૧૦. પોતાની ખામીઓને સુધારવા અને ખૂબીઓનું વિકાસ કરવાના પ્રયત્ન કરવામાં આવે વધુ ને વધુ ઝિક્ર, ઇસ્તગફાર, દુઆ, હિફઝ, સદ્કા, ખૈરાત અને નવાફીલ વગેરેનું એહતમામ કરવામાં આવે.
૧૧. યૌમે બદ્ર અને યૌમે ફતહ મક્કાના અવસર પર કાર્યક્રમનું આયોજન કરી મિલ્લતના લોકોને જીવનનું લક્ષ્ય (અકામતે દીન)થી વાકેફ કરી શકાય.
૧ર. સદ્કએ ફિત્ર ઈદના અમુક દિવસો પહેલા સામૂહિક રીતે મજા કરી, ઈદ પહેલાં જરૂરતમંદ સુધી પહોંચાડી દેવામાં આવે જેલોમાં બંદ લોકોના પરિવારની મદદ કરવામાં આવે.
આશા છે આ બાબતને ધ્યાનમાં લઈ નૈતિકતાનો ફેલાવ, સામાજિક સુધારણા અને અલ્લાહથી સંબંધ દૃઢ
બનાવવા રમજાન માસથી પૂરેપૂરું લાભ લેશો. રમઝાન પછી જાે તમે જીવનમાં સકારાત્મક પરિવર્તન જુઓ તો કહી શકાય કે આપણા રોજા અલ્લાહના દરબારમાં કુબુલ થયા છે.