માનનીય વડાપ્રધાને સંસદને સંબોધન કરતા જે સૂત્ર આપ્યું તે હતું “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” અને આ રીતે દેશની લઘુમતીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી. ચૂંંટણી પરિણામ પેહલા તેમણે કોઈ પાર્ટીના સભ્ય તરીકે પ્રચાર કર્યો જેનો તેમને અધિકાર હતો. પરંતુ સરકારના નિર્માણ પછી તેઓ દેશના વડાપ્રધાન છે, અને સાથે જ જે લોકો વિભિન્ન પદો ઉપર બિરાજમાન થાય છે તેઓ પણ માત્ર તેમના મતદારો કે પાર્ટીના લોકો પ્રત્યે પ્રતિબદ્ધ નથી બલ્કે દેશના દરેક નાગરિક માટે કાર્યબદ્ધ હોય છે.
એક વડાપ્રધાન તરીકે છેવાડાના વ્યક્તિના નાગરિક અધિકારોની સુરક્ષા કરવી અને તેમને દેશના વિકાસમાં સમાન રીતે સામેલ કરવું તેમની જવાબદારી છે. જા વડાપ્રધાને તેમના પ્રથમ કાર્યકાળમાં દરેક વ્યક્તિ માટે અને વિશેષ રીતે લઘુમતીઓ માટે કામ કર્યું હોત તો તેમને “સૌનો વિશ્વાસ” જીતવાની વાત ન કરવી પડત. તેનો ઉલ્લેખ જ એ સૂચવે છે કે તેઓ લઘુમતીઓનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયા છે. લોક સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત વ્યÂક્ત જ નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહે છે. તેમના સંબોધનમાં લઘુમતીઓ પ્રત્યે જે વાત મૂકી છે તે સાંભળવામાં તો કર્ણપ્રિય લાગે છે, પરંતુ એ સૂચવે છે કે ગત સરકાર (૨૦૧૪ પછીની) લઘુમતી પ્રત્યે ગંભીર રહી નથી. (જાકે હકીકત આ છે કે સ્વતંત્રતા પછીથી જ મુસલમાનો માટે સરકારો એ જે કરવું જાઈતું હતું એ તો ન જ થયું. માત્ર તેમનું તૃષ્ટિકરણ જ થયું છે.) લઘુમતીની અંતિમ વ્યક્તિને બંધારણે આપેલ એ બધી મૂળભૂત સુવિધાઓ ન મળે, પ્રગતિની સમાન તકો ન મળે, તેમના અધિકારો અને પર્સનલ લાની સુરક્ષાની ગેરંટી ન મળે ત્યાં સુધી દેશ વિકસિત અને સમૃદ્ધ દેશોની કતારમાં સામેલ ન થઇ શકે.
પાછલા ૪-૫ વર્ષોમાં જે રીતે કાયદા વ્યવસ્થાનું ચીર હનન થયું છે, મોબ લીન્ચિંગની જે ઘટનાઓ બની છે, મુસ્લિમોની ધાર્મિક અને સંસ્કૃતિક ઓળખ પર જે હુમલાઓ કરવામાં આવ્યા છે. તે ખુબ જ ગંભીર બાબત છે. યુએસ કમીશન ઓન ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ તરફથી ૨૦૧૯નો જે વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં પણ ધાર્મિક સ્વતંત્રતાની બાબતમાં ભારતને ટાયર ટુ કેટેગરીમાં મુકવામાં આવ્યું છે, જે ખુબ જ ચિંતાજનક છે. ચીનની વધતી શક્તિના કારણે યુ.એસ.ના ભારત સાથે સારા સંબંધ છે અને કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ આપણા પી.એમ.ને સારો ધરોબો છે. છતાં ધાર્મિક સ્વતંત્રતા વિષે અહેવાલમાં જે કઈ કહેવામાં આવ્યું છે તે નાની વાત નથી. તેની નોંધ લઇ ઠોસ પગલાં લેવા જોઈએ.
વડાપ્રધાને ગૌરક્ષકોના વધતા અત્યાચારથી પ્રભાવિત થઇને તેમનું ડોઝીયર બનાવવાની વાત કરી હતી પરંતુ તે વાત પણ એક સુંદર ‘જુમલા’ જેવી સાબિત થઇ. બલ્કે આવી હત્યાઓમાં સંડોવાયેલા ઘણા લોકોને તેમની પાર્ટીના લોકો દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા અને મોદીજી મૌન રહ્યા. માત્ર નિવેદનોથી દેશની છબી સુધરી શકતી નથી. દેશમાં બંધારણ તો છે પરંતુ તે અમલમાં દેખાતું નથી. લઘુમતીઓમાં બીજેપી કે આરએસએસની જે છબી છે તે નરી માન્યતા નથી તેમાં વાસ્તવિકતા છે. તેને સુધારવાની જવાબદારી તેમની જ છે. લઘુમતીઓ પ્રત્યે વડાપ્રધાને જે સહાનુભુતિ દર્શાવી છે તે વાસ્તવમાં હૃદય પરિવર્તન છે કે માત્ર મુખોટો તે આવનારો સમય બતાવશે. પરંતુ ફિલ્ડમાં કોઈ પરિવર્તન દેખાતું નથી, કેમકે સ્થાનીય સ્તરે હત્યા અને હિંસાની જે ઘટના પહેલા બની રહી હતી તેમાં કોઈ કમી દેખાતી નથી અને બૌદ્ધિક સ્તરે પણ એ જ મુદ્દા ચર્ચાના વિષય છે જેમનો સંબંધ મુસલમાનો સાથે છે. જેમકે,
લોકસભામાં સૌથી પેહલા જે બિલ રજુ કરવામાં આવ્યું તે છે, ત્રિપલ તલાક બીલ. તેના માટે સરકાર એવી રીતે ઘેલી થઇ છે કે જાણે રાતો રાત ક્રાંતિ સર્જાઈ જશે અને મુસ્લિમ બહેનો માટે બધું આનંદ મંગલ થઇ જશે. બિલમાં સિવિલ સમસ્યાને ફોજદારી ગણાવી ગુના કર્યા વગર ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે. પર્સનલ લોમાં જે અમુક મતભેદ છે તે આ વાતને લઈને છે કે એક જ બેઠકમાં આપેલી ત્રણ તલાક ત્રણ ગણવી કે એક ગણવી, પરંતુ અહીં તો ‘મોલાના મોદી’ની સરકાર તેને શૂન્ય ગણી રહી છે.પતિનાજેલ જવાથી તેમનું દામ્પત્ય જીવન સુંદર બનશે કે ખોરવાઈ જશે આ નાની અમથી વાત તેમની સમજમાં આવતી નથી. તલાક વિષે મૂળ સમસ્યા મુસલમાનોમાં કાયદાની નથી બલ્કે શિક્ષણ અને જાગૃતિની છે. ધાર્મિક આગેવાનો અને સંસ્થાઓને વિશ્વાસમાં લઇ તેના માટે સામાજિક સુધારણાના પગલા લઇ શકાય છે. વાસ્તવમાં ઈસ્લામે આપેલી તલાકની પદ્ધતી સરળ, સુંદર તથા સામાજિક સુખાકારી માટે સચોટ છે.
આ જ રીતે હલાલા વિષે પણ ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છે. ઇસ્લામ એક પવિત્ર સમાજનું નિર્માણ કરવા માંગે છે. સમાજમાં અમુક લોકો એ જે ખોટી પદ્ધતિ અપનાવી છે તેને ઈસ્લામે હરામ ઠેરવી છે. છૂટાછેડાની નિયતથી કરવામાં આવતું લગ્ન ખોટું છે પરંતુ જાે કોઈ આવું કરે તો તે પણ લગ્ન વેલીડ ગણાશે. હલાલાની નોબત ત્યારે આવે છે જયારે કોઈ છૂટેછેડા પામેલ સ્ત્રી પોતાના પૂર્વ પતિ સાથે ફરી રહેવા માગતી હોય. પરંતુ સાચી પદ્ધતિ મુજબ એક તલાકની ઇસ્લામી રીત અપનાવવામાં આવે તો હલાલાનો સવાલ જ ઉભો થતો નથી. જાકે તેને વેશ્યાવૃતિ થતી હોય એ રીતે ચિતરવામાં આવી રહ્યું છે. અને એ પણ એ લોકો દ્વારા જેમને વેશ્યાવૃતી, કોન્ટ્રાક્ટ મેરેજ, લીવ ઇન રિલેશનશીપ, ગે અને લેસ્બિયન રીલેશનને કાયદેસર માન્ય રાખ્યું છે.
આ જ રીતે હવે મદરસા શિક્ષણમાં આધુનિકતાના નામે હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોઈ મંત્રી કે સંત્રી કોઈએ પણ મદરસાની મુલાકાત લીધી નથી, અને તેના વગર જ પીપુડી વગાડવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી તો એમની જ પાર્ટીના લોકો દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા રહ્યા કે તેઓ આંતકવાદના અડ્ડા છે. મુસલમાનોના માત્ર ચાર ટકા બાળકો મદરસામાં અભ્યાસ કરી રહ્યા છે અને મોટા મદરસાઓમાં તેમને કુઆર્ન-હદીસના શિક્ષણ સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જ્ઞાન પણ પીરસવામાં આવી રહ્યું છે. સરકાર આધુનિકતાની લાલચ આપી ક્યાક તેમની સુદૃઢ વ્યવસ્થાને ખોરંભે ચઢાવવા તો નથી માગતીને તે વિચાર માગી લે છે. સરકાર સાચે જ નિખાલસ છે કે કેમ?
આવનારા દિવસોમાં જનસંખ્યાને લઈને પણ સમસ્યા ઉભી કરવામાં આવશે. તેના માટે નીતિ નિયમો લાગુ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. દ્ગઇઝ્રનો આસામમાં અમલ કર્યા પછી પૂરા દેશમાં લાગુ કરવા બીલ લોકસભામાં મૂકાવવા જઈ રહ્યું છે. તેનો ભોગ પણ મુસ્લિમ સમુદાય બનશે. રાઈટ ટુ ચિલ્ડ્રન પર તરાપ મારવામાં આવશે. મુસ્લિમ જનસંખ્યાનો હાઉ ઉભો કરી એક તરફ બહુમતિ સમુદાયને એકત્રિત કરવા અને મુસ્લિમ સમુદાયને સરકારી સવલતોથી વંચિત કરવામાં આવશે. વ્યવહારિક રીતે મુસ્લિમો પણ કુટુંબનિયોજન તરફ જઈ રહ્યા છે પરંતુ ધાર્મિક સ્વતંત્રતાના કારણે તે કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી. જનસંખ્યાના કારણે દેશનો વિકાસ અટવાઈ રહ્યો છે, કે સંસાધનો ખૂટી રહ્યા છે… વગેરે વાતો સત્ય નથી. સમસ્યા જનસંખ્યાની નથી સચોટ નીતિ અને પબ્લિક ડીશ્ટ્રીબ્યુશન સીસ્ટમની નિષ્ફળતાની છે. આપણું સોભાગ્ય છે કે આ જ જનસંખ્યાના કારણે આજે દુનિયામાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે જેને રોજગાર આપી વિકાસ યાત્રાને ગતિ આપી શકાય છે આ સાબિત કરેલ છે. મુસ્લિમ તેમની સંખ્યા વધારીને ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવી દેશે જેવા નિવેદનો માત્ર ગેરસમજ જ ઉભી નથી કરતા બલ્કે એક સમુદાય પ્રત્યે ઘૃણા અને અસુરક્ષાની ભાવના પણ પેદા કરે છે.
કેટલાક દિવસો પહલા સંત સમાજે એક માંગણી મૂકી છે કે જે રાજ્યમાં હિંદુ લઘુમતીમાં છે તેમને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે. જે રીતે આરક્ષણનો વિરોધ કરીને ઉચ્ચ વર્ણના લોકો માટે ૧૦ ટકા આરક્ષણ આપી દીધું જેના લીધે ઉચ્ચ વર્ણ વધુ મજબુત અને દલિત, ઓ.બી.સી. વધુ કમજાર બનશે. તેવી જ રીતે લઘુમતીને મળતા થોડા ઘણા લાભમાં પણ હિસ્સો પડાવી લેવામાં આવશે. જા સરકાર લઘુમતી અને વિશેષ રૂપે મુસ્લિમોને ઉપર લાવવા માગતી હોય તો તેને દરેક રાજ્યમાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલય અને આયોગની રચના કરવી જોઈએ. પરંતુ તેમની વિચારધારાના કેટલાક લોકો આ મંત્રાલય અને આયોગનો જ વિરોધ કરી રહ્યા છે. એક બાજુ વડાપ્રધાન વિકાસ અને વિશ્વાસની વાત કરે છે અને બીજી બાજુ તેમની પાર્ટી કે વિચારધારાના લોકો તેના વિરુદ્ધ નિવેદનો કરે છે. આ બધું આકસ્મિક નથી બલ્કે તેમના નિર્ધારિત એજેન્ડાનો જ ભાગ છે.‘ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે જાગતો રહેજે’ જેવું નાટક ભજવાઇ રહ્યું લાગે છે. જાે મોદીજી સાચે જ લઘુમતીઓનો વિશ્વાસ જીતવા માંગતા હોવ તો તેમને આવા નિવેદનો અને કોમવાદી ઘટનાને વખોડવી પડશે. આવી ઘટનાઓમાં જે લોકો સંડોવાયલા છે તેમના ઉપર કાયદાકીય પગલાં લેવા પડશે.
હાલ જે કંઈ થઇ રહ્યું છે તેનાથી મુસ્લિમ સ્ત્રીઓ અને પુરુષો આહત છે, સરકારને જાઈએ કે પહેલા મુસલમાનોની મૂળ સમસ્યાને જાણે, તેમની શ્રદ્ધા, ધાર્મિક સીમાઓ અને દુનિયા વિષે તેમના દ્રષ્ટિકોણને સમજે. મુસલમાનોની મૂળ સમસ્યા પર્સનલ લા વિષે જાગૃતિ, ઉચ્ચ શિક્ષણનો અભાવ, અસુરક્ષાનો ભાવ, આર્થિક કટોકટી, સામાજિક પછાતપણું, બેરોજગારી, સમાન તકોનો અભાવ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને રાજનૈતિક શૂન્યતા છે. જો સરકાર તેના માટે કોઈ પગલા લેશે તો આખા સમાજનો વિશ્વાસ જીતી શકશે. વિશ્વાસની ચૂંટણી નહીં કસોટી થાય છે, તે સામ, દામ, દંડના જારે જીતી શકાતો નથી ન્યાય અને નિખાલસ ભાવથી મેળવી શકાય છે.
મુશ્કિલ સે યે ખ્વાબ સજા હે દેખો યે ખ્વાબ ન ટૂટે
મજબુર, મઝલૂમ, જનતા હૈ દેખો યે વિશ્વાસ ન ટૂટે
–•–