જ્યારે કોઈ કોમ પોતાના આદર્શ મહાનાયકોને ભૂલી જાય છે ત્યારે તે દિશાહીન થઈ એવા ખલનાયકોનું અનુસરણ અને અનુકરણ કરવાનું ચાલુ કરે છે જે તેમને ગુલામીની ગર્તામાં ધકેલી દે છે..
ઈમામ હુસૈન રદી.જેવા મહાનાયકની શહાદત અને કરબલાની કહાણી એક એવી વિરાસત છે જેને નવી પેઢી સુધી ઈમાનદારીથી પહુંચાડવામાં આવે તો ઈમાનનો ખજાનો ક્યારેય ખાલી ના થાય અને સત્ય ની સાક્ષી આપવા માટે બલિદાન આપનારાઓની ખોટ ક્યારેય નહીં વરતાઈ.આવીજ ઉમ્મતને ઈમામતના સર્વોચ્ચ સ્થાને સમ્માનિત કરી સૃષ્ટિનું સુકાન આપવાની અલ્લાહની સુન્નત છે.
શહાદતે હુસૈન રદી. આપણા સૌને પોકારે છે…
સબક ફિર પઢ સદાકત ( સત્યનિષ્ઠા) કા, શુજાઅત (બહાદુરી) કા, અદાલત (ન્યાય) કા,
લીયા જાયેગા તુજસે કામ દુનિયા કી ઈમામત કા