Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસશું બદલાયેલું તાલિબાન અફઘાનિસ્તાનને પણ બદલી શકશે?

શું બદલાયેલું તાલિબાન અફઘાનિસ્તાનને પણ બદલી શકશે?

સતત વધતાં જતાં ભ્રમ અને અનિશ્ચિતતાઓની વચ્ચે 15 ઓગષ્ટ 2021ની રવિવારની સાંજે તાલિબાની લડવૈયાઓ કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરતાં દેખાયા અને વ્યવહારિક રૂપે તેમણે અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવી લીધું. આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની કશું પણ ખોટું નહીં થયા હોવાનું આશ્વાશન આપીને ગણતરીની કલાકોમાં દેશ છોડીને ભાગી ગયાં.

જેવાં સરકાર અને કાયદેસર નિયુક્ત અધિકારીઓએ તેમના હોદ્દાઓને ત્યાગવાનું શરૂ કર્યું અને જેવા ગાયબ થઈ ગયા, કાબુલની આસપાસના તાલિબાની લડવૈયા શહેરમાં પ્રવેશ્યા અને જેલો, પોલીસ સ્ટેશનો અને રાષ્ટ્રપતિ ભવન પર નિયંત્રણ મેળવી લીધું.

તાલિબાનનું સત્તામાં પુનઃ પ્રવેશવું મહિનાઓથી નહિ તો કેટલાક સપ્તાહોથી તો નિશ્ચિંત જ લાગી રહ્યું હતું. પરંતુ જે ગતિથી કાબુલમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત સરકાર ઝૂકી ગઈ અને પછી એ સમૂહની સામે આત્મ સમર્પણ કરી દીધું‌ જેને બે દશક પહેલા અમેરિકાનાં નેતૃત્વવાળા આક્રમણથી સત્તાથી બહાર કરી દેવામાં આવ્યાં હતાં, તેણે દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી. અને તેણે તત્કાળ ઘણાં પ્રશ્નો ઉભા કરી દીધા કે આક્રમણ શા માટે થયું હતું અને તેનાથી શું પ્રાપ્ત કરવામાં આવ્યું હતું?

હાલમાં જ અમેરિકી સરકારના એક ઓડિટ અનુસાર, પાછલા 20 વર્ષોમાં એકલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 144 અરબ ડોલર ખર્ચ કર્યા છે. 88 અરબ ડોલર દેશભરમાં 3,00,000 સૈનિકોની સાથે એક મજબૂત અફઘાન સૈન્ય બળની સ્થાપના, પ્રશિક્ષણ અને હથિયારો પર ખર્ચ કરવામાં આવ્યા હતાં, જેમણે તાલિબાનનાં ફરી આવવાના થોડાં સપ્તાહોની અંદર જ આત્મસમર્પણ કરી દીધું.

મજાની વાત આ છે કે પેંટાગનનાં અધિકારીઓ થોડા દિવસો પહેલાં આ વાત પર ભાર આપી રહ્યાં હતાં કે તેમના દ્વારા પ્રશિક્ષિત અફઘાન સેના મહિનાઓ સુધી ટકી શકે છે અને બીજું આ કે કાબુલ પોતે વધુ સમય સુધી ગંભીર દબાણમાં નહિ આવે અને તાલિબાન અને અમેરિકા સમર્થિત સરકારની વચ્ચે સત્તા વિતરણના કરારને અંતિમ રૂપ આપવામાં પર્યાપ્ત સમય લાગી જશે.

પરંતુ દુનિયાએ જોયું કે જેમ જેમ છેલ્લાં કેટલાક દિવસોથી પરાજયની આશંકા વર્તાવવા લાગી, અફઘાનિસ્તાનની પ્રોફેશનલ સેનાએ પોતાનાં હોદ્દાઓ ત્યાગવાનું શરૂ કરી દીધું અને તાલિબાનને તેમના ઠેકાણાં અને અમેરિકા દ્વારા ખરીદવામાં આવેલા હથિયારો, વાહનો અને અન્ય ઉપકરણોનું નિયંત્રણ વસ્તુતઃ સોંપી દીધું. આ સારૂ કેટલીક હદ સુધી અચાનક અમેરિકી સૈન્યના પરત જવા પર પહોંચેલા મનોવૈજ્ઞાનિક આઘાતને જવાબદાર ઠેરવી શકાય છે, અને આવનારાં સમયમાં ઘણું બધું કહેવામાં આવશે કે જો બાઈડન સરકાર પરત જવા માટે પોતાના નિર્ધારિત સમય સીમા પર ન ટક્યું હોત તો શું નું શું થઈ શકતું હતું! પરંતુ જો વિદેશી સૈન્ય બળોની ઉપસ્થિતિએજ આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત સરકારને સત્તામાં ટકાવેલી રાખી હતી, તો આની વૈધતા અને અફઘાન સમાજમાં આની જડોની ઊંડાણ વિશે શું કહીશું, વારુ?

શ્રેષ્ઠ કે દુષ્ટ જે હોય તે, હવે તાલિબાન અફઘાનિસ્તાન પર નિયંત્રણની સાથે ફરી સત્તામાં આવી ગયા છે, અને તેમનાં આ વિજયની સાથેજ સુશાસન ચલાવવાની જવાબદારી પણ તેમની ઉપરજ આવે છે. છેલ્લા એક દશકથી, તાલિબાની અધિકારીઓ અને પ્રવક્તાઓએ સાર્વજનિક રૂપે આ વલણ અપનાવ્યું છે કે તે એ જૂના તાલિબાની નથી. તેમનું સાર્વજનિક નિવેદન આ લાગણીનો સંકેત આપે છે કે તેમણે ભૂતકાળમાં ભૂલો કરી હશે, જે કદાચ અત્યંત ક્રૂર અને અસહનીય પણ હતી.

ત્યાં સુધી કે જ્યારે તેમણે છેલ્લાં કેટલાક સપ્તાહોમાં શહેરો અને પ્રાંતો પર નિયંત્રણ મેળવી લીધું છે, તાલિબાનના પ્રવક્તાઓ અને નવનિયુક્ત ક્ષેત્રીય ગવર્નરોએ સમાન રૂપે આશ્વાસન આપ્યું છે કે બાળાઓને શાળાઓમાં જતાં રોકવામાં નહી આવે અને નજ મહિલાઓને કામ પર જવાથી રોકવામાં આવશે. અને બીજું આ કે વિદેશી સૈન્ય બળો, સહાયક એજન્સીઓ અને અફઘાન સરકારની સાથે કામ કરનારાં અફઘાનોના વિરુદ્ધ પણ કોઈ બદલો લેવામાં નહિ આવે. હવે, આ જોવાનું બાકી રહ્યું છે કે શું આ નિવેદન ફક્ત જનસંપર્ક રણનીતિ જ છે કે પછી તાલિબાનની નીતિમાં વાસ્તવિક ફેરફારોના સંકેત છે!

હજુ સુધી આ સ્પષ્ટ નથી થયું કે તાલિબાની નેતૃત્વનું જમીન પર ઉપસ્થિત તેમના લડવૈયાઓ પર પ્રભાવી નિયંત્રણ છે કે નહિ ! બે દશકોમાં એક ભૂમિગત આંદોલન (Underground movement)નાં રૂપમાં તાલિબાન તેમના વિકેન્દ્રીકૃત માળખા (decentralized structure)નાં કારણે બચી ગયું. આ આંદોલન સંગઠનાત્મક માળખાના બદલે સંરક્ષણ, સગપણ, સ્થાનિક સંબંધો અને સંપર્કોના માધ્યમથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યું. સત્તાવાર ચૂંટાયેલા પ્રમુખ અને તાલિબાનનાં નેતા મુલ્લા બરાદર અને દોહામાં તેમનાં પ્રવક્તાઓએ આ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયો અને કરારોનું સમ્માન આંદોલનથી જોડાયેલ વિભિન્ન જૂથો અને સમૂહોની સાથે સાથે, ભૂમિગત યોધ્ધાઓ દ્વારા પણ કરવામાં આવશે. તેમનાં સિવાય એક યુદ્ધગ્રસ્ત દેશમાં કાયદાનું શાસન અને મૂળભૂત સ્થિરતાને સ્થાપિત કરવું અસંભવ હશે.

તાલિબાની નેતૃત્વ આ તથ્યથી પણ સારી રીતે વાકેફ હશે કે ફક્ત એટલા માટે કે અશરફ ગની સરકારની પાસે કોઈ વાસ્તવિક વૈધતા નહોતી, આનો મતલબ આ નથી કે તાલિબાનને આપોઆપ લોકપ્રિય સમર્થન પ્રાપ્ત છે. તે અફઘાન સમાજનાં વિભિન્ન વર્ગોની સાથે કેવા પ્રકારનું વર્તન કરે છે, જેમાં ત્યાંના ઘણાં જાતીય અલ્પસંખ્યકો અને મોટી સંખ્યામાં અફઘાનો શામેલ છે, જે ઇસ્લામની એ વ્યાખ્યાને નથી માનતાં જે તાલિબાન કરે છે,આ આવનારા સમયમાં ઘણું બધું નક્કી કરશે.

તાલિબાને એકધ્રુવિય દુનિયા (Unipolar world)ને ધ્વસ્ત કરવામાંમાં યોગદાન આપીને અને તથાકથિત “અમેરિકી સદી”માં સ્વયં અમેરિકા જેવી મહાસત્તાને સીમાઓ બતાવીને ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે. પરંતુ હવે તાલિબાન શું કરે છે, તે વધું મહત્વપૂર્ણ છે. તેમણે આ નિશ્ચિત કરવું પડશે કે શું તેમને અમેરિકી મહાસત્તાના પતનના લાંબા અધ્યાયમાં ફક્ત એક ફૂટનોટ તરીકે શામેલ કરાશે, અથવા તે એક એવી તાકાત બનીને ઉભરશે જે દશકોથી યુદ્ધ અને સંઘર્ષ કરી રહેલા એક ખંડિત સમાજને એક સાથે લઈને ચાલશે. તાલિબાન હવે સાચેજ ઇતિહાસના અવલોકનમાં છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments