Friday, December 13, 2024
Homeસમાચારમહિલા અફઘાન સાંસદનો દાવો - 20 ઓગષ્ટે ભારતે એરપોર્ટ પરથી જ પરત...

મહિલા અફઘાન સાંસદનો દાવો – 20 ઓગષ્ટે ભારતે એરપોર્ટ પરથી જ પરત મોકલી દીધી.

મહિલા સાંસદ ઇસ્તંબુલથી દુબઈની ફ્લાઇટથી દિલ્હી પહોંચી હતી.

એક મહિલા અફઘાન સાંસદનો દાવો છે કે તેને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 20 ઓગષ્ટના દિવસે ડિપોર્ટ કરી દેવામાં આવી.

સાંસદ રંગીના કરગર 15 ઓગષ્ટે કાબુલ પર તાલિબાનના કબ્જાના પાંચ દિવસ બાદ દિલ્હી પહોંચી હતી. રંગીન વોલેસી જીરગાની મેમ્બર છે, જ્યાં તે ફરયાબ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મહિલા સાંસદ 20 ઓગષ્ટે ઈસ્તંબુલથી દુબઈની ફ્લાઇટથી દિલ્હી પહોંચી હતી. તેણીએ જણાવ્યું કે તેની પાસે ઓફિસિયલ પાસપોર્ટ પણ છે, જે ભારતની સાથે કરાર હેઠળ વિઝા મુક્ત યાત્રાની સુવિધા આપે છે.

રંગીના કરગરે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તે આ પાસપોર્ટ પર ઘણી વાર ભારતની યાત્રા કરી ચૂકી છે અને તેને દર વખતે પ્રવેશ કરવા દેવામાં આવ્યો છે. પરંતુ આ વખતે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને રોકાવા મટે કહ્યું અને જ્યારે તેને કારણ પૂછ્યું તો અધિકારીઓએ જણાવ્યું કે તેને તેના ઉપરી અધિકારીઓ સાથે વાત કરવી પડશે.

19 ઓગષ્ટે જ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારતનો ફોકસ અફઘાનિસ્તાન અને ત્યાંનાં લોકોની સાથે ઐતિહાસિક સંબંધો જાળવી રાખવા પર હશે. એક્સપ્રેસે વિદેશ મંત્રાલયના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે તે રંગીના કરગરના બનાવથી અજાણ છે.

એર પોર્ટ પર શું થયું?
રંગીના એ જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર બે કલાક રોક્યા બાદ તેને તે જ એરલાઈન્સ મારફત દુબઈના રસ્તેથી ફરી ઈસ્તંબુલ મોકલી દેવામાં આવી. 2010થી સાંસદ સભ્ય કરગરે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “મને ડિપોર્ટ કરી દેવામાં આવી. મારી સાથે ગુનેગારો જેવો વર્તાવ કરવામાં આવ્યો. મને મારો પાસપોર્ટ દુબઈ નહિ બલ્કે ઇસ્તંબુલમાં ફરી મળ્યો.”

“જે મારી સાથે દિલ્હીમાં થયું તે યોગ્ય નહોતું. કાબુલમાં પરિસ્થિતિ બદલી ગઈ છે અને હું આશા રાખું છું કે ભારત સરકાર અફઘાન સ્ત્રીઓની મદદ કરશે. મને ડિપોર્ટેશનનું કોઈ કારણ જણાવ્યું નથી.” રંગીના કરગર

કરગરે જણાવ્યું કે 20 ઓગષ્ટે સાઉથ દિલ્હીના એક હોસ્પિટલમાં તેની એક ડોક્ટર સાથે એપોઈન્ટમેંટ હતી અને 22 ઓગષ્ટે ઇસ્તંબુલની પરત ટિકિટ હતી.

મહિલા સાંસદે કહ્યું,. “મે ગાંધીના ભારતથી આ આશા નહોતી રાખી. અમે ભારતના હંમેશા મિત્ર રહ્યાં, રણનૈતિક અને ઐતિહાસિક સંબંધો રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે એક મહિલા અને સાંસદની સાથે આવો વર્તાવ કર્યો. તેમણે મને એરપોર્ટ પર કહ્યું કે માફ કરશો, અમે તમારી કોઈ મદદ કરી શકતા નથી.”

સાભાર : ક્વિન્ટ હિન્દી


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments