સ્ટીફન હોકિંગ વિશ્વ વિખ્યાત ભૌતિક વૈજ્ઞાનિક હતા, જેમને વિશેષરૃપે બ્લેક હૉલના સંદર્ભમાં બ્રહ્માંડ વિજ્ઞાન, સામાન્ય સાપેક્ષતા અને ક્વાંટમ ગ્રેવિટીના ક્ષેત્રોમાં યોગદાન માટે ઓળખવામાં આવે છે. ઈ.સ. ૧૯૬૦ અને ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં તેમણે સામાન્ય સાપેક્ષતાના માળખામાંની એકરૃપતા વિષે ભૂ-ખંડિત પ્રમેયો ઉપર કાર્ય કર્યું, અને સૈદ્ધાંતિક ભવિષ્યવાણી કરતાં જણાવ્યું કે બ્લેક હૉલ વિ કિરણનું ઉત્સર્જન કરે છે જેને આજે હોકિંગ વિકિરણના નામે ઓળખવામાં આવે છે. તેમણે જાણીતા વિજ્ઞાનના કેટલાય કાર્યોને પણ પ્રકાશિત કર્યા છે, જેમાં તેમણે પોતાના સિદ્ધાંતો અને બ્રહ્માંડ-વિજ્ઞાન વિષે સામાન્યરૃપે ચર્ચા પ્રસ્તુત કરી છે, જેમાં સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ સામેલ છે. તેમણે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પછીથી ભૌતિકશાસ્ત્રના સૌથી મહાન મણકાઓમાંથી એક માનવામાં આવે છે. સ્વયં પોતાના શબ્દોમાં ઃ “મારો ઉદ્દેશ્ય સરળ છે. આ બ્રહ્માંડ શા માટે છે? અને આનું અસ્તિત્વ શું છે?”
૨૧ વર્ષની વયમાં હોકિંગે એમિયો-થ્રોફિક લેટરલ સ્કેલોરોસિમ (ALS)ના સૌ પ્રથમ ચિહ્નો જોવા મળ્યા જેનાથી અંતમાં તેમના બધા જ ન્યૂરોમસ્ક્યુલર કન્ટ્રોલ સમાપ્ત થતા ગયા. જો કે ડોકટરોએ અંદાજો લગાવ્યો હતો કે હોકિંગ બે કે ત્રણ વર્ષથી વધુ જીવિત નહીં રહી શકે. તેઓ ધીમે ધીમે પોતાના હાથ, પગ અને અવાજના ઉપયોગની ક્ષમતા તો ગુમાવી જ ચૂક્યા હતા, પરંતુ ડોકટરોના અંદાજને પણ તેઓ હરાવી ચૂક્યા હતા.
ઈ.સ. ૧૯૬૫માં તેમણે છાત્રા/વિદ્યાર્થિની જેન વાઇલ્ડ સાથે લગ્ન કર્યા. જેન અને તેમના ડોકટરેટના શિક્ષક ડેનિસ સિયમાની મદદથી હોકિંગે પી.એચ.ડી. પૂરી કરી કેમ્બ્રિજના ગોનવિલે અને કૈયૂસ કોલેજમાં એક રિસર્ચ ફેલો બન્યા બાદના પ્રોફેસરિયલ ફેલોના રૃપમાં ઓળખાયા.
ઈ.સ. ૧૯૬૮માં તેઓ કેમ્બ્રિજમાં ખગોળ વિજ્ઞાન સંસ્થાન સાથે જોડાયા બાદ તેમણે જટિલ ગણિતના માધ્યમથી બ્લેક હૉલમાં ઉષ્મપ્રૌઢ (Thermo-dynamics)ના કાયદા-નિયમને લાગુ કરવાનું શરૃ કરી દીધું. ઈ.સ. ૧૯૬૦ના દાયકાના અંતમાં તેમણે તેમના કેમ્બ્રિજના મિત્ર તથા સહયોગી, રોજર પેનરોજે ઈ.સ. ૧૯૭૦માં આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સામાન્ય સિદ્ધાંતના નેતૃૃત્વવાળા એક નવા જટિલ ગણિતીય મોડલને લાગુ કર્યો, જેમાં હોકિંગે કેટલાક અસાધારણ પ્રમેયોને પ્રથમ પુરવાર કર્યા. આ પ્રમેયે સ્પેસ ટાઈમમાં એક અદ્ભૂતતાના અસ્તિત્વ માટે પૂરતી શરતોનો એક સેટ પ્રદાન કર્યો અને આ પણ સ્થાપિત કર્યું કે અંતરિક્ષ અને સમય વાસ્તવમાં એક બિગ બૈંગ ઘટનાથી શરૃ થયો, અને બ્લેક હૉલના રૃપમાં સમાપ્ત થશે. વાસ્તવમાં તેમણે પનરોઈસના વિચારને ઉલ્ટાવી દીધો હતો કે એક બ્લેક હૉલનું નિર્માણ અદ્ભૂતતા ભણી વધે છે. અને આ પુરવાર કર્યું કે આ અદ્ભૂતતા જ છે કે જેણે સૃષ્ટિના સર્જનને જન્મ આપ્યો છે.
બ્રૈન્ડન કાર્ટર, વર્નર ઇઝરાઈલ અને ડેવિડ રૉબિન્સનના સહયોગથી તેમણે જૉન વ્હીલરના કહેવાતા “નો હેયર પ્રમેય”ના ગણિતીય પુરાવા આપ્યા કે જે કોઈ પણ બ્લેક હૉલને દ્રવ્યમાન, કોણીય ગતિ અને વિદ્યુત પ્રભારના ત્રણ ગુણોના આધારે વર્ણવે છે અને થર્મોડાયનામિક્સ જેવા ચાર શાસ્ત્રીય કાયદાઓ સમાન બલ્કે હૉલ યાંત્રિકીના ચાર કાયદાઓ-નિયમોને પ્રસ્તાવિત કર્યા. ગામા રે એમિશનના વિશ્લેષણથી તેમણે આ પણ સલાહ આપી કે બિગ બૈંગ પછી પ્રાઇમર્ડિયલ કે મિનિ “બ્લેક બ્લેક હૉલ”ની રચના થાય છે.
ઈ.સ. ૧૯૭૪માં હોકિંગ અને જૈકબ બીકેન્સ્ટીને જણાવ્યું કે બ્લેક હૉલ વાસ્તવમાં પૂરી રીતે કાળું નથી, બલ્કે એ થર્મલી ઉપ-પરમાણુ કણોનું નિર્માણ અને ઉત્સર્જન કરવું જોઈએ, જેને આજે હૉકિંગ વિકિરણના નામે ઓળખવામાં આવે છે, જ્યાં સુધી કે તે અંતે પોતાની ઊર્જા પૂરી રીતે વાપરીને વરાળમાં બદલાઈ જાય છે. તેમણે બ્લેક હૉલ સ્ટ્રિગ થીયરી અને આકાશગંગામાં બ્લેક હૉલના જન્મના વિસ્ફોટમાં અનુસંધાનના કાર્યને ચાલુ રાખ્યું.
ઈશ્વરના અસ્તિત્વ વિષે હોકિંગના વિચારો ચર્ચાનો વિષય રહ્યા છે, ખાસ કરીને ઈ.સ. ૧૯૮૮ના “અ બ્રિફ હિસ્ટ્રી ઑફ ટાઈમ” પછીથી, જેમાં તેમણે આ વિચાર રજૂ કર્યો કે સર્વ કાંઈના આ વ્યાપક સિદ્ધાંતના સંશોધનથી આપણને “ઈશ્વરનું મન” જાણવાની અનુમતિ પ્રાપ્ત થઈ છે, જેની કેટલાક લોકોએ શાબ્દિક અને કેટલાક સાહિત્યકના રૃપમાં વ્યાખ્યા કરી છે. જોકે તેમના ઈ.સ. ૨૦૧૦ના પુસ્તક “ધી ગ્રૈન્ડ ડિઝાઈન”માં તેમણે સ્પષ્ટ રૃપે કહ્યું છે કે “સ્હજ રચનાનું કારણ કંઈ ન હોવા છતાં કંઈ તો છે, શા માટે બ્રહ્માંડ મૌજૂદ છે., આપણે શા માટે મૌજૂદ છીએ. બ્રહ્માંડને સેટ કરવા માટે… ભગવાનને આહ્વાન કરવું આવશ્યક નથી.” /