ગુરુવારના દિવસે દિલ્હીના માલવિયા નગરના બેગમપુર વિસ્તારમાં અમુક લોકોએ મોહમ્મદ અઝીમ નામના એક 8 વર્ષીય મદ્રેસાના વિદ્યાર્થિની હત્યા કરી નાખી. આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
સામાજીક કાર્યકર્તા નદીમ ખાનના નેતૃત્વ હેઠળ યુનાઈટેડ અગેન્સ્ટ હેટની ટીમે મદ્રેસાની મુલાકાત લીધી અને વિદ્યાર્થી અને સંચાલકો સાથે વાતચીત કરી.
કહેવામાં આવી રહ્યું છે કે ઘટના ગુરુવારની બપોર આસપાસ થઈ છે. મદ્રેસો બંધ હતો. મદ્રેસાના હોસ્ટેલમાં રહેનારા અમુક વિદ્યાર્થી મદ્રેસાની બહાર રમી રહ્યા હતા. તે જ સમયે વિસ્તારના અમુક યુવાઓએ તેમના ઉપર હુમલો કર્યો, અમુક લોકોને સામાન્ય ઇજા પહોંચી, જ્યારે અઝીમને માથા ઉપર ગંભીર ઇજા પહોંચી, તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
નદીમ ખાન જણાવે છે કે મદ્રેસાના વિદ્યાર્થીઓને નિયમિત રૂપથી હેરાન કરવામાં આવી રહ્યા હતાં, ક્યારેક પત્થર ફેંકવામાં આવતા હતાં, ક્યારેક વ્હિસ્કી, દારૂની બોટલો મદ્રેસામાં ફેંકતા હતા.
વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર નહાસ માલાએ મેવાત સ્થિત શહીદ ‘અઝીમ’ના ઘરે ગયા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી અને ઘોષણા કરી છે કે શહીદ અઝીમના બંને ભાઈઓ (મુસ્તફા અને મુસ્તકીમ)ની અનુસ્નાતક સુધીનો ભણતરનો ખર્ચ એસઆઈઓ ઉપાડશે.