Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસઅલ્લાહનું સ્મરણ

અલ્લાહનું સ્મરણ

અલ્લાહ સાથે નિષ્ઠા અને તેનું ‘સ્મરણ’ વાસ્તવમાં ‘ઇસ્લામ’નો મૂળ આધાર છે. તેના વગર મનુષ્યને આ જીવન પ્રાપ્ત નથી હોતો જે ઇસ્લામમાં ઇચ્છુનીય છે. અલ્લાહનું સ્મરણ અને તેના વિચાર જ્ઞાાન જ છે જે માનવ-જીવનને સ્થાયી રૃપથી અલ્લાહ અને તેની બંદગીની સાથે જોડી રાખે છે. જે પ્રકારે શારીરિક અસ્તિત્વ માટે આવશ્યક છે કે શ્વાસ લેવાની ક્રિયાનો ક્રમ નિરંતર ચાલો રહે, બરાબર એ જ રીતે આપણા નૈતિક અને આધ્યાત્મિક અસ્તિત્વ માટે જરૂરી છે કે આપણે દરેક ક્ષણ અલ્લાહ તરફ ધ્યાન આકર્ષિત રાખો. આપણી જીભ ઉપર હંમેશાં તેનું નામ રહે. અલ્લાહનો વિચાર મનમાં એવી રીતે બેસી જાય કે આપણી ચેતનાથી અચેતના અને અચેતન મન સુધી ઊતરી જાય. અને પછી આપણી પ્રવૃત્તિઓ, આપણી ચાલ-ઢાલ, આપણી વાતચીત અને આપણું શાંતપણું, એટલે આપણી દરેક વસ્તુ આ વાતનો સંકેત હોય કે આપણે એક અલલાહના બંદા અને તેના ગુલામ છીએ. તેની મહાનતાની અનુભૂતિ આપણને ગાફેલ અને બેપરવાહ થવાથી રોકે અને તેની ખુશી પ્રાપ્ત કરવાની શુભેચ્છા દરેક ક્ષણે આપણને આ વાતનો જિજ્ઞાાસુ બનાવી રાખે કે કેવી રીતે આપણે વધુ ને વધુ સારા કર્મો કરી શકીએ. આપણે કોઈ સારા કાર્ય કરીએ તો અલ્લાહનો આભાર વ્યક્ત કરીએ અને કૃતજ્ઞાતા બતાવીએ.

દુઃખ અને કટોકટીના સમયે આપણે અલ્લાહની દયા અને મદદ માંગીએ. દરેક મુસીબતના સમયે તેના તરફ આકર્ષિત થઈએ, ગુના અને પાપના કોઈ અવસર સામે આવે તો આપણે અલ્લાહનો ભય રાખીએ. આપણાથી કોઈ ગુનો થઈ જાય તો તરત તેની ક્ષમા-માફી માંગીએ. દરેક આવશ્યકતા અને જરૂરતના સમયે તેનાથી દુઆ માંગીએ. દરેક કામ અલ્લાહના નામથી શરૃ કરીએ. ખાવા બેસીએ તો અલ્લાહનું નામ લઈને, ઊંઘવા જઈએ તો અલ્લાહનું સ્મરણ કરીને, સવારે ઊઠીએ તો અલ્લાહના સ્મરણ સાથે ઊઠીએ. સામાન્ય સ્થિતિમાં પણ કોઈના કોઈ બહાને અલ્લાહનું સ્મરણ જીભ ઉપર આવતું રહે. આ જ ખરેખર ઇસ્લામી જીવનના પ્રાણ છે.

ઇસ્લામી જીવનની માગ આ છે કે અલ્લાહનું સ્મરણ મનુષ્યની નસ-નસમાં રચી ગઈ હોય. તેમના શાશ્વત સ્મરણ વગર આપણી ઇબાદતો જે ખાસ સમયમાં અદા કરવામાં આવે છે કોઈ વિશેષ પ્રભાવ નથી આપી શકતી. તેથી કુઆર્નમાં ફકત ‘ઝિક્ર’ (સ્મરણ)ને નહીં બલ્કે ‘ઝિક્રે કસીર’ (વધુ સ્મરણ) કરવાનો ભાર મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છેઃ “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરો.” (કુઆર્ન, ૩૩ઃ૪૧)

એક બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છેઃ “…અલ્લાહને પુષ્કળ યાદ કરતા રહો, કદાચ તમને સફળતા પ્રાપ્ત થઈ જાય.” (કુઆર્ન, ૬૨ઃ૧૦)

અલ્લાહનું ‘સ્મરણ’ના આ જ મહત્ત્વના કારણે સમગ્ર દીન (ધર્મ)ને ‘ઝિક્રે રબ’ કહેવામાં આવ્યું છે. કુઆર્નમાં છેઃ “અને (હે પયગંબર ! કહો, મારા ઉપર આ વહી પણ મોકલવામાં આવી છે કે) લોકો જો સત્યમાર્ગ પર દૃઢતાપૂર્વક ચાલ્યા હોત તો અમે તેમને ખૂબ સંતૃપ્ત કરતા જેથી આ કૃપા વડે તેમની પરીક્ષા કરીએ, અને જે પોતાના રબના ઝિક્ર (સ્મરણ)થી વિમુખ બનશે તેનો રબ તેને કઠોર યાતનામાં ગ્રસ્ત કરી દેશે.” (કુઆર્ન, ૭૨ઃ૧૬-૧૭)

‘સ્મરણ’ના આ જ મહત્ત્વના કારણે કુઆર્નમાં ‘ઈમાનવાળા’ને આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહને યાદ કરતા રહો ઃ “હે નબી ! પોતાના રબ (પ્રભુ)ને સવાર અને સાંજ યાદ કર્યા કરો, મનમાં કરગરીને અને ડર સાથે અને જીભથી પણ ધીમા અવાજમાં. તમે તે લોકો પૈકીના ન થઈ જાઓ જેઓ ગફલતમાં પડેલા છે.” (કુઆર્ન, ૭ઃ૨૦૫)

અલ્લાહના ‘સ્મરણ’થી ગાફેલ રહેવામાં નુકસાનનો સોદો બતાવવામાં આવ્યો છે ઃ “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે ! તમારૃં ધન અને તમારા સંતાનો તમને અલ્લાહના સ્મરણથી ગાફેલ ન કરી દે. જે લોકો આવું કરે તેઓ જ નુકસાનમાં રહેવાના છે.” (કુઆર્ન, ૬૩ઃ૯)

ઈમાનવાળાના ગુણોનો ઉલ્લેખ કરતાં કુઆર્નમાં કહેવામાં આવ્યું છેઃ “નિશ્ચિતપણે જે પુરુષો અને જે સ્ત્રીઓ મુસ્લિમ છે, ઈમાનવાળા છે, આજ્ઞાાંકિત છે, સત્યનિષ્ઠ છે, ધૈર્યવાન છે, અલ્લાહના આગળ ઝુકનારા છે, સદ્કા (દાન) આપનારા છે, રોઝા રાખનારા છે, પોતાના ગુપ્તાંગોની રક્ષા કરનારા છે અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરનારા છે, અલ્લાહે તેમના માટે ક્ષમા અને મોટું વળતર તૈયાર કરી રાખ્યું છે.” (કુઆર્ન, ૩૩ઃ૩૫)

કુઆર્નમાં કહેવામાં આવ્યું છે કે જે બંદો મને યાદ કરશે, હું પણ તેને યાદ કરીશઃ “એટલા માટે તમે મને યાદ રાખો, હું તમને યાદ રાખીશ, અને મારો આભાર માનો, કૃતઘ્ન ન બનો.” (કુઆર્ન, ૨ઃ૧૫૨)

‘સ્મરણ’ને દિલની પૂર્તિનું કારણ બતાવ્યું અને કહેવામાં આવ્યું કે જે ઈમાનવાળા છે તેમના આત્માને અલ્લાહના સ્મરણથી જ શાંતિ અને સંતોષ પ્રાપ્ત હોય છે. “આવા જ લોકો છે તેઓ, જેમણે (આ નબીનો સંદેશ) માની લીધો છે અને તેમના હૃદયોને અલ્લાહના સ્મરણથી સંતોષ પ્રાપ્ત થાય છે. ખબરદાર રહો, અલ્લાહનું સ્મરણ જ એ વસ્તુ છે જેનાથી હૃદયોને સંતોષ પ્રાપ્ત થતો હોય છે.” (કુઆર્ન, ૧૩ઃ૨૮)

‘ઇબાદત’થી ફારેગ થયા પછી વિશેષ કરીને અલ્લાહના ‘સ્મરણ’ની તાકીદ કરવામાં આવી છે. આમાં આ વાતનો સંકેત છે કે અલ્લાહનું ‘સ્મરણ’ એક એવી ‘ઇબાદત’ છે જેનાથી કોઈ પણ દિશામાં નિવૃત્તિ અથવા ફુરસદ અપેક્ષિત નથી. આ ‘ઇબાતત’ દરેક સમયે ચાલુ રહેવું જોઈએઃ “પછી જ્યારે નમાઝ પૂરી કરી લો તો ઊભા અને બેઠાં અને સૂતાં, દરેક હાલતમાં અલ્લાહને યાદ કરતા રહો.” (કુઆર્ન, ૪ઃ૧૦૩)

‘જુમ્આ’ની નમાઝના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ઃ “પછી જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો ધરતી ઉપર ફેલાઈ જાઓ અને અલ્લાહની કૃપા (આજીવિકા) શોધો અને અલ્લાહને પુષ્કળ યાદ કરતા રહો, કદાચ તમને સફળતા પ્રાપ્ત થઈ જાય.” (કુઆર્ન, ૬૨ઃ૧૦)

હજ્જના સંદર્ભમાં કહેવામાં આવ્યુંઃ “પછી જ્યારે પોતાની હજ્જના કાર્યો પૂરા કરી લો, ત્યારે જે રીતે અગાઉ પોતાના બાપ-દાદાઓનું સ્મરણ કરતા હતા, એવી રીતે હવે અલ્લાહનું સ્મરણ કરો, બલ્કે એનાથી પણ વધુ. (પરંતુ અલ્લાહનું સ્મરણ કરનારાઓ વચ્ચે પણ ઘણો તફાવત છે) તેમનામાંથી કોઈ તો એવો છે, જે કહે છે કે હે અમારા રબ ! અમને દુનિયામાં જ બધું આપી દે. આવી વ્યક્તિ માટે આખિરત (પરલોક)માં કોઈ હિસ્સો નથી.”

કુઆર્નની ઘણી આયતોથી જાણવા મળે છે કે મોટામાં મોટા કાર્યો અને ઈબાદતોનો મૂળ તત્ત્વ અને ધ્યેય અલ્લાહનો સ્મરણ અને તેની યાદ  છે. દા.ત. નમાઝ વિશે કહેવામાં આવ્યુંઃ “હું જ અલ્લાહ છું, મારા સિવાય કોઈ ઉપાસ્ય નથી, તો તું મારી જ બંદગી કર અને મારા સ્મરણ માટે નમાઝ કાયમ કર.” (કુઆર્ન, ૨૦ઃ૧૪)

હજ્જ સંબંધી ઇબાદતો અને કર્મો વિષે નબી સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “અલ્લાહનો ઘર (કાબા)નો ‘તવાફ’ અને સફા અને મરવા દરમ્યાન ‘સઈ’ અને ‘જમરાતની રમી’ આ બધી વસ્તુઓ અલ્લાહના સ્મરણ માટે નિશ્ચિત કરવામાં આવી છે.” (અબૂદાઉદ, તિર્મિઝી).

સમજણ રાખવાવાળા વિશે બતાવવામાં આવ્યું કે તેઓના સોચ-વિચાર અલ્લાહની યાદથી ખાલી નથી હોતા. તેઓ કોઈ પણ કિસ્સામાં અલ્લાહથી ગાફેલ નથી હોતા, બ્રહ્માંડની દરેક વસ્તુ તેઓને અલ્લાહની મહાનતા અને તેના ન્યાયની યાદ અપાવતી રહે છેઃ “ધરતી અને આકાશોની રચનામાં અને રાત અને દિવસના વારા-ફરતી આવવામાં તે બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે ઘણી નિશાનીઓ છે,  જેઓ ઊઠતાં-બેસતાં અને સૂતાં, દરેક સ્થિતિમાં અલ્લાહને યાદ કરે છે અને આકાશો અને ધરતીની સંરચનામાં ચિંતન-મનન કરે છે, (તેઓ સહસા બોલી ઊઠે છે) ”પાલનહાર ! આ બધું તે નિરર્થક અને નિરુદ્દેષ્ય નથી બનાવ્યું, તું પવિત્ર અને મહાન છે એનાથી કે વ્યર્થ કામ કરે. પછી હે રબ ! અમને દોજખ (નર્ક)ની યાતનાથી બચાવી લે.” (કુઆર્ન, ૩ઃ૧૯૦-૧૯૧)

અલ્લાહનું ‘સ્મરણ’ અને તેની યાદ સમગ્ર કર્મોનો આત્મા છે, તેના વગર બધા કર્મો નિર્જીવ છે. આ જ વાતને એક ‘હદીષ’માં આ પ્રકારને સ્પષ્ટ કરવામાં આવ્યું છે –

“મુઆઝ બિન અનસ જુહની રદિ. કહે છે કે એક વ્યક્તિએ નબી સ.અ.વ.થી પૂછયું કે એ અલ્લાહના રસૂલ સ.અ.વ.! જિહાદ કરવાવાળામાં સૌથી વધીને બદલો પ્રાપ્ત કરવાવાળો કોણ છે? આપ સ.અ.વ.એ કહ્યું જે તેઓમાં સૌથી વધારે અલ્લાહનું સ્મરણ કરે છે. તેણે કહ્યું ઃ રોઝા રાખવાવાળામાં સૌથી વધારે બદલો પ્રાપ્ત કરવાવાળા કોણ છે? આપે સ.અ.વ.એ કહ્યું ઃ જે સૌથી વધારે અલ્લાહનો સ્મરણ કરે છે. પછી તે વ્યક્તિએ આ જ પ્રકારે નમાઝ, હજ્જ અને સદ્કા આપવાવાળાઓ વિશે પૂછયું  અને અલ્લાહના રસૂલ સ.અ.વ.એ દરેકનો આ જ ઉત્તર આપ્યા કે જે સૌથી વધારે અલ્લાહનું સ્મરણ કરે છે.” ઔ(હદીસઃ મુસનદ અહમદ) /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments