* હઝરત અબૂ અબ્દુલ્લાહ જદલી રદિ. ફરમાવે છે કે મે હઝરત આઇશા રદિ. પાસેથી રસૂલુલ્લાહ સ.અ.વ.ના અખ્લાક વિષે પૂછયું તો તેમણે ફરમાવ્યું: “આપ (સ.અ.વ.) ન તો નિર્લ્લજ શબ્દો બોલતા, ન તો અપશબ્દો. આપ સ.અ.વ. બજાર વચ્ચે જોર જોરથી બોલતા ન હતાં, ન તો ક્યારેય આપ સ.અ.વ.એ બુરાઇનો બદલો બુરાઇથી આપ્યો બલ્કે આપ સ.અ.વ. માફી આપી દેતા અને દરગુજર કરતા”
(તિર્મિઝી, અબ્વાબુસ્સિલહ)
* હઝરત અનસ રદિ. ફરમાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીભ ગાળો, નિર્લ્લજ વાતો અને લાનત ઠપકાથી પાક હતી. કોઇની ઉપર ગુસ્સે થતાં તો માત્ર એટલું જ કહેતાં કે, આને શું થઇ ગયું છે? આનું કપાળ ધૂળવાળું થા.
(બુખારી, કિતાબુલઅદલ)
* હઝરત અબૂહરૈરહ રદિ. ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું : “અલ્લાહ તમારાં ચહેરાં અને તમારૃં ધન નથી જોતો બલ્કે તમારાં દિલ અને તમારાં કર્મ જુએ છે.”
* હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રદિ. ફરમાવે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યંુ: “સત્ય અપનાવો કેમ કે સત્ય નેકી તરફ લઇ જાય છે અને નેકી જન્નત તરફ. માણસ સાચું બોલતો રહે છે અને સચ્ચાઇને જ અપનાવી લે છે, તો છેવટે અલ્લાહ તઆલાને ત્યાં સિદ્દીક (ઘણો સત્યવાન) લખી લેવામાં આવે છે. જૂઠથી બચો કારણ કે જૂઠ બુરાઇ તરફ દોરી જાય છે અને બુરાઇ જહન્નમ ભણી લઇ જાય છે. માણસ જૂઠ બોલતો રહે છે અને જૂઠ અપનાવી લે છે તો છેવટે અલ્લાહતઆલાની પાસે કઝ્ઝાબ (ઘણો જૂઠ્ઠો) લખી લેવામાં આવે છે.” (મુસ્લિમ)