નવી દિલ્હીમાં વિદ્યાર્થી સંગઠન SIOએ બે દિવસીય હિસ્ટ્રી સમિટનું આયોજન કર્યું.
29 ડિસેમ્બરના દિવસે શરૂ થયેલી ‘ઓલ ઇન્ડિયા હિસ્ટ્રી સમિટ’ એ ઇતિહાસકારો, એક્સપર્ટ્સ, પ્રોફેસર્સ અને એકેડેમીક લોકોના જુદા જુદા વિચારોને એક પ્લેટફોર્મ પર બહાર લાવ્યા. આ સમિટ સેન્ટર ફોર એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, સેન્ટર ફોર રીસર્ચ હૈદરાબાદ અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન દ્વારા સંયુક્ત રૂપે આયોજિત કરવામાં આવી છે.
આ સમિટ ઉપેક્ષિત સમુદાયોની વિભિન્ન સમસ્યાઓને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કરશે. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમમાં ચાલી રહેલ બે દિવસીય સમિટમાં પહેલા દિવસે સમગ્ર દેશમાંથી આવેલા વિચારકોએ પોતાના વિચારો ખુલીને સામે રાખ્યા, જેનાથી ઇતિહાસ સ્ંબંધિત શોધ પર વિદ્યાર્થીઓને સહાયતા મળશે.
આ સમિટના સમાપન સમારોહમાં સેન્ટર ફોર રીસર્ચના ડાયરેક્ટર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ પોતાના મુખ્ય ભાષણમાં કહ્યું કે આપણી ઇતિહાસની સમજ વર્તમાન રાજનીતિ ઉપર આધારીત ન હોવી જોઈએ. તેમજ સમારોહમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ઇતિહાસ વિષય પર સંશોધન કરવા ઉભાર્યા.
એસઆઈઓના રાષ્ટ્રીય અધ્યક્ષ નહાસ માલાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે સેક્યુલર, જાતિવાદી, માનવવાદી, ગૈર માનવવાદી, કટ્ટરપંથી, સાંપ્રદાયિક જેવી બનેલી અવધારણાઓ થી દૂર રહી ઇતિહાસ લેખનની એક નવી વૈકલ્પિક શોધ એકેડેમીક દુનિયા માટે એક ચેલેન્જીંગ ટાસ્ક છે, જ્યારે હિન્દુત્વ તાકતો પોતાનો નવો ઇતિહાસ લખવા માંગે છે.
પ્રોફેસર કાંચા ઈલૈયા એ પોતાના વિષય “Casting out cast – રાજનીતિમાં દલિત હસ્તક્ષેપ” પર કહ્યું કે “જાતિ એક હકીકત છે, જેના પર મુસ્લિમ વિચારકોને પણ ચર્ચા કરવી જોઈએ. “એમણે કહ્યું કે , “મુસલમાનોને હિન્દુત્વ રાજનીતિનો વિરોધ કરવો જરૂરી છે, કેમ કે એમની પાસે પોતાની હડપ્પા સભ્યતાની રાષ્ટ્રવાદી શરૂઆત છે.”
જેએનયુના પ્રોફેસર નજફ હૈદર એ કહ્યું કે, “મુસલમાનોએ હિંદુઓ અને તેમની સંસ્કૃતિ પર ઉંડાણપૂર્વક શોધ કરવી જોઈએ અને મુસ્લિમ સમુદાયના અંદર પણ એક વિશેષ વર્ગ શાસન જોવા મળે છે.”
એએમયુ ના પ્રોફેસર ઇશ્તિયાક ઝિલ્લી એ કહ્યું કે, “ભારતમાં મુઘલોનું શાસન એક મુસ્લિમ શાસન હતું, ઈસ્લામી નહી.”
આ હિસ્ટ્રી સમિટમાં 12 રાજ્યો અને 30 નેશનલ યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પહેલા દિવસે 10 રીસર્ચ પેપર પ્રસ્તુત કર્યા, જેની અધ્યક્ષતા પ્રોફેસર અય્યુબ અલીએ કરી હતી. બીજા દિવસે ડો.જાવેદ ઝફરની અધ્યક્ષતા હેઠળ 15 રીસર્ચ પેપર પ્રસ્તુત કર્યા.
અંતિમ સેશનમાં જર્મનીથી આવેલ મહેમાન Dr. Dietrich Reetz એ પણ સંબોધન કર્યું. SIOના જનરલ સેક્રેટરી ખલીક અહેમદ અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર ઝહીર હુસૈન જાફરી એ પણ સંબોધન કર્યું, જ્યારે કે મુખ્ય ભાષણ સૈયદ સઆદતુલ્લાહ હુસૈની એ આપ્યું.