અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું : “અલ્લાહે પયગમ્બર મૂસા અલૈહિસ્સલામને જણાવ્યું કે અલ્લાહના તમામ સેવકો પૈકી, સૌથી વધુ પ્રિય એ છે જે વેર વાળવા જેટલો શક્તિશાળી હોવા છતાં માફ કરી દે છે.” (મિશ્કાતુલ મસાબીહ, બૈહકી)
સમજૂતી :
સમાજના સુમેળપૂર્ણ સંચાલન માટેની આવી માફી છે તેનાથી મનને શાંતિ મળે છે અને સામાજિક સુલેહ-સંપનો માર્ગ મોકળો થાય છે.
પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. ફરમાવે છે કે અલ્લાહની નજરમાં સૌથી પ્રિય એ છે જે વેર વાળવા શક્તિમાન હોવા છતાં માફ કરી દે છે. માનવતાની આ ચરમસીમા છે, કારણ કે આવું એ જ વ્યક્તિ વિચારી શકે છે જેનું હૃદય છલોછલ ભરેલુ હોય. આજે જ્યારે નિર્દોષ વ્યક્તિઓને તેમને કોઈ વાંક ન હોવા છતાં લક્ષ્ય બનાવવામાં આવતી હોય ત્યારે આ પયગમ્બરી ડહાપણ રાષ્ટ્ર અને વિશ્વને અરીસો ધરે છે અને એ દર્શાવે છે કે સમાજમાં શાંતિ કઈ રીતે સુદૃઢ બની છે અને માનવતાના સંપૂર્ણ તે જ સાથે ઝળહળે છે.
ઈમામ મુસ્લિમની સનદ સાથેની વર્ણાવાયેલ એક હદીસમાં અબુ હુરૈરહ રદિ. જણાવ્યું કે કોઈ કે અલ્લાહના પયગમ્બરને મૂર્તિપૂજકોને શાપ આપવા માટે અનુરોધ કર્યો આ સાંભળી અલ્લાહના પયગમ્બરે કહ્યું, “હું શાપ આપવા માટે મોકલવામાં આવ્યો નથી. હું તો દયા-કરૂણા સ્વરૂપે મોકલવામાં આવ્યો છું.” સામાજિક સંવાદિતાની સ્થાપના માટે આ બાબત ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
બીજી એક હદીસમાં અલ્લાહના પયગંબરે કહ્યું, “તમે જન્નમતમાં દાખલ નહીં થાવ જ્યાં સુધી તમે ઈમાન ન લઈ આવો અને તમે ઈમાન નહીં લાવો જ્યાં સુધી તમે એકબીજાથી પ્રેમ નહીં કરો. શું હું તમને એવી વસ્તુ બતાવું કે જે તમે કરો તો તમે એકબીજાથી પ્રેમ કરશો? તમે એકબીજા વચ્ચે પ્રેમનો ફેલાવો કરો.” •