Wednesday, June 12, 2024
Homeમનોમથંનઆસામમાં મુસ્લિમોની સમસ્યાઓ અને વેદના

આસામમાં મુસ્લિમોની સમસ્યાઓ અને વેદના

આસામના બંગાળી મુસ્લિમોની સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લેતી. ૧૯૮૦માં શરણાર્થીનું નામ આપીને રાજ્યથી બહાર કાઢવાની ચળવળ શરૃ થઈ, જેના કારણે હજારો લોકોને શહીદ કરી દેવામાં આવ્યા, લાખો લોકોને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા. જોકે આ ચળવળ પ્રથમ ફકત મુસ્લિમો વિરુદ્ધની ન હતી બલ્કે તેમાં હિંદુ બંગાળી પણ સામેલ હતા. પરંતુ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)એ ઓલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયન તરફથી ચલાવવામાં આવેલી ચળવળની દિશા ફકત બંગાળી મુસ્લિમો તરફ વાળી દીધા.

૧૯૮૫માં રાજીવ ગાંધીએ આસામ  ગણ પરિષદની સાથે એક કરાર કર્યો જેને આસામ એકોર્ડ કહેવામાં આવે છે. જે અનુસાર ૨૫ માર્ચ, ૧૯૭૧ પછી જે બંગાળી મુસ્લિમ અને હિંદુ રાજ્યમાં પ્રવેશ્યા છે તેમને ભારતીય નાગરિક માનવામાં નહીં આવે. ૧૯૫૧ની પ્રથમ વસ્તી ગણતરી પછી દેશ માટે એક નાગરિક્તનું રાષ્ટ્રીય રજીસ્ટર બનાવવાની પણ ઘોષણા કરવામાં આવી કે આનો ક્યારેય અમલ થયેલ નથી. જોકે ૨૦૧૪માં ફરી જાહેરાત કરવામાં આવી. આ પણ એક વાસ્તવિકતા છે કે જ્યારે આસામ એકોર્ડ પછી વિદેશી નાગરિકોની ઓળખ માટે સર્વે કરવામાં આવ્યો તો ફકત અમુક લોકોને જ બાંગ્લાદેશી ઠેરવી શકાયા. જોકે આ દરમ્યાન પોતે આસામ ગણ પરિષદને પણ રાજ્યમાં સરકાર રચવાનો અવસર મળ્યો.  આસામ એકોર્ડ હેઠળ ગેરકાયદેસર શરણાર્થીઓની ઓળખ માટે કાયદો બનાવવામાં આવ્યો (IMDT Act) તેમની પાસે નાગરિકતાની ઓળખ માટે ૧૫ સર્ટિફિકેટ અને દસ્તાવેજમાંથી કોઈ પણ વસ્તુની મોજૂદગીને નાગરિકતાના પુરાવા અંતર્ગત સ્વીકારી લીધું. જો કે આ એક્ટમાં સુપ્રિમ કોર્ટમાં જ્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો તો રાજ્ય અને કેન્દ્ર સરકાર (બંને કોંગ્રેસી સરકારો)એ ખૂબ જ નબળો સંરક્ષણ કર્યું પરિણામે સુપ્રિમ કોર્ટે તેને સમાપ્ત કરી દીધો.

હવે સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન ઉપર ૧૫ જૂનથી પહેલા નાગરિકતાના રોાષ્ટ્રીય રજીસ્ટરને આસામને પૂર્ણ કરવાનું છે. આ દરમ્યાન સુપ્રિમ કોર્ટે એક ખાસ સમસ્યામાં નાગરિકતા માટે પંચાયતી પ્રમાણપત્રની હૈસિયતને પુનઃસ્થાપિત કર્યું જેણે રાજ્ય સરકારે સમાપ્ત કરી દીધી હતી, જેના પરિણામે લાખો લોકોની નાગરિકતા જેમાં લગભગ ૫૦ લાખ મુસ્લિમ મહિલાઓ પણ હતી, પુનઃસ્થાપિત થઈ ગઈ.

હવે એક નવી સમસ્યાઓ આ સમયે ઉભી છે, જ્યારે ભાજપની કેન્દ્રીય સરકારે આસામની નાગરિકતાના સંબંધે એક નવો ખરડો સંસદમાં રજૂ કર્યો (૨૦૧૬), જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી જે હિંદુ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી તેના ઉપર થઇ રહેલા શોષણ અને દુર્વ્યવહારના કારણે જો ભારત આવે છે ૧૧ વર્ષના બદલે ફકત ૬ વર્ષથી આસામ, મેઘાલયા વિગેમાં વસે છે તો તેઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. અહીં આ વાત સ્પષ્ટ રહેવી જોઈએ કે ભાજપ જ્યાં એક બાજુ આસામમં વસ્તિના પ્રમાણને બદલવા માંગે છે તો બીજી બાજુ તે પોતાના માટે એક મજબૂત વોટ બેન્ક ઉભી કરવા માંગે છે. એક બાજુ તેના પ્રયત્નોમાં બાંગ્લાદેશી શરણાર્થીઓના નામ ઉપર મુસ્લિમોને શંકાસ્પદ વોટર (D Voter) બનાવીને નાગરિકતાથી બાકાત કરી કરી દે ત્યાં બીજી બાજુ તેઓ આસામી હિંદુઓના મુકાબલે જેની બહુમતી ભાજપની સમર્થક નથી તો બંગાળી હિંદુઓને વસાવીને પોતાનો એક મજબૂત વોટ બેન્ક ઉભા કરવા ઇચ્છે છે. જ્યારે આ ઉદ્દેશ્ય માટે હાલમાં જ સંયુક્ત સંસદીય કમીટીએ આસામની મુલાકાત લીધી તો તેઓને ભારે વિરોધનો સામનો કરવો પડયો. આસામ ગણ પરિષદ જે ભાજપની રાજ્ય સરકારની સહયોગી છે, તેમણે ચેતવણી આપી કે જો ખરડા મંજૂર કરવામાં આવ્યો તો સરકાર સાથે છેડો ફાડવામાં આવશે.

આસામના બંગાળી મુસ્લિમોના એક ખાસ અને મોટી સમસ્યા બ્રહ્મપુત્ર નદીના પૂરની છે જેની આજુબાજુ તેઓની વસ્તી છે. દર વર્ષે લાખો લોકો તેના પરિણામે પોતાનું આશ્રયસ્થાન ગુમાવી બેસે છે. તેઓની દરેક વસ્તુ અહીં સુધી નાગરિકતાના દસ્તાવેજો પણ પૂરમાં વહી જાય છે અને તેઓ બીજી સરકારી જમીનો ઉપર વસે છે જેથી પુરાવાના અભાવના કારણે તેઓને વિદેશી ઘોષિત કરવામાં આવે છે.

એક બીજી સમસ્યા બોડોલેન્ડનો છે. ૨૦૦૩માં બોડો ટેરિટોરિયલ એરીયા ડિસ્ટ્રીસ્ટ (BTAD)ના નામ ઉપર બોડો વાસીઓ માટે એક સ્વાયત્ત કાઉન્સિલ બોડોલેન્ટ ટેરિટોરિયલ કાઉન્સિલનામ નામે બનાવવા આવી જેમાં બોડોવાસીઓને વિશેષ સુવિધાઓ આપવામાં આવી જોકે આ વસ્તીમાં મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે.

આસામમાં આ બધું આ કારણે પણ થઈ રહ્યું છે કે અહીં કાશ્મીર પછી મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ સૌથી વધુ છે. વસ્તીગણતરી હેઠળ વસ્તીમાં અહીં મુસ્લિમોની સંખ્યા ૩૪ ટકા છે. જોકે બિનસરકારી અહેવાલો અનુસાર પ્રમાણ ૪૦ ટકા જેટલું પહોંચી જાય છે. અહીં આ વાત યાદ રાખવું જોઈએ કે ૧૯૭૧માં બાંગ્લાદેશને પાકિસ્તાનથી સ્વતંત્રતા અપાવવા સમયે પોતે ભારત સરકાર બંગાળી મુસ્લમો અને હિંદુઓને અહીં વસવાની પરવાનગી આપી હતી જોકે તેનું પ્રમાણ ઘણો ઓછો છે.

દુર્ભાગ્યની વાત આ છે કે ભારતની બીજા રાજ્યોના મુસ્લિમો આસામી મુસ્લિમોની આ સમસ્યાઓ અને વેદનાથી લગભગ અજાણ છે. જમીઅતે ઉલમા અને જમાઅતે ઇસ્લામી હિંદ આ બાબતમાં રુચિ જરૃર લઈ રહી છે. તેમ છતાં જરૂરત એ વાતની છે કે ભારતીય મુસ્લિમો અને તેમના સંગઠનો આસામી મુસ્લિમોની આ સમસ્યામાં તેઓની મદદ કરે. આ વાતનો ભય સેવાઈ રહ્યો છે કે ક્યાંક તેઓની રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિની જેમ ન કરી દેવામાં આવે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments