Thursday, October 10, 2024
Homeસમાચારઈદુલ અદ્હા પ્રસંગે મૌ.જલાલુદ્દીન ઉમ્રીનો સંદેશ

ઈદુલ અદ્હા પ્રસંગે મૌ.જલાલુદ્દીન ઉમ્રીનો સંદેશ

પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રીએ ઈદનો પ્રવચન આપ્યું : મુસલમાનોને પરિસ્થિતિથી જાગૃત રહેવાની શિખામણ આપી, કહ્યું; ઉમ્મતે મુસ્લિમા આત્મનિરિક્ષણથી કામ લે, ધૈર્ય સાથે દીન ઉપર મક્કમ રહેવામાં જ ભલાઈ છે.

દુનિયાભરમાં ઈદુલઅદહા ધાર્મિક નિષ્ઠા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવી. રાજધાની દિલ્હી સહિત દેશના બધા જ ભાગોમાં મુસલમાનોએ ઈદની નમાઝ અદા કરી અને અલ્લાહથી પોતાના પ્રિય દેશમાં શાંતિની પુનઃસ્થાપના માટે દુઆ કરી. દિલ્હીના મુસ્લિમ બહુમતિ વિસ્તાર જામિયા નગર સ્થિત જમાઅતે ઇસ્લામી હિંદના કેમ્પસમાં હજારોની સંખ્યામાં લોકોએ ઈદની નમાઝ અદા કરી.

આ પ્રસંગે પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન અને જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રીએ ઈદુલ-અદહાના પ્રવચનમાં મુસ્લિમોને સંબોધતાં જણાવ્યું કે સ્થિતિ કેટલી પણ ખરાબ અને જટીલ કેમ ન હોય પણ તમારે નિરાશ થવાની જરૃર નથી. પયગમ્બરોના નમૂનારૃપ જીવનથી આપણને આ જ જાણવા મળે છે. નિરાશા અને હતાશા કોઈ પણ કોમ માટે ઘોર ઝેર જેવું છે. એવું ન થાય કે તમે ઘભરાટમાં હિંમત છોડી દો અને તમારી પ્રતિબદ્ધતા અને ઇરાદાને છોડી દો અને તમારો ઉત્સાહ ડગ મગી જાય.નિરાશાનો અર્થ આ છે કે આપણે આ વાતને ભૂલી ગયા છીએ કે નિઃશંક અલ્લાહ દરેક વસ્તુ ઉપર સામર્થ્ય ધરાવે છે. કુઆર્ન કહે છે કે ભટકેલા લોકો અલ્લાહથી નિરાશ થાય છે. મૌલાના ઉમ્રી પ્રવચનમાં વર્તમાન પરિસ્થિતિ, આપણો દેશ ભારત અને ઇસ્લામી જગતમાં ઉમ્મતે મુસ્લિમા ઉપર ચર્ચા કરી રહ્યા હતા. મૌલાનાએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારતમાં મુસ્લિમોની વસ્તી લગભગ વીસ કરોડ છે, આટલી મોટી વસ્તીના મુદ્દાઓ અને સમસ્યાઓનો ઉલ્લેખ ન તો સરકાર કરી રહી છે અને ન જ કોઈ રાજકીય પક્ષને આનો અહેસાસ છે. તેમણે જણાવ્યું કે લોકો પ્રશ્નો પૂછે છે કે આવી સ્થિતિમાં શું કરવામાં આવે? મૌલાનાએ કહ્યું કેટલીક વસ્તુઓની કાળજી લો. એક, પરિસ્થિતિ ઉપર નજર રાખો. આસાપાસની પરિસ્થિતિથી, દેશ અને સમગ્ર દુનિયાની સ્થિતિથી જાગૃત રહી યોગ્ય પગલાંઓ ભરવા. આ જીવીત કોમના પ્રતીક છે કે તે પરિસ્થિતિથી જાગૃત રહે છે અને નાજુક સ્થિતિમાં પણ પોતાના માટે રાસ્તો કાઢી લે છે. તેમણે જણાવ્યું કે ઉમ્મતે મુસ્લિમા પોતાના અમલથી જીવનની સાબિતી પૂરી પાડે. ધૈર્યની સાબિતી આપવી પડશે. પોતાના વલણ ઉપર રહો અને અલ્લાહના દીન ઉપર અમલ કરતા રહો. આ જ સફળતાની ચાવી છે. આનાથી અલ્લાહની મદદ પ્રાપ્ત થશે અને પરિસ્થિતિ જરૃર બદલાશે. મૌલાના ઉમ્રીએ પ્રશ્ન કર્યો કે જો કેટલાક લોકો ખોટા ધ્યેય સાથે એકત્ર હોય તો શું મુસ્લિમો સાચા ધ્યેય ઉપર એકત્ર ન થઈ શકે? અલ્લાહનો આદેશ છે કે ધૈર્યમાં એકબીજાથી આગળ વધી જવાનો પ્રયાસ કરો અને અલ્લાહથી ડરતા રહો, આશા છે કે સફળતા પ્રાપ્ત કરશો.

મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રીએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારતમાં વીસ કરોડ મુસ્લિમ વસ્તી વીસ હજાર ટૂકડાઓમાં વિભાજિત છે. સમયનો તકાદો છે કે ઉમ્મત એક થાય. કુઆર્ન કહે છે કે તમારૃં વજન એકતામાં છે. તેમણે કહ્યું કે મુસ્લિમો જે નાની-મોટી સમસ્યાઓમાં મૂંઝવણમાં છે તેનું ન તો દીનમાં કોઈ મહત્ત્વ છે અને ન જ દુનિયામાં. કુઆર્ન કહે છે કે પોતાની એકતાની સાબિતી અને એકતાનો આધાર ફકત અલ્લાહ અને રસૂલ સ.અ.વ.ના આજ્ઞાપાલનમાં છે. મૌલાના ઉમ્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે સમગ્ર દુનિયામાં ૫૫-૫૬ મુસ્લિમ દેશો છે, પરંતુ તેઓનું કોઈ વજન નથી અને કોઈ તેમનાથી પૂછી પણ નથી રહ્યું, બલ્કે બીજા દેશો આદેશ આપે છે. મુસ્લિમ ઉમ્મત માટે આ માટે દુઃખદ બાબત છે.

મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રીએ આ વાત ઉપર ભાર મૂક્યા કે શિક્ષણને ખૂબ ફેલાવવામાં આવે. કુઆર્ન કહે છે કે આમાં તમારી ભલાઈ છે. દેશમાં ઘણા લોકો એવા છે જે સમજે છે કે ઇસ્લામ પ્રતિસ્પર્ધી અને તેમના શત્રુઓનો ધર્મ છે. તેમણે કહ્યું કુઆર્ન અને ઇસ્લામની વાતો તે લોકોને પણ પહોંચાડવામાં આવે જે તમને શત્રુ સમજે છે. અલ્લાનો દીન કોઈ વિશેષ સંપ્રદાય, ગ્રુપ અથવા પક્ષ માટે અવતરિત નથી થયો બલ્કે સમગ્ર માનવતા અને ભારતના દરેક વ્યક્તિ માટે અવતરિત થયો છે. કુઆર્ન કહે છે કે કોણ જાણે કે આજે જેમની સાથે શત્રુતા છે તેમનાથી સુલેહ-શાંતિ થઈ જાય. પ્રવચન સમાપ્ત કરતાં મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રીએ જણાવ્યું કે અલ્લાહથી પોતાના સંબંધ સ્થાપિત કરો. અલ્લાહની રસ્સી (ઇસ્લામ)ને દૃઢતાપૂર્વક પકડી લો આના સિવાય દુનિયામાં કોઈ મજબૂત સહારો મોજૂદ નથી. જેણે અલ્લાહની રસ્સીને દૃઢતાપૂર્વક પકડી લીધો તેઓને સત્યમાર્ગ પ્રાપ્ત થઈ ગયો. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments