Sunday, July 21, 2024
Homeબાળજગતએક દિવસ, બે ઘટનાઓ

એક દિવસ, બે ઘટનાઓ

“લોકો પણ કેટલા અભણ હોય છે!” શમ્સે ગુસ્સામાં કહ્યું.

“કેમ શું થયું?” કમરે સંતોષ સાથે પૂછયું.

“લગભગ બે કલાકથી ટ્રાફિકમાં ફસાઈને આવી રહ્યો છું.  કંટાળી ગયો છું.” શમ્સે રૃમાલ કાઢીને માથાનો પસીનો સાફ કર્યો.

“તમે તો બેકારની વાત કરી રહ્યા છો. પવન, તોફાન, વરસાદ, ભૂકંપ અને ટ્રાફિક જામ ઉપર ક્યાં કોઈનું નિયંત્રણ છે?” કમરે ફિલોસોફિકલ શૈલીમાં કહ્યું.

“મારો ગુસ્સો કુદરતી ટ્રાફિક જામ ઉપર નથી, બલ્કે કૃત્રિમ અને જબરદસ્તીના ટ્રાફિક જામ ઉપર છે,” શમ્સ વિગતો જણાવવા લાગ્યો. “થયું એમ કે એક કલાક અને ચાલીસ મિનિટના જામ પછી જ્યારે અમે આગળ વધ્યા તો ખબર પડી કે એક સાયકલ-રીક્ષાવાળાએ ભૂલથી એક હોન્ડાસીટી કારને હળવી ટક્કર મારી દીધી. કારવાળાએ ત્યાં જ ગાડી રોકી દીધી અને ઉતરી ગયો. ગાડીને એક નજરે જોયા વગર રીક્ષાવાળાનો કોલર પકડી લીધો અને તમાચા પર તમાચા મારવા લાગ્યો. ભીડ જમા થઈ ગઈ અને પોલીસ પણ આવી ગઈ. પાછળ ન જાણે કેટલા કીલોમીટર સુધી ગાડીઓ, મોટરસાયકલ, ટ્રક અને વિવિધ વાહનો ઊભો થઈ ગયા… પોઈન્ટની વાત તો આ છે કે ગાડીને સ્ક્રેચ પણ આવ્યો ન હતો. મારો ઓટોવાળો એક સાક્ષી તરીકે આગળ જઈને આખી વિગતો સાંભળી આવ્યો હતો, અને તે ગાડીવાળાને ખૂબ ગાળ આપી રહ્યો હતો.”

શમ્સ અને કમર બન્ને બાળપણના મિત્ર હતા. કમર નોકરી માટે મુંબઈ સ્થળાંતરિત થઈ ગયો હતો. કાલે જ સાત દિવસની રજા ઉપર દિલ્હી પરત ફર્યો હતો. ઘણા દિવસો પછી મોકળા મને વાતો કરવાનો અવસર મળ્યો હતો.

“મને ગાડીવાળાથી સહાનુભૂતિ છે…” કમરે વિચારીને કહ્યું.

“તમે ગાંડા થઈ ગયા છો? ” શમ્સ વિશ્વાસ ન થયો.

“જુઓ હું ડ્રાઇવિંગ કરૃ છું. અને ગાડી ચલાવવાનો એક નિયમ છે. દુર્ઘટના થયા પછી જે ગાડીમાંથી પહેલા બહાર નીકળે છે, વધારે જોરથી બૂમો પાડે છે, તેને સાચો સમજવામાં આવે છે. જો ત્યાં સજ્જનતા બતાવશો તો ખૂબ માર પડશે…

આજનો જમાનો ઈમાનદારીનો નથી. કદાચ હું પણ એજ રીક્ષાવાળાને બોલતો, શક્ય છે ફટકારતો પણ. ખરો જો તે ગાડીવાળો કશું ન બોલતો તો એ રીક્ષાવાળો તેના માથા ઉપર ચઢી જતો.” કમરે સમજાવવાનો પ્રયત્ન કર્યો.

આટલામાં દરવાજાની બેલ વાગી. કમરે દરવાજો ખોલ્યો.

“અસ્સલામુ અલયકુમ” મુબશ્શિરે અંદર આવી કહ્યું. હાથ મિલાવ્યા અને ખેરખેરીયત પૂછી.

મુબશ્શિર પણ શમ્સ અને કમરનો જુનો મિત્ર હતો. તે કોમ્પ્યુટરનો નિષ્ણાંત હતો. તેણે પાછલા વર્ષે જ એક સોફ્ટવેર  કંપનીની શરૃઆત કરી હતી.

“વ અલયકુમ અસ્સલામ… ચાલીએં” કમરે ઉત્તર આપ્યો.

“ક્યાં?” શમ્સે પૂછયું.

“હું કમરને મારી ઓફિસ બતાવવા જઈ રહ્યો છું.” મુબશ્શિરે ઉત્તર આપ્યો.

“હું પણ આવું?” શમ્સે પુછયું.

“ના” મુબશ્શિરે ઇનકારમાં માથું હલાવ્યું, “અમે મોટરસાયકલ ઉપર જઈ રહ્યા છીએ અને ટ્રીપલ સવારી કાયદાની વિરુદ્ધ છે.” “સહેજ કાયદો તોડી શકાય છે.” કમરે સ્માઇલ આપતા કહ્યું.

“તમે કોને સમજાવી રહ્યા છો? આ જમાઅતે ઇસ્લામીનો કાર્યકર્તા  છે, ખોટું બોલવું, લાંચ લેવી, કાયદાનો ભંગ કરવો…. આ બધું આના વશની વાત નથી.” શમ્સની આ વાત પર બધા હસવા લાગ્યા. “ઠીક છે આમ પણ મારે કંપનીમાં જવું છે. તમે બંને સાંજે ફ્રી છો?” ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે સાંજે ભોજન સાથે લઈશું. પછી શમ્સ પોતાની કંપનીમાં રવાના થઈ ગયો. મુબશ્શિર, કમરને લઈને પોતાની ઓફસ માટે નીકળી ગયો.

મુબશ્શિર અને કમર સાંજની હળવી શિયાળાની આનંદ માણતા, જુની  દિલ્હીમાં ભાડાની ઓફિસની તરફ જઈ રહ્યા હતા. ઓફિસ અડધો કિલોમીટર દૂર જ હતી કે અચાનક એક દુર્ઘટના બની. થયું એમ કે મુબશ્શિરે હોર્ન મારીને પોતાની મોટરસાયકલ એક ગલીમાં જવા દીધી, ઉલ્ટી દિશાથી એક ઓટોવાળા ઝડપથી આવ્યો અને ટક્કર મારી દીધી. મુબશ્શિર અને કમર બંને નીચે પડી ગયા.  મોટરસાયકલ મુબશ્શિર ઉપર પડી હતી. કમર તો કપડા સાફ કરીને ઊભો થઈ ગયો, તેના જમણા હાથ  ઉપર હળવી જખ્મ આવી હતી પરંતુ બિચારો મુબશ્શિર પોતાના ઘુંટણ ઉપર હાથ મુકીને ઉઠયો. પાછળ બે ત્રણ ગાડીઓ  બીજી રોકાઈ ગઈ. લોકો ઉતરવા લાગ્યા. કમર ઓટોવાળા સામે ધસી જવા ગયો પરંતુ મુબશ્શિરના બોલવાથી રોકાઈ ગયો. બંને જણાએ મોટરસાયકલ ઉઠાવી અને ગલીના એક ખૂણામાં ઉભી કરી દીધી. “તમે લોકો હેરાન ન થાવ” મુબશ્શિરે લોકોને પોતપોતાની ગાડીઓમાં બેસવાનો અનુરોધ કર્યો. લોકો પોતપોતાના રસ્તે  નીકળી ગયા. રીક્ષાવાળો અત્યાર સુધી હાથ જોડીને ઉભો હતો. મુબશ્શિરે તેનાથી કહ્યું, “તમે રોંગ સાઈડથી આવી રહ્યા હતા અને હોર્ન પણ ન વગાડયો” રીક્ષાવાળો ખામોશ હતો. “સારૃં જાઓ.” મુબશ્શિરે એક સ્માઈલ આપીને તેને સંકેત આપ્યો અને તે રીક્ષાવાળો મુબશ્શિરને દુઆઓ આપતો નીકળી ગયો. “હવેથી હું રોંગ સાઈડ પર વાહન નહીં ચલાવીશ” તે જતા-જતા વાયદો કરતો ગયો.

કમર ફકત મુબશ્શિરને જોતો રહ્યો. તે એવી દુર્ઘટના ક્યારેય નહોતી જોઈ હતો કે કોઈને પરેશાની ન થઈ હોય અને મામલો એમ ક્ષમા-યાચનાથી ઉકેલાઈ ગયો હોય. કમરને વધારે આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે તેણે જખ્મ જોયું કે મુબશ્શિરના ઘુંટણમાં ગંભીર જખ્મ થયું છે અને તેમાંથી લોહી પણ નીકળી રહ્યું છે. તે મુબશ્શિરને લઈને હોસ્પિટલ ગયો. “તમે શા માટે એમને માર્યા નહીં. ઓછામાં ઓછો દવાનો ખર્ચ માંગવાનો જ હતો” કમરે હોસ્પિટલમાં મુબશ્શિરથી પૂછયું. “લડાઈ કરવામાં ફાયદો કોઈનો હોતો નથી. તાકત અને સમય બરબાદ થાય છે. લોકો હેરાન થાય છે તે અલગ. બિચારો ગરીબ માણસ હતો. ઇન્શાઅલ્લાહ હવે આવી ભૂલ એ ક્યારેય નહીં કરે. અને…” મુબશ્શિરર અચાનક જ ખામોશ થઈ ગયો. “અને શું?” કમરે પુછયું. “અને… અલ્લાહના રસૂલ સ.અ.વ.એ એક હદીસમાં જણાવ્યું છે કે જો તમે ઇચ્છતા હોવ કે આકાશવાળો તમારા ઉપર દયા કરે, તમારી ભૂલોને માફ કરી દે તો ધરતીવાળા ઉપર દયા કરવાનું અને તેમની ભૂલો પર ક્ષમા કરવા શીખી લો.”  કમરના દિલમાં મુબશ્શિર માટે સન્માન માટે વધારો થઈ ગયા. આ ઘટના પહેલા જ્યારે મુબશ્શિર કમરને દીને ઇસ્લામની સારી સારી વાતો બતાવતો હતો તો કમર આ કહેતો કે આ બધી ફકત બોલવાની વાતો છે, આના ઉપર આજના સમયમાં અનુસરણ નહીં થઈ શકે. પરંતુ આજે તેને વિશ્વાસ થઈ ગયો કે મુબશ્શિર જેવો નેક માણસ જે કહે છે તેના પર અમલ પણ કરે છે “આ દુનિયાના લોકો કેટલા પણ દૃૃષ્ટ હોય”

કમરે પોતાની જાતથી વાયદો કર્યો, “હવે હું હંમેશા નેકીના રસ્તા ઉપર ચાલીશ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments