Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસએક માતા, પુત્રની શોધમાં...

એક માતા, પુત્રની શોધમાં…

પાછલા થોડા દિવસોથી આપણા વડાપ્રધાન મુસ્લિમ સ્ત્રીઓ માટે ખુબજ સંવેદનશીલ દેખાયા, જેમના મોઢામાં આજ શબ્દો હતા કે મુસ્લિમ સ્ત્રીઓ સાથે કોઈ પણ પ્રકારનો અત્યાચાર સહન કરવામાં આવશે નહીં, તેઓ આ સમાજ અને કમ્યુનીટીનો ભાગ છે, કોઈ એમના પર અત્યાચાર કરે અને સહન કરવામાં આવે એ કેવી રીતે શક્ય છે ? એમની સાથે અળગો વ્યવહાર કરવામાં આવે, તેમની વિચાર શક્તિને કમજોર કરવાના પ્રયત્નો થાય, તેમની સ્વાતંત્રતાને છીનવામાં આવે, અને દેશના લોકો ચૂપ રહે, આ તો એમના પર અત્યાચાર છે, અને દેશના લોકોને પણ આ શોભનું નથી કે તેઓ આ અત્યાચારને પોતાની આંખોથી જુએ અને તેના રોકથામ માટેના પ્રયત્નો ના કરે, તલાકના નામે એમને ભયભીત કરવામાં આવે અને દેશ શાંત રહે, આ તે કેવો ન્યાય છે? હું મુસ્લિમ સ્ત્રીઓ પર અત્યાચાર નહીં થવા દઉં, સંપૂર્ણ પણે તેમના હકો તેમને મેળવતા કરીશ. આ પ્રકારના વાક્યોનો પ્રયોગ આપણા વડાપ્રધાન થોડા દિવસો મોટા પાયે કરી રહ્યા હતા. દેશનો દરેક જાગૃત નાગરિક સમજી રહ્યો હતો કે આ વાક્યો પાછળ કયુ રાજકારણ રમાઈ રહ્યું છે. પરંતુ આમને આ વાક્યોએ કેટલીક તકવાદી, લાલચુ સ્ત્રીઓને મેદાનમાં લાવીને ઊભી કરી દીધી અને તેમણે ઈસ્લામના કાયદામાં ફેરબદલી માટે સુત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમનો અભિપ્રાય કુઆર્ન અને હદીસ પ્રમાણે છે એવુ ગણાવવા લાગ્યા, અને કુઆર્નનુંં પોતાની ઇચ્છા અનુસાર અર્થઘટન કરવા લાગ્યા.

દરમ્યાન જ્ઞાાન અને સાહિત્યનું પારણું એવા જવાહરલાલ નહેરૃ વિશ્વવિદ્યાલયમાં એક હૃદયદ્રાવક ઘટના બની કે વિદ્યાર્થી શંકાસ્પદ રૃપે ગાયબ થઈ ગયું. શંકાની સોય રહી રહી હતી એ વિદ્યાર્થીઓ તરફ કે જેમનો સંબંધ એ.બી.વી.પી. સાથે છે. આના પછી એક કમજોર, નિઃસહાય અને લાચાર માતા આમતેમ ધક્કા ખાવા લાગી. બેસૂધ, આંખોથી વહેતા આંસૂ અને દુઃખ અને તકલીફની છબિ બની રસ્તા પર પોતાની સંતાનને શોધવા માટે રાત-દિવસનો ચેન ગુમાવી બેઠી. ભૂખ અને તરસનો પણ તેને ખયાલ નથી. આપણે બધા પણ કોઈને કોઈ માંની સંતાન છીએ, અને આપણે આંદાજો કરી શકીએ છીએ કે એક પુત્ર માટે માંને કેટલો પ્રેમ હોય છે. જો તેને એક કાંટો પણ વાગે તો માં વિચલિત થઈ જાય છે. અહીં માએ એક લાબાં સમયથી પોતાના દીકરાને જોયો નથી, એના વિષે કોઈ સારા સમાચાર નથી સાંભળ્યા, આશા અને ભયની વચ્ચે સમય પસાર થઈ રહ્યો છે. આવનાર સમય શી ખબર કયા સમાચાર લઈને આવે. જ્યારે આ માના દુઃખમાં સમુદ્રના મોજાની જેમ ઉછાળ આવ્યો અને ધૈર્યનો બંધ તૂટી ગયો તો લોકોએ એવુ દૃશ્ય જોયું કે જે ઈતિહાસમાં કાળા ડાઘ રૃપે યાદ રાખવામાં આવશે. એક સ્ત્રીકે જેની સંતાનની શોધમાં પોલીસ ગુનેગારોને પકડીને લાવતી, તેમને સજા કરતી, ગુનેગારોને શોધવાના પ્રયાસો કરતી, અને નજીબને પાછો લાવતી અથવા તો પોતાની ભૂલ પર અફસોસ વ્યક્ત કરતી અથવા સમયની માંગ કરતી, દીલગીર અનુભવતી. પરંતુ આવુ કશુ ના થયું એ જ માને જે પોતાની સંતાન માટે દુઃખમાં શોકગ્રસ્ત છે ગુનેગારોની જેમ ઘસડીને લઈ જવામાં આવ્યો, તેની ધરપકડ કરવામાં આવી.

મુસ્લિમ સ્ત્રીઓના હક્કોની રક્ષા કરવાના દાવાઓ પોકળ સાબિત થયા, સત્ય વિહોણા, કે જે કોઈ અર્થ અને હેતુ મેળવવા માટે બોલી દેવામાં આવ્યા હોય. નહીં તો શું નજીબની માતા મુસ્લિમ નથી? શું એનો પુત્ર એને પાછો મળે એ એનો હક નથી ? એની ધરપકડ કરનારનો ધોષ હોવું, એ મુસ્લિમ સ્ત્રીઓના હકોનું કારણ નથી? શું આ હકો નજીબની માતાને મળ્યા? શું સંદર્ભમાં આપણા વડાપ્રધાનના મોઢામાંથી કંઈ પણ વાક્યો નીકળ્યા? જવાબ દરેક ભારતીયને ખબર છે, પૂનમના ચંદ્રની જેમ દરેકને દેખાઈ ગયું કે હકીકત શું છે ? આપણા વડાપ્રધાનના મોઢાથી એ પવિત્ર શબ્દો કેમ ના નિકળ્યા, બે અને બે ચારની જેમ સ્પષ્ટ થઈ ગયું ? શું આપણા વડાપ્રધાનને લાગણી નથી ? શું તેમના ચહેરા પર દુઃખ અને ખુશી જાહેર નથી થતા? શું તેઓ હસતા અને રડતા નથી ?જવાબ પર ધ્યાન આપો, ઘટનાઓ એ કહે છે કે તેમનું હસવુ અને રડવું માત્ર રાજનીતિ ઘટનાઓ માટે જ હોય છે. તેમને રાષ્ટ્ર અને લોકોનો કોઈ ખ્યાલ રહેતો નથી. ઘટનાઓ આ દાવાઓને મજબુતાઈ આપે છે. રોહિત વેમુલાની આત્મહત્યા પર વડાપ્રધાનના અશ્રુ વહ્યા, ક્યારે કે જ્યારે તેમને લાગ્યું કે તેમની ધ્રૃણા થઈ રહી છે. ચારે બાજુથી લોકોએ તેમને ઘેરી લીધા છે, અને દલિત સમાજ જ છે કે જેણે લોકસભા ઇલેક્શનમાં તેમની સફળતાનું માપ વધાર્યું છે. દેશ અને મિડીયા તેમની વિરૂદ્ધ થઈ ગયુ હતું ત્યારે જ તેમની આંખોમાં અશ્રુઓ દેખાયા.

ચલણી નોટો બદલવાથી સાચે જ નકલી નોટો પર અંકુશ લાગશે. પરંતુ સામાન્ય નાગરિક પરેશાન છે, તકલીફમાં છે, બેંન્કોની બહાર લાંબી લાંબી લાઈન એ વાતની દલીલ છે કે યુ.પી.માં ચૂંટણી છે. વડાપ્રધાનને નાગરિકોની ચિંતાનો ભાસ થયો અને એક ભાષણ આપ્યું કે જે દરેક સમજુ વ્યક્તિની નજરમાં માત્ર લાગણી સાથેની રમત હતું. તેમના અશ્રુઓ નિકળ્યા, ઘર છોડવાના દુઃખનું વર્ણન કર્યું. શું નજીબની માતાને આનું દુઃખ નથી ? તેની સંતાન ઘરથી બહાર નથી? શું તમારૃ દુઃખ મોટુ છે કે એનું. ફેસલો એ સાચો છે કે ખોટો, અર્થશાસ્ત્રીઓ પોતાના મંતવ્યો રજુ કરી રહ્યા છે, પરંતુ એ વાત સાબિત થઈ ગઈ છે કે વડાપ્રધાન ત્યારે જ રડે છે જ્યારે તેમની કુરશી હલતી દેખાય છે. નહીતર નજીબના ગુમ થવા પર તેમના અશ્રુ કેમ ન નિકળ્યા? સૈનિકો શહીદ થયા, તેના પર અશ્રુ કેમના વહ્યા? આ દશા દરેક  વ્યક્તિ ને વિચારવા માટે આમંત્રિત કરે છે, ક્યાં છે એ લોકો જે મુસ્લિમ સ્ત્રીઓના હકોની વાતો કરતા હતા ? ક્યાં છે એમને ઇન્સાફ અપાવનારા? ક્યાંછે તેમની તકલીફોને દૂર કરનારા? ક્યાં છે મુસ્લિમ વસ્ત્રોમાં રહેનારી સ્ત્રીઓ કે જેઓ કુઆર્ન અને હદીસના ઠેકેદાર અને મુસ્લિમ સ્ત્રીઓની હમદર્દ બની હતી? હવે કેમ તેમની મોઢા પર તાળા પડેલા છે? કેમ તેમના મોઢામાંથી નજીબની માતા માટે કોઈ વાક્ય નથી નીકળતુ ? હવે કેમ તેઓ ન્યુઝ ચેનલ પર આવીને કુઆર્ન અને હદીસના પ્રકાશમાં સમસ્યાનું નિવારણ નથી આપી રહ્યા? જ્ઞાાનની બધી ચાવીઓ એમની જ પાસે છે, તો હવે તેમને શું થઈ ગયું ? શું નજીબની માતા પર અત્યાચાર નથી થઈ રહ્યો ? શું એ સ્ત્રી નથી, શરીઅતનો કયો ભાગ છે કે જે તેને તેના હેતુ મેળવવા માટે રોકી રહ્યું છે ? સત્યવાદીઓ અને અત્યાચારનો ભોગ બનેલાઓ માટેના મસીહા, શું કારણ છે? કેમ આ લોકો નજીબની માતાના દુઃખમા શામેલ નથી થતા? આખી રમત માત્ર રાજનીતિની છે.

સામાન્ય માનવી જો આ ઘટનાઓ પર વિચાર વિમર્શ કરે તો તેને આનું પરિણામ કાઢવું કોઈ મુશ્કેલ કાર્ય નથી. આ તો એ લોકોની દશા છે કે જેમનાથી સમગ્ર ભારત પોતાની અપેક્ષાઓ ધરાવે છે, અને તેઓ રાષ્ટ્ર અને સમાજના લોકોને સુંદર અને સુખદ સપનાઓ દેખાડે છે. બીજી બાજુ એ વર્ગ છે જે આપણો છે. આપણા એ સામાજીક લીડરો અને માર્ગદર્શકો કે જે આપણા ભવિષ્યની રક્ષાનો વિશ્વાસ અપાવે છે. તેમની ચુપ્પીએ મારૃ હૃદય છળણી કરી દીધુ છે. શું તેઓ નજીબના મરવાની રાહ જોઈ રહ્યા છે ? તેના પછી કાર્યવાહી પણ થશે,  આશ્રુઓ પણ વહેશે, પરંતુ અત્યારે તો કશો જ ખ્યાલ નથી. આલિમો તા ગમે ત્યારે ભીડ એકઠી કરી શકે છે, તો નજીબ માટે અવાજ કેમ નહીં? જો આ શક્ય નથી તો આપણે આપણી સમસ્યા માટે પ્રતિનિધિમંડળ બનાવીએ છીએ, પરંતુ નજીબ માટે કોઈ પ્રતિનિધિમંડળ કોઈ લીડરથી કેમ ના મળ્યો ? શું ચારે બાજુ લોકો પર પોતાનો સ્વાર્થ છવાઈ ગયો છે ? અને જો આ સત્ય છે તો માત્ર ભારતીય મુસ્લિમો માટે નહીં દરેક વ્યક્તિ માટે મુશ્કેલીઓ આવવાની છે જેના માટે તેમને અંદાજો પણ નહીં હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments