Tuesday, June 25, 2024
Homeઓપન સ્પેસકોણ જાણે કેટલા મુસલમાન બાળકોને મારી નાખ્યાં !

કોણ જાણે કેટલા મુસલમાન બાળકોને મારી નાખ્યાં !

ઇબ્ને સઅદ, અબુઉબૈદા અને ઇબ્ને અસાકર, હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદી. થી ઉલ્લેખ કરે છે કે, વેપારીઓનો એક કાફલો મદીનામાં મસ્જિદે નબવી પાસે ઉતર્યો. હઝરત ઉમર રદી. એ હઝરત અબ્દુલરહમાન બિન ઔફ રદી.થી પૂછયું કે, શું તમે આજે રાત્રે મારી સાથે આ કાફલાની ચોકી કરવા રોકાશો અ.રહમાન બિન ઔફ રદિ. તૈયાર થઇ ગયા. બંને રાત્રે ત્યાંજ કાફલાના નજીક નમાઝ પઢવામાં મશ્ગુલ થઇ ગયા. આ દરમ્યાન હઝરત ઉમર રદી. એ એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો તે તરફ ધ્યાન આપીને તે બાળકની માં પાસે ગયા અને કહ્યું, ” અલ્લાહની બીક રાખ અને આ બાળક સાથે સારૃં વર્તન કર”. એમ કહીને ઉમર રદી. પાછા વળી ગયા. થોડી વાર પછી ફરીથી બાળકનો રડવાનો અવાજ આવ્યો. હઝરત ઉમર રદી. ફરીવાર તે બાળકની માં પાસે ગયા અને તેને ઠપકો આવ્યો ને પાછા વલી ગયા. રાતના અંતિમ પહોરમાં હઝરત ઉમર રદી. એ ફરીવાર તે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો અને વિહવળ થઇને તેની માં પાસે જઇને કહ્યું, “અરે તારું ખરાબ થાય, તું તો ખૂબ નિર્દયી માં છે શું વાત છે, બાળક તો આખી રીત રડતું રહ્યું અને કેવું બેચેન થઇ ગયું છે” બાળકની માંએ જવાબ આપ્યો, ” હે અલ્લાહના બંદા ! હું આ બાળકનું દૂઘ છોડાવવા માંગું છું પણ આ માનતુ જ નથી”. હઝરત ઉમર રદી. એ પૂછયું, દૂધ કેમ છોડાવવા માંગે છે ! પેલી સ્ત્રી બોલી, એટલા માટે કે ખલીફા ઉમર રદી. એ જ બાળકને સાલીપાણું આપે છે જે માં નું દૂધ પીતુ ન હોય.” ઉમર રદી. એ પૂછયું, ” બાળકનું દૂધ છોડાવવામાં હજુ કેટલો સમય બાકી છે?” તેણીએ કહ્યું, આટલા મહિના બાકી છે. (જેટલા મહીના બાકી હતા તેટલા કહ્યા) હઝરત ઉમર રદી. એ તેનાથી કહ્યું, ” દૂધ છોડાવવામાં ઉતાવળ ન કર.” તે પછી હઝરત ઉમર રદી. ફજરની નમાઝ પઢી નમાઝમાં આપના ઉપર એટલી હદે રૃદન છવાઇ ગયું કે અને અવાજ રૃંધાઇ ગયો કે લોકો આપની તિલાવત પણ સ્પષ્ટ રીતે સાંભળી શકતા ન હતા. જયારે નમાઝથી ફારેગ થયા તો ફરમાવ્યું, “ઉમરના માટે તબાહી છે ઃ કોણ  જાણે કેટલા મુસલમાન બાળકોને તેણે મારી નાંખ્યા.” તે પછી જાહેર ઘોષણા કરાવી દીધી કે ” લોકો પોતાના બાળકોનું દૂધ છોડાવવામાં ઉતાવળ ન કરે, આજથી દરેક તાજા જન્મેલા બાળક માટે પણ સાલીપાણું નક્કી કરવામાં આવે છે.અહી બે પ્રકારના વ્યક્તિત્વ આપણા સામે રજૂ થાય છે. એક તે સ્ત્રીનું વ્યકિતત્વ જે પોતાના બાળકનું દૂધ તેના સમય પહેલાં છોડાવવા પ્રયત્નશીલ છે. એટલા માટે કે ખલીફા માત્ર એ જ બાળકને સાલીપાણું આપે છે, જે બાળકે પોતાની માં નું દૂધ પીવાનું છોડી દીધું હોય. બીજુ ચરિત્ર તે સમયના ખલીફાનું હઝરત ઉમર રદી.નું છે કે તેમણે એક બાળકના રડવાને પણ એટલે મહત્ત્વ આપ્યું કે વારંવાર જઇને તેના રડવાનું કારણ શોધે છે અને જયારે તેમને એ વાતની જાણ થાય છે કે બાળકોના સાલીપાણા સંબંધિત તેમનો કાયદો જ વાસ્તવમાં અવરોધ રૃપ છે અને તેના જેવા બીજા બાળકોની પરેશાનીનું કારણ છે તો તેઓ પોતાની ભૂલ ઉપર પછતાય છે અને અત્યંત પછતાવાના કારણે રડી પડે છે અને તે જ ક્ષણથી દરેક તાજા જન્મેલા બાળકનું સાલીપાણું નક્કી કરી દે છે.

આ પ્રસંગે એક મહાન સત્યનિષ્ટ અને ન્યાય પ્રિય ખલીફાના ઉત્તમ ચરિત્રને છતું કરે છે. જે પોતાની પ્રજાની સાર સંભાળ અને તેમની પરેશાનીઓ જાણવા માટે રાત્રે જાગે છે. બીજી તરફ તે સ્ત્રીનું ચરિત્ર પણ એક સકારાત્મક પાનું રજૂ કરે છે કે તે બાળકોથી સંબંધિત ખલીફાની નીતિ અને આદેશ બાબતે સ્વતંત્રતાપૂર્વક નિર્ભય થઇને ટીકા કરે છે. અને માત્ર તેની ટીકા જ કાયદામાં ફેરફારનું કારણ બને છે.

આ રૃહ હતી, આત્માનો અવાજ હતો સત્ય નિષ્ઠા હતી પોતાનો મત નિર્ભયતા સાથે રજૂ કરવાની. જેના આધિન બહેનો ઉમ્મત અને સમાજની સમસ્યાઓ અને પ્રશ્નોમાં રસ લેતી હતી, ભાગ ભજવતી હતી. પોતાના અધિકારોની માંગણી કરતી હતી, સમસ્યાના નિરાકારણ અને સારા અંદાજમાં તેમનો બચાવ કરવામાં કાર્યક્ષમતા દાખવતી હતી – એટલે જ કહેવામાં આવ્યું છે કે, “તે જ વ્યકિત ઉત્તમ છે જે પોતાના પરિવાર અને સમાજના લોકો માટે ઉત્તમ હોય.” *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments