Friday, April 19, 2024
Homeઓપન સ્પેસકોમન સેંસ

કોમન સેંસ

બલરામ બાબુની ધનીરામ ભાઈથી ઘનિષ્ટ શત્રુતા હતી. જી હા! ઘનિષ્ટ શત્રુતા હોવા છતાં આ બંને શત્રુઓ ચૌરસિયા પાન ભંડાર ઉપર દરરોજ મળતા હતા. બંને વચ્ચે દરરોજ સવાર-સાંજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થતી હતી. અને તે પણ કોઈ બીજાના નામનો આધાર લઈને, કોઈપણ એકમેકનું નામ લઈને કંઇ પણ કહેતા ન હતા. બલરામ સ્વભારે જિદ્દી હતા, તે કારણે તેમનું કોઈથી બનતું ન હતું. બલરામ પોતાના નામને સાર્થક કરતા હોય તેમ દરેક વાત ઉપર ખૂબ “બલ” ભાર આપીને બોલતા હતા જે કોઈને પસંદ ન હોતું પડતું. બલરામ બાબુનો એકમાત્ર આ કૂતરો જ તેમને સહન કરી લેતો હતો, અન્યથા અન્ય કોઈનામાં તો આટલું સાહસ જ ન હતું. તેમને લાગતું હતું કે જેવી રીતે તેઓ કૂતરાને પોતાના આગળ-પાછળ ફેરવે છે એવી જ રીતે લોકોને પણ ફેરવી શકે છે. તેઓ કોઈની વાત ક્યારેય વિશેષ ધ્યાનથી સાંભળતા ન હતા અને હંમેશા ઇમાનદાર હોવાનો ઢોંગ કરતા હતા.

તેમના સ્વભાવથી વિપરીત ધનીરામ જેઓ પોતાના નામની જેમ સ્વભાવના પણ ધની હતા. સમાજમાં પણ તેમને ઇઝ્ઝત અને સન્માન મળતા હતા અને તેમની સ્કૂલમાં એક આદર્શ શિક્ષક તરીકે ઓળખાતા હતા. દરરોજની જેમ સાંજે બંનેની મુલાકાત ચૌરસિયા પાનભંડાર ઉપર થઈ. બલરામબાબુએ પોતાના સ્વભાવ મુજબ તમામ ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓને ડઝનબંધ ગાળો આપી અને તેમને સડક ઉપર દોડાવીને મારવા સુદ્ધાંની વાત કહી. ખૂબ જ સરળ અને સહજ સ્વભાવના કારણે ધનીરામ ભાઈએ પોતાની વાત શાંતિથી ધીરજપૂર્વક મૂકી. અમૂક હદ સુધી આપની વાત યોગ્ય છે એમ કહીને તેમણે ભ્રષ્ટાચાર વિશે અન્નાના પક્ષમાં બોલતા પોતાનો મત સ્પષ્ટ રીતે પ્રકટ કર્યો. ધનીરામ જેટલા ઉપરથી સારા હતા તેટલા જ ભીતરથી પણ સારા હતા.

જે વાત મનમાં હોય તે સાફ-સાફ બોલતા હતા. આ જ રીતે ભ્રષ્ટાચાર જેવા વિષય ઉપર પોતાનો સ્પષ્ટ મત રજૂ કર્યો અને કહ્યું, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અન્ના અને દેશવાસીઓનું આ પગલું તો સાચું છે પરંતુ એકવાર વિદેશથી કાળુધન પાછુ આવી જશે તો તરત જ ભ્રષ્ટાચારની સમસ્યા સમાપ્ત નહીં થઈ જાય. જો આપણે તેને મૂળથી ઉખાડી ફેંકવા માંગીએ છીએ તો સૌ પ્રથમ આપણે પોતાના મનમાંથી આ ભ્રષ્ટાચાર શબ્દને મિટાવી દેવો પડશે. આપણે નૈતિકસ્તરે સ્વચ્છ અને બળવાન બનવું પડશે. લાંચ, ચોરી, ભેળસેળ, કાળા ધંધા વગેરે તો આપણે પણ કરીએ છીએ અને મોટામોટા ઉદ્યોગપતિ-રાજનેતા પણ. અંતર માત્ર એટલું જ છે કે તેઓ મોટા સ્તરે કરે છે અને આપણે નાના સ્તરે. શું આપણે દરરોજ નાના-નાના ભ્રષ્ટાચાર નથી કરતા? દોષિત તો બંને છે, જેથી સજા પણ બંનેને મળવી જોઈએ. જેથી આપણે આપણા મનથી અને કર્મથી ઈમાનદાર બનવું પડશે. વાસ્તવમાં “ઈમાનદાર” શબ્દનો પ્રયોગ આપણે ઈમાનદાર કહેવડાવવા પુરતો જ કરીએ છીએ. આપણે ઈમાનદારીથી ઈમાનદાર નથી હોતા. ભલે ગમે તે થઈ જાય, આપણે કોઈ પણ સંજોગોમાં ઈમાનદાર અને સંયમી બનવું પડશે. ત્યારે જ સમસ્યાઓનો અંત આવશે નહીંતર કદાપી નહીં આવે.

બલરામબાબુ આ સાંભળીને ચોંકી ઉઠયા કેમકે તેઓ પોતાની કચેરીના કામોમાં ઘણી બધી ઘાલમેલ કર્યા કરતા હતા. એટલે, દસ લીટર દૂધમાં એક કપ પાણી ભેળવી દઈએં તો તેને ભેળસેળ ન કહેવાય, એમ કહીને તેઓ ત્યાંથી ચાલવા માંડયા. મનમાં ને મનમાં બડબડતા તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા કે એક સાયકલવાળાથી ભટકાઈ ગયા. બલરામબાબુ અને તેમનો કૂતરો બંને વિરુદ્ધ દિશામાં હતા. સાયકલવાળો ત્રાસ્ત છૂટયો. બલરામના ચશ્મા જેના વગર તેઓ જોઈ પણ શકતા ન હતા અને લાકડી જેના વગર સડક ઉપરથી ઉઠવું તેમના માટે શકય ન હતું, બંને બે દિશાઓમાં પડયા હતા. બલરામબાબુને અસહાય જોઈને તેમનો કૂતરો બીજી ગાડીથી બચીને આવે છે અને તેમને ચશ્મો અને લાકડી એક પછી એક તેના દાંતમાં દબાવીને લઈ આવે છે. જ્યાં સુધી કે લોકો દોડતા અને તેમને ઊભા કરતા તેમનો કૂતરો વફાદારી બતાવી ચૂકયો હતો. કૂતરાની વફાદારીથી બલરામબાબુની જાન બચી જાય છે.

ધનીરામ આ બધું દૃશ્ય જોઈને કહે છે, કૂતરો તો જાનવર છે. તેનામાં વિવેક નથી હોતો તેમ છતાં તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. આ જો આજે આપનો સાથ છોડી દેતો તો આપના સાથે કંઇ પણ થઈ શકતું હતું. આપણે તો તેમ છતાં પણ મનુષ્ય છીએ, છતાં પણ આપણા અધિકારો, કર્તવ્યો અને જવાબદારીઓ પ્રત્યે ઈમાનદાર અને વફાદાર કેમ નથી? શું આપણે બધા સાથે મળીને પોતાના વિવેક અને બુદ્ધિથી ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર વિચાર નથી કરી શકતા, તેને મિટાવીને નાબૂદ નથી કરી શકતા? શું આપણામાં એટલી પણ કોમનસેંસ નથી જેટલી આ કૂતરામાં છે?!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments