Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસક્રાંતિ

ક્રાંતિ

સામાન્ય લોકો અને ક્રાંતિકારીઔ   વચ્ચે મોટો તફાવત હોય છે. જે લોકો કોઈ સામાજિક બદલાવની વાતો કરતા હોય તેઓ પોતાની વ્યક્તિગત જરૂરીયાતો અને પસંદથી ઉપર ઉઠીને વિચારતા હોય છે. સામાન્ય લોકો પત્નિ, બાળકો, ધંધો અને ઘર, નોકરી અને હરવા-ફરવાને ક્રાંતિના કામ કરતા વધારે મહત્ત્વ આપે છે. પરંતુ જેઓ બદલાઓની ઇચ્છા ધરાવે છે તેમના માટે દુનિયાની વસ્તુઓ એક ઉપહાર સમાન હોય છે. મળી જાય તો આભાર ન મળે તો કોઈ ખેદ કે પશ્ચાતાપ નહીં. તેઓ પોતાના ધ્યેયસભર જીવનમાં જીવન જરૂરીયાત વસ્તુઓને પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે એક સાધન સમજે છે ધ્યેય નહીં. તેમના હૃદય મુશ્કેલીઓમાં શાંતિ અનુભવે છે અને સારા દિવસોમાં બેચેન થઈ જાય છે. આવા જ લોકો બદલાવની સ્થાપના કરે છે. બદલાવની હકીકત લોકો સમક્ષ રજૂ કરે છે. વર્તમાનની બાગડોર પોતાના હાથમાં લઈ ભવિષ્યને પોતાના આદર્શો મુજબ નિર્માણ  કરે છે. રહ્યા એ લોકો જેઓ બદલાવથી ડરે છે, વર્તમાનથી કોઈ દ્વેષ રાખતા નહીં, જેમના માટે ભવિષ્ય ફકત ઐશનો અરીસો હોય, આવા લોકો હંમેશા ગુલામીનું જીવન વિતારે છે.

અસલ વસ્તુ આ છે કે અલ્લાહે દુનિયામાં ક્રાંતિ લાવનારા અને ઐશમાં જીવન વિતાવનારા વચ્ચે સંઘર્ષ રાખ્યો છે. લોકોને પોતાના પિતા, ભાઈ, મિત્રો અને સંબંધીઓ, માલ-મિલ્કત, સુંદર ઘર, તેમના રોજગારથી પ્રેમ હોય છે. આ પ્રેમ તેમનામાં ઊંચા ધ્યેય માટે જીવવા અને મરવાની ભાવનાને મારી નાંખે છે. અને વ્યક્તિ ક્યારેક પોતાના અહમનો તો ક્યારેક સમયની પોકારનો ગુલામ બની જાય છે. જ્યારે ક્રાંતિ લાવનારા ધ્યેય પ્રેમી હોય છે અને તેમનું જીવન અને મિલ્કત ફકત અને ફકત લક્ષ્યની દિશામાં આગળ વધતા તકલીફો, લક્ષ્ય માટે ગીરતા અશ્રુઓ અને દુશ્મનોના અત્યાચાર પર શાંતિ અને સુકુન અનુભવનાર હૃદય પર આધારિત હોય છે.

તેહરીકે ઇસ્લામી પણ ક્રાંતિ લાવનારી અને ક્રાંતિને સ્વિકારનારી તેહરીક છે. આ તેહરીક એ બદલાવની ઇચ્છા વ્યક્ત કરે છે જેનું હાંસલ થવું એ મોટા બલિદાનની અપેક્ષા કરે છે. આ સફરમાં ખૂબ રુકાવટો છે જે ખસી જવા માટે પ્રેરીત કરે છે. આ સફરની તકલીફો આમ તેમન વિચારવાનું કારણ બને છે. સફર લાંબુ થઈ જાય તો થાકી જવાની શક્યતા હોય છે. પણ આ સફર ખતરાઓથી ભરેલો છે, મુશ્કેલ છે અને લાંબો પણ છે. માટે તેહરીકોએ સમાયાંતરે પોતાનો જાયઝો લેતા રહેવાની જરૃર છે. બદલાવનો આવવું સ્વભાવિક પણ છે અને સભાનતાપૂર્વક પણ છે. ધ્યાન આપવાની બાબત આ છે કે શું આ બદલાવના પરિણામો ખસી જવાથી, રક્ષાત્મક થઈ જવાથી કે ધ્યેયથી દૂર થઈ જવાના કારણે તો નથી?

આ વાતને ધ્યાને રાખવાની જરૃર છે કે પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળવા કરતા તેને બદલવાની અને તેને સાચી દિશા આપવાની કોશિશ કરવી ઇસ્લામના મહત્ત્વના આદર્શો પૈકીનો એક આદર્શ છે. જો એમ ન થયું તો માણસના વ્યક્તિત્વનું અસરકારક થવું, તેની ખરાબ પરિસ્થિતિ પર વિરોધ દર્શાવવાના બદલે તેને સ્વિકારી લેવાનું અને વિરોધ ન કરવાનું શિખવી દે છે. એવી જ રીતે વ્યક્તિ જે વસ્તુઓ કે જેને તે ખરાબ સમજે છે ધીમે ધીમે તેને સારો સમજતો થઈ જાય છે. એટલા માટે જ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત આ વાતને વારંવાર પ્રસ્તુત કરે છે કે ખરાબ પરિસ્થિતિમાં દીનની ખિદમત કરવી વધારે નેકીનો આધાર બને છે. પરિસ્થિતિની દિશામાં વહી જવાને બદલે તેને બદલવાની કોશિશને એ દૃષ્ટાંત નબીએ કરીમ સ.અ.વ.ના જીવનમાં મોજૂદ છે. ઝૈનબ રદી.ના ઝૈદ રદી. સાથે તલાક થઈ ગયા બાદ રસૂલ સ.અ.વ.એ ઝૈનબ રદી. સાથે નિકાહ કરી જાણે લોકોના સામાન્ય સ્વભાવ પર કોડો માર્યો અને ઇસ્લામના એક આદર્શ (જેને તમે કેટલો પણ નાનો સમજો)ને સ્થાન આપ્યું. એમ તો રસૂલ સ.અ.વ. પોતે પરેશાન હતા કે પોતાના લે-પાલક દિકરાની તલાકશુદા સાથે લગ્ન કઈ રીતે કરી શકે. પરંતુ અલ્લાહનો આદેશ આવી ગયા પછી મુનાફિકો અને યહુદીઓની સાથે સાથે મુસલમાનોની નારાજગીને ધ્યાને લીધા વગર અલ્લાહના રસૂલ સ.અ.વ.એ નિકાહ કર્યા. આમ એક ખરાબ સ્વભાવ જે સમાજમાં રિવાજ બની ચુક્યો હતો તેની વિરુદ્ધ ઉચ્ચ ધ્યેય માટે બળપુર્વક કાર્યો કરી જવું બદલાવની ઇચ્છા ધરાવનારાઓનું બુનિયાદી લક્ષણ હોય છે. જ્યાં વ્યક્તિનો સ્વભાવ એ છે કે તે માહોલથી અસર લે છે, તેના ચરિત્ર અને સામાજિકતા પર પ્રભાવ પાડે છે ત્યાં જ ધ્યેયની તરફ કૂચ પણ ઢીલી પડી જાય છે. આ સફરનું ધીમી પડી જવું તેને છટકબારી શોધવામાં મદદરૃપ સાબિત થાય છે કે મારી નોકરી, મારો ધંધો અને મારૃ સ્થાન કે મરતબો ક્યાંક છીનવાઈ ન જાય!

ક્રાંતિ ઇચ્છિત લોકોને સફર અને દિશાનો ખૂબ સારો અંદાજો હોવો જોઈએ. આપણે આપણી આરામ-સ્થાનોમાંથી નિકળીને બલિદાનની ઇચ્છા ધરાવનારાઓમાં શામેલ થવું પડશે. નવા ઢંગથી નવા દૃષ્ટાંતો આપવા પડશે. બાતિલથી ગભરાઈ, ખામોશ થઈ, રસ્તા પરથી ખસી જવાને બદલે અમલના મેદાનમાં ઉતરી મોટા અવાજે નારાએ તકબીરની સદા બુલંદ કરવી પડશે.*

Previous article
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments