Friday, April 19, 2024
Homeબાળજગતખુદા જોઈ રહ્યો છે

ખુદા જોઈ રહ્યો છે

સર શાહાની દ્વારા પ્રશ્ન પૂછવા પર આખા વર્ગમાં ખામોશી છવાઈ ગઈ હતી કે એવામાં એક બેઠક પરથી એક બાળકનો હાથ ઊંચો થયો.

‘હા, ઉમૈર બેટા ! તમે જણાવો.’ સરના હુકમનું પાલન કરતાં ઉમૈરે એ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો. ‘શાબાશ બેટા ! વર્ગના દરેક વિદ્યાર્થીએ ઉમૈર જેવો બનવું જોઈએ.’ આ સાંભળી ઉમૈરનું હૃદય ખૂબ ખુશ થઈ ગયું. પરંતુ તેની આ ખુશી એકદમ ગમગીનીમાં બદલાઈ ગઈ કે જ્યારે તેની પાસે એક ચિઠ્ઠી આવીને પડી. તેમાં લખ્યું હતું કે, ‘દરેક છોકરાએ લંગડો (કે અપંગ) હોવું જોઈએ.’ વતી, મુજીબ ગ્રુપ.

ઉમૈરના પગમાં જન્મથી જ થોડીક ખામી હતી. તેનો તેને અહેસાસ પણ હતો. પરંતુ શાળાામાં ધીમે ધીમે મુજીબ અને તેના ૧૦-૧ર તોફાની અને બેહૂદા મિત્રોએ તેને (ઉમૈરને) તેની ખામીના કરાણે લઘુતાગ્રંથીનો ભોગ બનાવી દીધો હતો. શાળા છૂટવા સુધી ઉમૈર એ જ રીતે ગમગીન રહ્યો ઘરે પહોંચીને ઉમૈરે સલામ પણ ન કર્યોઅને સીધો પોતાના રૃમમાં ચાલ્યો ગયો. ઉમૈરના પિતાને આ વાત ખૂબજ માઠી લાગી. તેઓ સીધા ઉમૈરના રૃમમાં ગયા તો જોયું કે તે રડી રહ્યો છે. તેમણે પૂછયું કે બેટા તમે સલામ પણ નથી કર્યો, અને આ શું તમે રડી રહ્યા છો ? શું થયું તમને ? ‘કંઈ નહીં અબ્બુ’ આંસુ લૂછતાં બોલ્યો. ‘ના બેટા ! સાચું બતાવો. અબ્બુ તો તમારા મિત્ર છે ને !!!’ ઉમૈરના અબ્બુ બોલ્યા. આથી ઉમૈરે કહ્યું, ‘અબ્બુ ! મારે શાળાએ નથી જવું. ત્યાં મુજીબ પોતાના મિત્રો સાથે મળીને મારી મજાક ઉડાવે છે. મશ્કરીઓ કરે છે. મને કાયમ લંગડો કહીને સંબોધે છે. રિસેસમાં મને અવારનવાર ધક્કો પણ મારી દે છે. હું સરને આની ફરિયાદ કરૃં છું તો તે તેમની સામે કોઈને કોઈ બહાનું કરીને બચી જાય છે. સરને કહે છે કે ભૂલથી ધક્કો લાગી ગયો. જો કે એ મને પાડીને ખૂબ હસે છે. ઉમૈરે એકવાર ફરીથી રડવાનું શરૃ કરી દીધું. તેના પિતા યૂસુફ સાહેબ પણ એક ક્ષણ માટે તો પોતે પણ ગમગીન થઈ ગયા. પરંતુ બીજી જ ક્ષણે તરત જ સ્વસ્થ થઈ ગયા અને બોલ્યા કે ‘બેટા ! તમે તેમની વાતોનું ખોટું લગાવ્યા ન કરો.તમે તો અલ્લાહનો આભાર માનો કે તેણે તમને બીજો સાજો પગ તો આપ્યો છે નહિતર એવા કેટલાય લોકો છે જેમના બંને પગ જ નથી.

જુઓ બેટા ! તમે સારૃં ભણો છો. દરેક પ્રશ્નનો ઉત્તર આપો છો. શિક્ષકો પણ તમારાથી ખુશ છે. આથી મુજીબ તમારાથી ઇર્ષ્યા કરે છે. તે તમારી મજાક એટલા માટે ઉડાવે છે કે તમે પ્રગતિ સાધી ન શકો. તમે ચિંતા ન કરો. કારણ કે જે જેવું કરે છે તેને તેવો જ બદલો મળે છે. તમે તેનીવાતો ઉપર ધ્યાન આપો. આજે તે તમારૃં દિલ દુભાવે છે તો તમે તેને માફ કરી દો. કેમ કે હુઝૂર સ.અ.વ. પોતાના દુશ્મનોને માફ કરી દેતા હતા. અને અલ્લાહ પણ માફ કરનારાઓને પસંદ કરે છે. હવે જો તે તમને ભલું-બૂરું કહે છે તો તમે હસીને ટાળી જાવ અને ચુપચાપ રહો. ત્રણ-ચાર વખત જો તમે આમ જ કરશોતો તે તમારૃં કંઈ પણ બગાડી નહીં શકે અને પછી કંઈ પણ કહેશે નહીં.

પોતાના પિતાની વાતો સાંભળ્યા પછી ઉમૈર સંતુષ્ટ થઈ ગયો, અને બોલ્યો ‘ઠીક છે અબ્બુ ! હું કાલથી તેમની વાતો ઉપર ધ્યાન નહીં આપું.’ આથી આગલા દિવસથી ઉમૈરે મુજીબનીવાતોનો જવાબ આપવાનું અને ખોટું લગાડવાનું છોડી દીધું. મુજીબે જ્યારે જોયું કે ઉમૈર તેની વાતોને ગણકારતો નથી તો તે ખામોશ કે શાંત થઈ ગયો અને ઉમૈરને છંછેડવાનું છોડી દીધું. માતાના પ્રેમ, પિતાના પ્રોત્સાહન અને પોતાની મહેનતથી ઉમૈર સફળતાઓ મેળવતો ગયો અને અંતે શહેરના સૌથી મોટા અપંગ બાળકોની શાળાનો પ્રિન્સીપાલ બની ગયો.

એક દિવસ તે પોતાના કાર્યાલયમાં બેસી કામ કરી રહ્યો હતો કે ચપરાસીએ જણાવ્યું કે એક સાહેબ પોતાના બાળકનું એડમિશન કરાવવા આવ્યાછે. ઉમૈરે તેમને અંદર બોલાવ્યા. તે સાહેબ પોતાના અપંગ બાળકને સાથે લઈને અંદર આવ્યા. તે વ્યક્તિ બીજી કોઈ નહીંપણ મુજીબ જ હતો. ઉમૈરે મુજીબને અને મુજીબે ઉમૈરને ઓળખી લીધા. મુજીબે ખુરશી પર બેસંતા જ કહ્યું અલ્લાહતઆલાએ મને અપંગ ઔલાદ આપી છે. મહેરબાની કરીને તમે આને અહીં એડમિશન આપી દો, અને મને મારી ભૂતકાળની ભૂલો માટે માફ કરી દો. ઉમૈરે કહ્યું, ‘અરે ભાઈ મુજીબ ! હું તો તમને કયારનોય માફ કરી ચૂકયો છું અને રહી વાત આ બાળકની તો તમારો દીકરો તો મારો દીકરો છે. હું તેને ચોક્કસ એડમિશન આપીશ. બસ દુઆ કરો કે તેના માર્ગમાં કોઈ ‘મુજીબ’ ન આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments