– જીવન પ્રત્યે સજાગતા –
– વાણીમાં મિઠાશ –
– વ્યવહારમાં સજ્જનતા –
માનવીને જે વસ્તુ પ્રાણીઓથી અલગ પાડે છે, તે છે નૈતિક ચેતના. નૈતિક ચેતનાનો સ્ત્રોત નિર્જીવ પદાર્થમાં શોધી શકાય નહીં. નૈતિક ચેતના એ અત્યંત સજીવ અને પવિત્ર ભાવ છે, જેની ઉપેક્ષા કરી શકાય નહીં. નૈતિક ચેતના માનવીને ભૌતિકવાદી દૃષ્ટિકોણથી ઉપર ઉઠાવે છે. ઈમૉનવેલ કાંટ, કે જેમનું કહેવું છે કે બુદ્ધિની ક્ષમતા અત્યંત સીમિત છે, અને તેના આધાર ઉપર સત્ય (Reality) વિષે કોઈ નિર્ણય લઈ શકાય નહીં, એ પણ નૈતિક ચેતનાનો ઇન્કાર કરી ન શકયો અને આ માનવા માટે મજબૂર થયો કે નૈતિક ચેતનાના પ્રકાશમાં જે નિર્ણય લેવામાં આવશે એ નિરાધાર હોઈ શકે નહીં. તેની દૃષ્ટિએ ઈશ્વરના અસ્તિત્વનું સૌથી મોટું પ્રમાણ પણ માનવીના વ્યક્તિત્વમાં જોવા મળતી નૈતિક ચેતના જ છે.
નૈતિક ચેતના ઉપર જ વાસ્તવમાં ચારિત્ર્ય આધાર રાખે છે. ચારિત્ર્યની શ્રેષ્ઠતા જ વ્યક્તિને મહાન બનાવે છે. માનવીની વાસ્તવિક શક્તિ અને બળ તેનું ચારિત્ર્ય જ છે. આમ તો ચારિત્ર્ય વિષે તેના વિભિન્ન પાસાઓને જોતાં ખૂબ જ ઊંડાણમાં જઈ શકાય છે, પરંતુ ઊંડાણમાં ન જઈને આપણે ચારિત્ર્યવાન વ્યક્તિના કેટલાક લક્ષણોનો ઉલ્લેખ અહીં કરવા ઇચ્છીએ છીએ.
સૌથી પ્રથમ વાત તો આ છે કે માનવીને જે જીવન આપવામાં આવ્યું છે એ સૌથી મોટી સંપત્તિ છે. કોઈએ કહ્યું છે – “જાન હૈ તો જહાન હૈ પ્યારે” પરંતુ જીવનના મહત્ત્વને સામાન્ય રીતે સમજવામાં નથી આવતું. જીવન પામીને વ્યક્તિને એે સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે કે જેની ખુશીની કોઈ સીમા નથી. તેમ છતાં લોકો સામાન્ય રીતે ચિંતિત અને ઉદાસ દેખાય છે, એમ તેમને આ યાદ જ નથી રહેતું કે ખુશીની સૌથી મોટી વસ્તુ ‘જીવન’ આપણને સ્વતઃ ઉપલબ્ધ છે. ચારિત્ર્યવાન વ્યક્તિનું પ્રથમ લક્ષણ આ છે કે તે આ વાતને સારી રીતે જાણતી હોય છે કે જીવન પ્રત્યે સજાગતા અનિવાર્ય છે. જો કોઈ જીવન પ્રત્યે સજાગ નથી તો તેના માટે જીવનનું મળવું અને ન મળવું બન્ને બરાબર છે.
જીવન પ્રત્યે સજાગતાનો અર્થ આ છે કે માનવી જીવનના મહત્ત્વને સમજતો હોય અને જીવન પ્રત્યે જે જવાબદારીઓ તેના પર આવતી હોય એ જવાબદારીઓને પૂરી કરવાથી એ દૂર ભાગતો ન હોય. મોટી વસ્તુ પોતાની સાથે ભારે જવાબદારી લઈને આવે છે. જો આપણને જીવન મળ્યું છે તો આની સાથે આપણી કેટલીક જવાબદારીઓ પણ હશે. કુઆર્નમજીદ એટલા માટે જ અવતરિત થયું છે કે જીવન પ્રત્યે આપણું દાયિત્વ શું છે અને તેનું નિર્વાહ આપણે કેવી રીતે કરી શકીએ છીએ.
ચારિત્ર્યિક ગુણ કોઈ શુષ્ક વસ્તુ કદાપિ નથી. તેમાં સૌંદર્ય પણ જોવા મળે છે અને આકર્ષણ પણ. જો કોઈ વાસ્તવમાં ચારિત્ર્યવાન છે તો એ આપણને બુઝી ગયેલ દીપકની જેમ નહીં બલ્કે ખિલેલા પુષ્પની જેમ દેખાશે. તેની વાણીમાં મિઠાશ હશે. આ જ મિઠાશ- માધુર્ય ચારિત્ર્યનું બીજું વિશિષ્ટ લક્ષણ છે.
વ્યક્તિ નિર્જીવ નથી હોતી કે પત્થરની જેમ ક્યાંક પડી રહે. તે હરે-ફરે છે. ભલું-બૂરૃં કંઈક કાર્ય કરે છે, લોકોના સંપર્કમાં આવે છે, લોકો તેના સંપર્કમાં આવે છે. વ્યવહારમાં માણસે કઈ વાતનું વિશેષરૃપે ધ્યાન રાખવું જોઈએ એને આપણે મોટાભાગે ભૂલી જઈએ છીએ, અને આપણા ડગ એે માર્ગે પડી જાય છે કે જે વાસ્તવમાં આપણો માર્ગ નથી. વ્યવહારમાં જે વસ્તુનું ધ્યાન રાખવું આપણા માટે અનિવાર્ય છે તે છે સજ્જનતા, સજ્જનતાની દોરી કોઈ પણ સ્થિતિમાં આપણા હાથથી છૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું આપણા માટે જરૂરી છે. વ્યવહારમાં આ જ સજ્જનતા ચારિત્ર્યવાનનો ત્રીજો વિશેષ ગુણ છે.
જે વ્યક્તિ જીવન પ્રત્યે સજાગ છે, જેની વાણીમાં માધુર્ય જોવા મળે છે અને જે વ્યવહારમાં સજ્જનતાની ક્યારેય પણ ઉપેક્ષા નથી કરતી. સમજી જાવ કે એ ચારિત્ર્યિક ગુણોથી સંપન્ન છે અને ચારિત્ર્ય-બળ હોવાની સ્થિતિમાં તેને ક્યારેય પણ હરાવી શકાતી નથી. જીતમાં તો તેની જીત છે જ, હારમાં પણ વાસ્તવમાં તેની જ જીત છે. /