Friday, December 13, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસતમારી પ્રતિભાને ઓળખો

તમારી પ્રતિભાને ઓળખો

(ભાગ-2)

આ લેખના પ્રથમ ભાગમાં આપણે સર્વપ્રથમ દુનિયાના મહાન વિદ્વાન લેખક સર વિલિયમ શેક્સપિયરની સ્ટોરી વિશે જાણ્યું. સાથે સાથે પોતાની પ્રતિભા ને ઓળખવા માટે મેં તમને જે પાંચ બેઝિક ટિપ્સ ના વર્ણન માટે કહ્યું છે એના પ્રથમ પોઇન્ટ ને આપણે વિસ્તારથી સમજ્યા.Identify the difference between your Hobbies and Passion.

તો હવે બાકી રહેલી ૪ ટિપ્સને આપણે આ લેખના બીજા ભાગમાં બહુ વિસ્તારથી સમજીશું.

  1. Ask your friends what your best and worst qualities are. તમારા મિત્રોનો અભિપ્રાય લો કે તમારી સારી અને ખરાબ આદતો કઈ કઈ છે.

તમે આ વિચાર સાથે જ કદાચ થોડા ઉત્તેજિત થઇ જશો અથવા તો જેને કહેવાય કે ઉત્સુક થઈ જશો જાણવા માટે કે ખરેખર તમારા મિત્રો તમારા વિશે શું વિચારે છે. હવે જ્યારે તમે તમારા મિત્રોને તમારી સામે એક એક કરીને પૂછશો તો બની શકે છે કે એ લોકોનો ઓપિનિયન honestના હોય કારણ કે જ્યારે આંખમાં આંખ મિલાવીને વાત થાય તો ઘણીવાર શરમના કારણે એ લોકો તમારા વખાણ તો કરી નાખશે પણ તમારા એ પાસાઓ વિશે કે તમારી એ ભૂલો વિષે નહીં કહે જે તમારે સુધારવાની સખત જરૂર છે.

આ પરિસ્થિતિને ટાળવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે પોતે એક પેપર પર તમારો સેલ્ફ એસેસમેન્ટ જેને કહેવાય એ પ્રમાણેના કેટલાક પ્રશ્નો તૈયાર કરો અને એ પ્રશ્નો લખેલા પેપર તમારા જે પણ આસપાસના દસ મિત્રો હોય એ દરેકને એ ફોર્મ આપી ને જણાવો કે એમણે તમારા વિશે તમારી સારી આદતો અને સાથે સાથે એવી આદતો કે ગુણ પણ લખવાના છે કે જે એમને લાગતા હોય કે તમારે સુધારવાની જરૂર છે.

દરેકને તમારે એ પણ કહેવાની જરૂર છે કે કોઈએ પોતાનું નામ ઉપર લખવાનું નથી. હોઈ શકે કે જ્યારે એમની આઇડેન્ટિટી ડાયરેક્ટ તમારી સમક્ષ ન આવે ત્યારે તમારા જે ઈમાનદાર અને સારા મિત્રો છે એ જરૂરથી તમારા સારા અને તમારા એવા ગુણો વિશે પણ તેઓ લખશે જે એમને લાગશે કે તમારે એમાં સુધારો કરવાની જરૂર છે. અને એવી બધી આદતો કે વસ્તુઓ વિશે પણ તેઓ પોતાના વિચારો વ્યક્ત કરશે જેના વિષે એમને લાગે છે કે આ આદતોને જાે સુધારવામાં આવે તો તમે વધુ સારા માણસ બની શકો છો.

બની શકે કે પહેલી વાર જ્યારે તમે તમારા પોતાના વિશે સારા અને ખરાબ અભિપ્રાયો સાંભળશો તો તમને શરૂઆતમાં કદાચ થોડું સારું ના લાગે, પણ મારું એવું માનવું છે કે તમારે ચોક્કસપણે આ પ્રયોગ એક વાર કરવો જાેઇએ અને જેમ મેં પહેલાં કહ્યું, જરૂરી નથી કે આ પ્રયોગથી તમારા ખરાબ ગુણો જ બહાર આવે, તમારા અનેક એવા ગુણો એવા ટેલેન્ટ પણ તમે જાણી શકશો કે જેના વિશે અત્યાર સુધી તમે કદાચ ને તમારા પોતાના વિશે નહોતા જાણતા.

2. Ask your family what you loved as a child. તમારા પરિવારના સભ્યો ને પૂછો કે બાળપણમાં તમારી પસંદ અને નાપસંદ શું હતી.

એ વાતમાં કોઈ શક નથી કે આપણે દુનિયામાં સૌથી નજીક કોઈની સાથે હોઈએ છીએ તો તે આપણા પરિવારના સભ્યો હોય છે અને એમાં પણ ખાસ કરીને આપણી મા એટલે કે મધર છે એ આપણાથી સૌથી નજીક હોય છે અને બિલકુલ નાનપણથી લઈને અત્યાર સુધીના આપણા તમામ સારા અને કમજાેર પાસાઓ, સારી અને ખરાબ આદતો વિષે બહુ સારી રીતે વાકેફ હોય છે.

આપણે જ્યારે મોટી ઉંમરના હોઈએ છીએ ત્યારે આપણા વર્તન ઉપર અનેક બાહ્ય પરિબળો અસર કરે છે તમારા ઉપર ઘણી બધી જવાબદારી હોય છે ઘણી બધી ચિંતાઓ હોય છે ઘણા બધા પ્રશ્નો મગજમાં ચાલતા હોય છે અને આ બધી જ વસ્તુ તમારા વર્તનને એક ખાસ સર્કલમાં બાંધી દે છે.

પરંતુ જ્યારે તમે બાળપણમાં હોવ છો ત્યારે તમને દુનિયાની કોઈ ફિકર હોતી નથી, જ્યારે તમારી પાસે કોઈ ઘરની કે પૈસાની કે બીજી કોઇપણ જાતની ચિંતા નથી હોતી ત્યારે તમે તમારો નેચરલ વર્તન કરતા હોવ છો, નેચરલ વર્તનનો મતલબ છે કે તમે જે અંદરથી છો એ જ તમે બહારથી પણ વર્તતા રહો છો.

આને વધુ સારી રીતે સમજાવવા માટે એમ કહી શકું કે જ્યારે તમે બાળપણમાં હોવ છો ત્યારે તમારા દરેકે દરેક વર્તનમાં સચ્ચાઈ છુપાયેલી હોય છે એટલે કે તમે જે અંદરથી છો એ જ બહાર દેખાવો છો અને એટલા માટે જ જરૂરી છે કે જાે આપણે ખરેખર આપણું ઓરીજનલ ટેલેન્ટ શોધતા હોઈએ તો આપણે આપણા બાળપણ વિશે સંપૂર્ણ માહિતી લેવી જાેઈએ. એમાં કોઈ બે-મત ના હોઈ શકે કે બાળપણ વિશે સૌથી સારી માહિતી જાે કોઈ આપી શકે તો તે આપણી મા એટલે કે મધર હોય છે, પરંતુ એની સાથે સાથે તમારા બાળપણ ના જે મિત્રો હોય જે તમને બહુ જ નાની ઉંમરથી જાણતા હોય તેમનો પણ તમે સહારો લઇ શકો છો.

તમારા બાળપણ ની દરેક વસ્તુને યાદ કરશો ત્યારે તમને સમજાશે કે બાળપણમાં કઈ વસ્તુઓ તમને સારી લાગતી હતી અને કઈ વસ્તુઓ તમને નહોતી ગમતી.

જ્યારે તમારા બાળપણની આદતો ધીરે ધીરે તમને સમજાશે અને તમારા ફેમિલી અને મિત્રો ને તમે સાંભળશો ત્યારે તમને realize થવાનું ચાલુ થઇ જશે તે ખરેખર તમે ઓરીજીનલ આજ છો કે જે તમે બાળપણમાં હતા.

3. Think About What You Enjoy: કઈ કઈ પ્રવૃત્તિ તમને આનંદ આપે છે એના વિષે વિચારો.

એવી દરેક પ્રવૃત્તિ વિશે વિચારો જેને કરવાથી તમને અસીમ આનંદ પ્રાપ્ત થાય છે. આ રીતની પ્રવૃત્તિઓને જ્યારે તમે લિસ્ટ બનાવશો ત્યારે તમને તમારા સ્વભાવ ના ઘણા બધા એવા પાસાઓ વિશે ખબર પડશે જેના વિશે કદાચ તમે નહિ વિચાર્યું હોય અથવા તો કોઈ દિવસ એ બધી વસ્તુઓને સિરિયસ નહિ લીધી હોય.

તમે એ પણ વિચારો કે લોકો તમને એવા કયા કયા કામો માટે અથવા તમારા વિચારો માટે હંમેશા કોમ્પ્લીમેન્ટ આપતા હોય છે.

તમે આનંદ પ્રાપ્ત કરવાની એવી ક્ષણોને યાદ કરો જ્યારે તમે કોઈ એવો કામ કરતા હોય જેમાં એટલા બધા તલ્લીન થઈ ગયા હોય કે તમને કેટલો સમય થઈ ગયો છે અથવા તો તમે ટાઈમ પર જમ્યા છો કે નહિ એનો પણ તમને ખ્યાલ ના રહ્યો હોય. કદાચ ને આ જ તમારો છુપાયેલો ટેલેન્ટ હોઈ શકે છે.

એક પેન અને પેપર લઈ લો અને એ તમામ વસ્તુઓને પેપરમાં લખી લો જે કરવાથી તમને આનંદ મળે છે અથવા તો તમને સારું લાગે છે.

જ્યારે તમે એ લીસ્ટ બનાવશો અને એને બહુ ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે એમાંથી ઘણી બધી એવી વસ્તુઓ હશે કે જે તમે કોઈ દિવસ સિરિયસ નથી લીધી પણ તમે વારંવાર એના વિશે વિચારો છો અથવા એના વિશે વિચારવાથી તમને ખુશી મળે છે,

જે ક્ષણો અને પ્રવૃતિઓ તમને આનંદ આપે છે એના વિશે જ્યારે તમે વિચારો છો તો એની સાથે સાથે એ પણ વિચારો કે તમે ફક્ત વિચારોમાં કઈ પ્રવૃત્તિઓ કરો છો એટલે કે એવી કઈ-કઈ પ્રવૃત્તિઓની તમે કલ્પના કરો છો જેને કરવાથી તમને ખુશી મળે છે.

દાખલા તરીકે તમે હંમેશા જાે તમારા વિચારો માં અલગ-અલગ જગ્યાએ ફરવા જતા હોવ અથવા તો તમને નેચરની સાથે લગાવ હોય અથવા તો એમ કહી શકાય કે તમને પહાડ, નદી, પાણી આ બધી વસ્તુઓના વારંવાર સપના આવતા હોય તો એનો મતલબ ચોક્કસ એ છે કે તમારી અંદર નું ટેલેન્ટ, કુદરત અને કુદરતી સૌંદર્ય તરફ વધુ આકર્ષિત છે.

4. Ask Yourself: પોતાની જાતને સવાલ પૂછો

છેલ્લે તમને યાદ છે કે ક્યારે તમે એક બહુજ વ્યવસ્થિત સમય કાઢીને પોતાની સાથે વાત કરી હોય અને પોતાની જાતને સવાલ પૂછ્યા હોય ?

જાે તમે યાદ કરવાની કોશિશ કરશો તો કદાચ બહુ લાંબો સમય થઈ ગયો હશે અથવા તો પછી આજ સુધી તમે કોઈ દિવસ વ્યવસ્થિત રીતે પોતાની જાતને કોઈ સવાલ નહીં કર્યો હોય. જ્યારે આપણે બહુ જ શાંત માહોલ માં બેસી ને અંગ્રેજીમાં જેને ME TIME કહેવામાં આવે છે એવા સમયમાં બેસીને આપણે આપણી પોતાની જાતને સવાલ પૂછીએ છીએ અને બહુ દિલથી વિચારીને એનો જવાબ આપણે જ્યારે પોતાની જાત ને જ આપીએ છીએ ત્યારે ખરેખર આપણે ખુદને જાણવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો અપનાવી રહ્યા છે.

અહીંયા હું તમને ઉદાહરણ તરીકે ૧૦ પ્રશ્નો લખીને આપું છું. આ પ્રશ્નો ને બહુ જ શાંત જગ્યામાં બેસીને પોતાની જાતને પૂછો અને જે પણ શ્રેષ્ઠ જવાબ તમારા વિચારોમાં આવે એને લખી લો જ્યારે ૧૦ જવાબ તમે લખશો ત્યારે ચોક્કસપણે તમને સમજાશે કે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે અને ખરેખર એવી કઈ વસ્તુઓ છે જેમાં તમને દિલથી રસ છે અને એવી કઈ વસ્તુઓ છે જે તમને બિલકુલ નથી ગમતી.

If I Could Have One Wish, It Would Be ? (જાે મને કોઈપણ એક મારી ઉૈજર માગવાનો મોકો મળે તો હું શું માંગીશ?)

What Does My Inner Critic Tell Me? (મારો પોતાનો જમીર મને વારંવાર શું યાદ આવે છે)

What Is My Favorite Book? Movie? Band? Food? Color? Animal? (મારી મનપસંદ મુવી, ફૂડ, કલર, બુક, મ્યુઝિક, એનિમલ કયો છે?)

Would You Rather Spend An Evening Alone Or Out With Friends? (એક ખુબસુરત સાંજ એકલા વિતાવવાનું પસંદ કરશો કે મિત્રો સાથે?)

What Makes Me Tired ? (એવા કયા કામ અથવા પરિસ્થિતિ છે જે કરવાથી મને કંટાળો આવે છે અને થાક લાગે છે.)

Who Is Your Favorite Literary Character From A Book, Movie, Or TV Show And Why? (બુક મૂવી કે ટીવી શો માં તમારો મનપસંદ કેરેક્ટર કયો છે અને કેમ?)

What Is One Thing You Refuse To Share With Anyone? (એવી એક વસ્તુ કઈ છે જે તમે જીવનમાંં કોઈ પણ સાથે શેયર નથી કરી સકતા ?)

What Do You Find Easy That Is Hard For Others? (એવું કયું કામ છે જે બીજા લોકો ને મુશ્કિલ લાગે છે પણ તમારા માટે સરળ છે ?)

What Is 1 Problem That You See In The World? (તમારા મતે આ દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લમ કયો છે ?)

Who Is Your Greatest Role Model? (તમે તમારા જીવનમાં રોલ મોડેલ કોને માનો છો?)

આપણે સૌએ એક વાત જાણી લેવી બહુ જ જરૂરી છે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શોખ અને આપણાં like અને dislike બદલાતા જાય છે અને આ બદલાવ એ બહુ જ નેચરલ છે.

આપણા માટે બહુ જરૂરી છે કે આપણે વારંવાર એકની એક કથા અને એકના એક વિષયથી પોતાની જાતને ખુશ કરવાના ના હોય. ઉંમરની સાથે સાથે અભ્યાસ બદલાય, નવું નવું શીખવા મળે અને શોખ પણ બદલાય.

બદલાવ એ સૃષ્ટિનો નિયમ છે. હંમેશા પોતાની જાતને બદલાવ માટે તૈયાર રાખો, જ્યારે તમે પોતાના મગજને અને પોતાના સ્વભાવને બદલાવ માટે એટલે કે ચેન્જ માટે તૈયાર રાખશો ત્યારે જ પોતાની અંદર જે ટેલેન્ટ છુપાયેલો છે એ તમને જાણવાની તક મળશે. જાે તમારા અંદર ના વિચારો, તમારી અંદર છુપાયેલી સારી સલાહિયતો ને તમે બહાર જ નહીં આવવા દો તો તમે જીવનભર પોતાના ઘણા બધા પાસાઓ વિશે અજાણ રહેશો જે ખરેખર તમારા માટે બહુ જ ફાયદાકારક હતા અને જીવનમાં તમને અનેક ગણી સફળતા અપાવી શક્યા હોત. ફરી કહું છું ,બદલાવ એ જીવનની સચ્ચાઈ છે અને ચેન્જ હંમેશા સારા માટે જ થાય છે.

આશા કરું છું કે મારો આ લેખ તમને તમારી પ્રતિભા ને શોધવામાંં મદદ રૂપ થશે.


Irfan Mogal
Irfan Mogal
કોર્પોરેટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને પર્સનલ કાઉન્સેલર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments