Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસતમારી પ્રતિભાને ઓળખો

તમારી પ્રતિભાને ઓળખો

(ભાગ-૧)

હું તમને દુનિયાના એક મહાન વ્યક્તિ વિશેની કેટલીક વાતો કહીશ. જાે તમે આ વ્યક્તિના ટેલેન્ટ અને એના જીવન વિશે જાણશો તો મને ઉમીદ છે કે તમને તમારા પોતાના કેરિયર પ્લાનિંગ વિશે ઘણી બધી સ્પષ્ટતા થઇ જશે.

વાત છે આજથી લગભગ સાડા ચારસો વર્ષ પહેલાં ની. એક નાનો છોકરો હોય છે જે સ્કૂલમાં તો દરરોજ જાય છે પરંતુ કોઈ દિવસ એનું ધ્યાન સ્કૂલમાં ટીચર જે ભણાવે છે એના ઉપર નથી હોતું. છોકરો હંમેશા આસપાસની વસ્તુઓનો ઓબ્ઝર્વેશન કરતો રહે છે, ક્યારેક ક્લાસ રમ ના ખૂણામાં એક ચકલીનો માળો હોય છે તે જાેતો હોય છે તો ક્યારેક ક્લાસરૂમમાં જે બારી હોય છે એ બારી ની પાસે બેસીને હંમેશા નિહાળતો હોય છે કે બહાર શું થઇ રહ્યું છે.

એકવાર ચાલુ ક્લાસમાં બારીની બહાર છલાંગ મારીને એ જતો રહ્યો, ટીચરએ જયારે આ જાેયું અને બીજા છોકરા દ્વારા ખબર કરાવી તો ખબર મળી કે એક હરણ હતું જેને એણે જાેયું હતું અને હરણની પાછળ પાછળ દોડતો દોડતો આ છોકરો બારીમાંથી કૂદીને ભાગી ગયો. આવા વારંવાર ના પ્રસંગો થવાથી આ છોકરા ને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે.

નાની ઉંમર છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ બહુ સારી ન હોવાથી આ છોકરો નાની ઉંમરમાં નોકરી શોધે છે.

નોકરી શોધવાના ઘણા બધા પ્રયત્નો કર્યા પછી તેને એક બહુ જ નાની નોકરી મળે છે. આ નોકરી એને એક થિયેટર કંપનીમાં મળે છે. એનું કામ હોય છે કે જ્યારે પણ ડ્રામા શરૂ થાય ત્યારે તેને પરદો ઉઠાવવાનો અને જ્યારે ડ્રામા પૂરો થાય તો એને પડદો જે છે તે નીચે પાડી દેવાનું. હવે સામાન્ય રીતે આજના જમાનામાં ઇલેક્ટ્રોનિક સ્વીચ છે. તમે સ્વીચ દબાવો એટલે પડદો ઉઠી જાય અને ફરી સ્વીચ દબાવીએ એટલે પડદો નીચે પડી જાય, પરંતુ કેમકે આ વાત તે જમાનાની છે જ્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે પડદો ઉઠાવવા માટે દોરી ખેંચવી પડતી હતી અને પડદો પાડવા માટે દોરીને ઢીલી કરવી પડતી હતી. એની નોકરી નો પહેલો દિવસ હોય છે અને એ પોતાના કામ પ્રમાણે પહેલા સીનમાં પડદો ઉઠાવે છે અને ડ્રામા નો પહેલો સિન ચાલુ થાય છે.

સિન એવો હોય છે કે એમાં એક માણસ છે એ રોઈ રહ્યો છે. બીજાે માણસ જે છે તે બહુ જ ખુશીમાં નાચી રહ્યો છે. ત્રીજાે માણસ જે છે એ કોઈ ની સાથે વાતો કરી રહ્યો છે. ચોથો માણસ જે છે એ બુક વાંચે છે અને પાંચમો માણસ જે છે તે કોઈ વસ્તુ વેચતો હોય એવું દેખાય છે. હવે આપણે સમજવા માટે માની લઈએ કે પાંચમો જે માણસ છે એ એક લારી લઈને નીકળ્યો છે અને બૂમો પાડે છે “એ સફરજન લઈ લો સફરજન લઈ લો”  હવે આ નાનો છોકરો છે કે જેનું કામ ફક્ત પડદો પાડવાનું અને પડદો ઉઠાવવાનો છે એ એક ખૂણા માં ઉભો રહી ને આખા સીન ને નિહાળી રહ્યો હોય છે અને જ્યારે આ પ્રથમ સીન ને બહુ ધ્યાનપૂર્વક એ જુએ છે તો જાેયા પછી ડ્રામા ના જે ડાયરેક્ટર હોય છે એમને એ દૂરથી ઈશારો કરીને પોતાની પાસે બોલાવે છે. જયારે  ડાયરેક્ટર તેની પાસે આવે છે તો એ ડાયરેકટરને કહે છે કે આ ડ્રામામાં જે માણસ સફરજનની લારી લઈને નીકળ્યો છે એના અવાજ પરથી અને એના અભિનય પરથી લાગતું નથી કે એ વાસ્તવિક અભિનય કરી રહ્યો છે. એના આ પ્રમાણેના અભિનયના કારણે મને નથી લાગતું કે જાે સાચે જ રોડ ઉપર નીકળે અને સફરજન વેચે તો કોઈ એની પાસેથી સફરજન ખરીદશે. ડ્રામા નો ડાયરેક્ટર જ્યારે એની આ વાત સાંભળે છે તો એ આ વાતને બહુ જ ગંભીરતાપૂર્વક નથી લેતો અને નાના છોકરાને ધીરેથી માથામાં ટપલી મારતો કહે છે કે  “ડ્રામાનો ડાયરેક્ટર હું છું કે તું છે?” હું વર્ષોથી ડાયરેક્શન કરું છું અને તારા જેવો નાનો છોકરો મનેસિખડાવશે?

તું તારું કામ કર અને મને શીખવવાનું બંધ કર. છોકરો જ્યારે આ સાંભળે છે તો એના પછી કંઇક પણ બોલવાનું બંધ કરી દે છે પરંતુ ડ્રામા ના દરેકે દરેક સીનને એ બહુ જ રસપૂર્વક નિહાળતો રહે છે, દરેક સીનમાં થી કંઈક શીખવાની કોશિશ કરે છે.

દરેક સીનમાં પોતાની ક્રિએટિવિટી નાખીને કઈ રીતે એને વધુ સારો બનાવી શકે એની કલ્પનાઓ પોતાના મગજમાં કરતો રહે છે.

હવે જેમ મેં કહ્યું, આ છોકરો જેનું કામ હતું ફક્ત પડદો ઉઠાવવાનો અને પડદો પાડવા નો. એણે જેટલું પણ કામ કર્યું દરેકે દરેક કામ ને ઓબ્ઝર્વ કરતો રહ્યો અને પોતાના મગજમાં બધી વસ્તુઓ ને ફીટ કરવા લાગ્યો. એણે .ઓબ્ઝર્વ કર્યું કે જે સીન ચાલે છે એમાં કેટલું પરફેક્ટ છે અને કેટલું ફેરફાર થઇ શકે છે. કયા એવા સીન છે કે અસરકારક છે અને કયા એવા સીન છે જે લોકો પણ અસર નથી કરી રહ્યા  અને આમાં શું બદલાવ કરવામાં આવે તો આ સીન શ્રેષ્ઠ બનાવી શકાય. આ બધા ઓબ્ઝર્વેશન વિષે એણે કોઈ થી પણ ચર્ચા ના કરી અને બધુજ લર્નિંગ પોતાની પાસે રાખ્યું..

કેટલાક સમય સુધી આ ડ્રામા ગ્રુપ માં કામ કર્યા પછી એણે પોતે ડ્રામા લખવા નું શરુ કર્યું અને પોતાના બાવન વર્ષ ના જીવન માં ૩૭ ડ્રામા લખ્યા.

જે છોકરો ક્લાસરુમની બારી કૂદી ને ભાગી જાય છે અને પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે પરદો ઉઠાવવાનો અને પડદો પાડવાનું કામ કરે છે એ આગળ ચાલીને દુનિયા નો સર્વ શ્રેષ્ઠ ડ્રામા રાઇટર બને છે. એના જીવનમાં એણે જેટલા પણ ડ્રામા લખ્યા છે એણે સાડાચારસો વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ આજે પણ જ્યારે પણ ડ્રામા લખાય છે અને જ્યારે પણ ઇંગ્લિશ લિટરેચર ની વાત થાય છે ત્યારે આ છોકરો એટલે કે આ ડ્રામા રાઇટર લોકોને ચોક્કસ યાદ આવે છે. મિત્રો આ સ્ટોરી હતી વિશ્વના સૌથી શ્રેષ્ઠ ડ્રામા રાઇટર સર વિલિયમ શેક્સપિયર ની.

સર વિલિયમ શેક્સપિયર (૨૬ એપ્રિલ ૧૫૬૪ – ૨૩ એપ્રિલ  ૧૬૧૬)ના કેટલાક મશહૂર ડ્રામા ના નામ આ પ્રમાણે હતા.

  1. ANTONY AND CLEOPATRA (1606–07)
  2. AS YOU LIKE IT (1598–1600)
  3. THE COMEDY OF ERRORS (1589–94)
  4. HAMLET (1599–1601)
  5. HENRY IV, PART 1 (1596–97)
  6. HENRY IV, PART 2 (1597–98)
  7. HENRY V (1599)
  8. JULIUS CAESAR (FIRST PRODUCED 1599–1600)
  9. KING LEAR (1605–06)
  10. MACBETH (1606–07)
  11. THE MERCHANT OF VENICE (1596–97)
  12. A MIDSUMMER NIGHT`S DREAM (1595–96)
  13. OTHELLO (1603–04)
  14. RICHARD III (1592–94)
  15. ROMEO AND JULIET (1594–96)
  16. TIMON OF ATHENS (1605–08)
  17. TITUS ANDRONICUS (1589–92)

એક ગરીબ છોકરો જયારે કુદરતે બક્ષેલ એના સાચા ટેલેન્ટ નો યોગ્ય ઉપયોગ કરે છે ત્યારે કેટલુ રચનાત્મક કામ થઈ શકે છે એ વાત આપણે સર વિલિયમ શેક્સપિયર ના જીવન પરથી શીખી શકીએ છીએ.

અલ્લાહે દરેક વ્યક્તિ ને એક ખાસ ટેલેન્ટ સાથે પેદા કર્યો છે. તમારો એ ટેલેન્ટ અથવા તો ગુજરાતી માં આપણે જેને પ્રતિભા કહીયે એને શોધો.

જે દિવસે અલ્લાહે તમને કયો ટેલેન્ટ બક્ષ્યો છે એની તમને જાણ થઇ ગયી અને પછી તમે તમારા સામાજિક અને વ્યવસાયિક ( સોશ્યિલ અને પ્રોફેશનલ ) જીવન સાથે તમારી કુદરતી પ્રતિભાને જાેડી દીધી તો પછી તમે સફળતા ના શિખરો પર પહોંચી જશો.

આ વાત ને વધુ સારી રીતે સમજવા માટે આપણે પાણી નો ઉદાહરણ લઇ શકીયે છીએ.

એ જ પાણી જયારે ખાબોચિયા માં હોય છે તો ગંદો હોય છે, એજ પાણી જ્યારે દરિયા માં હોય તો ખરો પાણી થઇ જાય છે, એજ પાણી જ્યારે સાંપ ના મોઢા માં હોય છે તો ઝહેર બની જાય છે. એજ પાણી જયારે નદી માં હોય છે તો મીઠો બની જાય છે.એજ પાણી નો ટીપો જ્યારે ફૂલ ની ઉપર હોય છે તો શબનમ બની જાય છે.અને એજ પાણી જ્યારે કોઈ સીપ માં હોય તો મોતી બની જાય છે. 

તો વાત એમ છે કે તમારું ટેલેન્ટ અને તમારી પરિસ્થિતિ આ બંને ને સાથે રાખી ને તમે જીવનમાં કયો એપ્રોચ રાખો છો એના પર આધાર હોય છે તે તમે દરિયા નો હિસ્સો બનશો કે પછી સાંપ ના મોં નો ઝહેર બનશો કે પછી શિપમાં રહેલું મોતી બની જશો.

દોસ્તો યાદ રાખશો સફળતા એ કોઈ એક વ્યક્તિનો ઇજારો નથી દુનિયાના દરેકે દરેક વ્યક્તિ નો હક છે કે એ પોતાના જીવનમાં સામાજિક, આર્થિક, વૈચારિક અને માનસિક સફળતા પ્રાપ્ત કર, પરંતુ જરૂર છે એક સાચા અપ્રોચની. જરૂર છે તમારી પોતાની પ્રતિભાને ઓળખવાની અને પછી એ પ્રતિભા નો યોગ્ય ઉપયોગ કરી ને જીવન માં સફળ થવાની.

દોસ્તો/વિદ્યાર્થીઓ,  ઉમ્મીદ કરું છું કે તમે પણ તમારી કુદરતે બક્ષેલી પ્રતિભા ને ઓળખશો અને પોતાના જીવન માં સફળ થવા માટે યોગ્ય ઉપયોગ કરશો.

દોસ્તોએક વાત ખાસ યાદ રાખજાે, દરેકે દરેક વ્યક્તિની અંદર કોઈ એક ખાસ પ્રકારની પ્રતિભા એટલે કે કોઈ એક ખાસ ટેલેન્ટ છુપાયેલો હોય છે અને ચોક્કસ હોય છે પરંતુ જરૂર છે એ ટેલેન્ટને શોધવાની.

 હવે તમારી પાસે બે વિકલ્પ હોઈ શકે એક વિકલ્પ – તમે એ ટેલેન્ટને શોધવા માટે પ્રયત્ન કરો અને બીજાે વિકલ્પ -તમે સમય પર છોડી દો કે જ્યારે યોગ્ય સમય આવશે તો મારો ટેલેન્ટ જાતે જ બહાર આવી જશે.

મારું એવું માનવું છે કે જ્યારે આપણે આવી કોઈ વસ્તુ સમય પર છોડી દઈએ ત્યારે ઘણીવાર આપણને સમજતા સમજતા બહુ લાંબો વખત વીતી જાય અને જ્યારે આપણે સમજીએ ત્યાં સુધી આપણે આપણા જીવનનો અડધો કે તેનાથી વધારે ભાગ વિતાવી નાખ્યો હોય. બહેતર છે કે આપણે આપણા ટેલેન્ટ ને સમજવા માટે જલ્દીથી જલ્દી પ્રયત્નો કરીએ.

તો ચાલો આજે આ પ્રયત્નોને આપણે આ લેખના દ્વારા આગળ વધાવીએ.

મિત્રો આ લેખમાં હું તમને પાંચ એવી બેસિક ટિપ્સ આપીશ કે જેની મદદથી તમે તમારી અંદર છૂપાયેલી પ્રતિભાને ઓળખી શકશો અથવા તો એમ કહીશ કે આ ટિપ્સ તમને તમારી અંદર છૂપાયેલી પ્રતિભાને ઓળખવામાં મદદરૂપ થશે.

૧. Identify the difference between your Hobbies and Passion:

દોસ્તો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આપણી અંદર છુપાયેલા ટેલેન્ટ ને શોધવા માટે સૌથી પહેલા જરૂરી છે કે આપણે આપણી અંદર છુપાયેલા passion ને ઓળખીયે.

હવે જયારે જયારે passionની વાત આવે ત્યારે ત્યારે આપડે એ બધા કામો યાદ કરીએ છીએ જે કરવા આપણ ને ગમે છે. પરંતુ આપણ ને જે જે કામ કરવા સારા લાગે એ જરૂરી નથી કે એ બધા જ કામ આપણા passion સાથે કન્નેકટેડ હોય.આપણા જે શોખ એટલે કે Hobbies હોય છે એ કામો પણ આપણ ને પસંદ હોય છે. પરંતુ યાદ રાખશો કે આપણી પ્રતિભા ને ઓળખવા માટે આપણે આપણા passionને સમજવો જરૂરી છે અને passion ને સમજવા માટે જરૂરી છે કે આપણે Hobbies અને Passionની વચ્ચેના ફર્ક ને સમજીયે.

Hobbies એ વસ્તુ છે જે આપણે ફક્ત સમય વિતાવવા માટે કરીયે છીએ, આપણ ને થોડા સમય માટે સારું લાગે છે એટલે કરીયે છીએ, Hobbies હંમેશા એક જેવી નથી રહેતી, સમય ની સાથે સાથે એ બદલાઈ જાયે છે.

પરંતુ Passion એક જુનુન હોય છે, દિવસ રાત આપણે સતત એના વિષે વિચારતા હોઈએ છીએ. જે કામ નું તમને Passion  હોય છે એ કરવા મોં તમે સમય ની પરવા નથી કરતા , તમને થાક પણ લાગતો નથી અને સમય ની સાથે તમારા Passion માં બદલાવ પણ નથી આવતો.   

Passion એક એવી વસ્તુ છે જે તમને વારંવાર એહસાસ કરાવે છે કે તમે ખરેખર કોણ છો અને કયું કામ તમારા માટે શ્રેષ્ઠ છે, તમને જે વસ્તુ નું જુનુન છે એ કામ તમે લગાતાર વધુ ને વધુ સારું કરવા પ્રયત્નો કરતા રહેશો. તમારું Passion તમને પોઝિટિવ વ્યક્તિ બનાવશે અને તમે એ કામ મોં ક્યારેક પણ Give -UP નહિ કરો.

(વધુ આવતાં અંકે)


Irfan Mogal
Irfan Mogal
કોર્પોરેટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને પર્સનલ કાઉન્સેલર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments