ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કાર્યકારી મહામંત્રી મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું છે કે ભારત એવો દેશ છે જે ઘણા ધર્મો, ઘણી સંસ્કૃતિઓ અને જુદી જુદી પ્રથા અને પરંપરાઓથી જોડાયેલી જાતીઓથી બનેલો છે. અને તે વિપુલતામાં એકતાની સુંદર મિસાલ છે. અહીં યુનિફોર્મ સિવિલ કોડ યોગ્ય નથી. જો કોઈ એક નાનો દેશ હોય, જ્યાં એક જ ધર્મ અને સમાન સંસ્કૃતિના લોકો રહેતા હોય, તો ત્યાં તો આ લાગુ કરી શકાય છે, પરંતુ ભારત જેવા દેશ માટે તે સંપૂર્ણ અસ્વીકાર્ય છે અને બંધારણીય સંરક્ષણની વિરુદ્ધ છે. બંધારણ દરેક નાગરિકને તેના ધર્મ અનુસાર ચાલવાની, અભ્યાસ અને ઉપદેશ કરવાની મંજૂરી આપે છે. જો સરકાર સમાન નાગરિક સંહિતાનો અમલ કરશે, તો લોકો તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા ગુમાવશે. 9મી જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે કરેલી ટિપ્પણીની પૃષ્ઠભૂમિમાં મૌલાના રહેમાનીએ આ વિધાન કહ્યું છે.જે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ કેસના સંદર્ભમાં હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોર્ટે કહ્યું હતું કે આજનું ભારત ધર્મ અને સમુદાયથી ઉપર ઉઠી ચૂક્યું છે. મૌલાનાએ કહ્યું કે ધર્મનું મૂળ અકીદા- આસ્થા અને ઈમાનમાં છે. અને સંસ્કૃતિઓ સદીઓમાં વિકસિત થાય છે.આ એવી વસ્તુઓ નથી જે લોકો સહેલાઇથી છોડી દે. આપણા દેશમાં વિશેષ લગ્ન અધિનિયમ છે. પરંતુ તેમ છતાં 99% લોકો તેમના ધાર્મિક લગ્ન કાયદા, સાંસ્કૃતિક પદ્ધતિઓ અને આદિજાતિ પરંપરા અનુસાર લગ્ન કરવાનું પસંદ કરે છે. એવા સમયે જ્યારે દેશ વિવિધ સમસ્યાઓથી પરેશાન છે, તેવામાં એવા મુદ્દાને ફરીથી ઉઠાવવો અરાજકતા પેદા કરી શકે છે. તેથી સરકારે બંધારણના મૂળભૂત અધિકારનો આદર કરવો જોઈએ અને બળ દ્વારા કોઈપણ વર્ગ પર કાયદો લાદવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
યુનિફોર્મ સિવિલ કોડ અવ્યવહારુ અને બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે : મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાની
RELATED ARTICLES