Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ : એક સમીક્ષા

ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ : એક સમીક્ષા

ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટિંગમશીન ઈ.વી.એમ.નો ઉપયોગ લગભગ બેદાયકાથી થઈ રહ્યો છે. સન ૨૦૦૯થી વિધિવત ચૂંટણીમાં તેો ઉપયોગ થવા લાગ્યો છે.  વર્ષોના ઉપયોગ પછી અનેક પ્રશ્નો તથા શંકા-કુશંકાઓ થવા લાગી છે.

ઈ.વી.એમ. ભારતમાં બે મોટી કંપનીઓ ઇલેકટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. હૈદરાબાદ અને ભારત ઇલેકટ્રોનિક લીમિટેડ બેંગ્લોર આમશીનોનું ઉત્પાદન કરી રહી છે અને ઇલેક્શન કમિશનના ઓર્ડર મુજબ જરૂરી મશીનો ઉપલબ્ધ કરાવી રહીછે. ઈ.વી.એમ. મશીનનું આમ તો ઉત્પાદન ભારતમાં જ થઈ રહ્યુંછે, પરંતુ Micro Controller Chips જે આ મશીનનું બ્રેઇન કહેવાય છે તેનું ઉત્પાદન જાપાન અથવા અમેરિકાની કંપની કરીરહી છે અને આ ભારતીય કંપનીને ઉપલબ્ધ કરાવી રહી છે અને ચિપ્સનું ઉત્પાદન ભારતમાં શક્ય નથી.

આ માઇક્રો કન્ટ્રોલર ચિપ્સ જે દેશોમાં ઉત્પાદન થાય છે તેવા કોઈ પણ દેશમાં ચૂંટણીમાં આ ઈ.વી.એમ. મશીનનો ઉપયોગ થતો નથી. ત્યાં બેલેટ પેપર આધારિત ચૂંટણી પ્રથા અમલમાં છે. આ આશચાર્યજનક બાબત છે કે જે દેશમાં આ ઈ.વી.એમ.નું સંપૂર્ણ ઉત્પાદન શક્ય છે જેઓ ટેકનિકલી અને ઇલેકટ્રોનિકલી આટલા સક્ષમ છે છતાં પણ તેઓ ચૂંટણીમાં તેનો ઉપયોગ કરતાં નથી અને ટેકનિકલી અને આર્થિક પછાત પણા છતાં આપણે ત્યાં ચૂંટણીમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

ઈ.વી.એમ. મશીન બાબતે બે વિરોધાભાસ ઊબાથઈ રહ્યાછે. ઇલેકશન કમીશનનું કહેવું છે કે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા આ ઈ.વી.એમ. મશીનોને Tempar કે મેનીપ્યુલેટ કરી શકાય એમ નથી. જ્યારે નિષ્ણાંત ટેકનોલોજિસ્ટ હરિ કે પ્રસાદનું કહેવું છે કે આ ઈ.વી.એમ.નો ખૂબજ સરળતાથી Tempar કે મેનીપ્યુલેટ કરી શકાય છે. વધુમાં તેઓ જણાવે છે કે તેને ચાર રીતે ટેમ્પર કે મેન્યુપ્યુલેટ કરી શકાય છે.

૧. બ્લુટુથ/લેપટોપદ્વારા (ઈ.વી.એમ ચિપ્સની જાણકારી હોયતો)

૨. ટાઈમર સેટ કરીને.

૩. Display Systemને મેન્યુપ્યુલેટકરીને.

૪. By misuse of Trojan code

ભારત દ્વારા ઉત્પાદિત આ ઈ.વી.એમ. મશીનને પેટન્ટ હક મેળવવા માટે મોકલવામાં આવ્યું હતું ત્યાંથી અનેક કવેરી મંગાવવામાં આવતી હતી, જેના ઉત્તર ન આપી શકવાને કારણે પેટન્ટ હકને રિજેક્ટ કરવામાં આવ્યો છે.

લોકસભા ઇલેકશન ૨૦૧૪ના આસામ ખાતે ઈ.વી.એમ.ની ચકાસણી સમયે દરેક પક્ષના ઉમેદવારોની હાજરીમાં જ્યારે બધા જ વોટ બી.જે.પી.ના પક્ષમાં પડયા ત્યારે સ્વયં ઇલેકશન કમીશન સ્તબ્ધ થઈ ગયુંહતું, પરંતુ મશીનમાં ખામી હોવાનું કારણ આપીને નવામશીનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.

એક તરફ નિષ્ણાંતોનું કહેવું છે આ ઈ.વી.એમ.ને ખૂબ જ સરળતાથી Tempar કે મેનીપ્યુલેટ કરી શકાય છે. બીજી તરફ ઇલેકશન કમીશનનું કહેવું છે કે આ ઈ.વી.એમ.ને Tempar કે મેનીપ્યુલેટ કરી શકાય તેમ નથી. જે ભારત ટેકનિકલ રીતે એટલું સક્ષમ હોય કે અંતરિક્ષમાં મોકલેલા યાર્નની ખામીને ધરતી ઉપર બેઠાં બેઠાં રિપર કરીશકે એવા ભારતમાં ધરતી ઉપરના એક સામાન્ય ઈ.વી.એમ. મશીનને Tempar કે મેનીપ્યુલેટન કરી શકાય એમ કહેવું બાળબુદ્ધિ કહેવાય,  ટેકનિકલ આ રમત વાત ગણાય.

ઈ.વી.એમ.  બંધારણીય રીતે મૂળભૂત અધિકારનું હનન કરે છે. Information Technolgy Act મુજબ દરેક નાગરિકને પોતાનો વ્યવહાર જાણવાનો અધિકાર છે. દા.ત. જે વ્યક્તિ ATM કાર્ડનો ઉપયોગ કરે ત્યારે તેનાવ્યવહારની જાણકારી સ્વરૃપે ATM મશીનમાંથી રશીદ મળે છે જે તેનો વ્યવહાર દર્શાવે છે. પરંતુ ઈ.વી.એમ. મશીન મતદાતાને તેનો વ્યવહાર દર્શાવવા માટે સક્ષમ નથી. મતદાતાને બટન દબાવા છતાં પણ કોને મત ખરેખર મળ્યો છે તેની જાણ થતી નથી તેમ જ તેની કોઈ રશીદ પુરાવા તરીકે પણ પ્રાપ્ત થતી નથી જે તેના જાણાવાના અધિકારનું ઉલ્લંધન છે.  આ બાબતે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ઇલેકશન કમીશનને આદેશ આપ્યો છે કે તમે એવું ઈ.વી.એમ. બનાવો જેમાં મતદાતાને મતદાનની રશીદ મળી શકે.

બેલેટ પેપર પદ્ધતિમાં પણ છેતરપિંડી, દગો ધાલમેલ થતી હતી પરંતુ તે રિટેઇલમાં થતી હતી. ઇ.વી.એમ. મશીનમાં તેનું પ્રમાણ હોલસેલ જેટલું વધારે છે. આમ ઇ.વી.એમ. મશીન દ્વારા છેતરપિંડીનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે જે ભયજનક છે. પરિણામ ઉપર ખૂબજ વધારે પ્રભાવ પાડી શકે તેમ છે.

ઈ.વી.એમ.ને Tempar કે મેનીપ્યુલેટ કરવામાં કોને રસ હોઈ શકે? કોનું હિત સમાયેલું છે ? અને કોણ આ કરવામાં સક્ષમ છે તેના ઉપર વિચાર કરતાં નીચેના તારણો મળી આવે છે;

૧) જે ઉમેદવાર જીતવા માંગતો હોય – પરંતુ ઉમેદવાર વ્યક્તિગત રીતે તકનીકી રીતે એટલો સક્ષમ નથી હોતો ઉપરાંત આર્થિક રીતે જોતાં પણ તે આટલી જંગી રકમ ખર્ચ કરવાને શક્તિમાન નથી તેમજ મેનપાવર પણ તેને ઉપલબ્ધ નથી.

૨) રાજનીતીક પક્ષો – રાજનીતિક પક્ષોનું હિત ચોક્કસ સમાયેલું છે. તેમ છતાં પણ ટેકનીકલી રીતે પક્ષો એટલા સક્ષમ નથી કે તે આટલા વિશાળ ચૂંટણી નેટવર્કમાં આ વસ્તુ કરી શકે.

૩) રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એડવરટાઈઝીંગ કંપનીઓ – એડવરટાઈઝીંગ કંપનીઓ ટેકનિકલી સક્ષમ હોઈ શકે છે જો રાજનીતીકપક્ષો વિપુલ પ્રમાણમાં મહેનતાણું ચૂકવે તો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એડવરટાઈઝીંગ કંપનીઓ ચોક્કસ રીતે આ કાર્ય કરી શકવા સક્ષમછે.

૪) અમેરિકા સી.આઈ.એ. – અમેરિકા પોતા નાહિ તો નીરક્ષા ખાતર અને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાને માટે સંસારના બધા જ દેશોની સરકાર રચનામાં હસ્તક્ષેપ કરે જ છે. અમેરિકાનું સી.આઈ.એ. ટેકનિકલી રીતે ખૂબ જ સક્ષમછે, ઉપરાંત અમેરિકા પાસે આબાબતે ખૂબજ મોટું જોડાણ પણ છે. જો તેના બજેટનો એક ભાગ છે.  તેથી અમેરિકાના સી.આઈ.એ.ની અવગણના થઈ શકે તેમ નથી.

આ બધી ચર્ચાના અંતે એટલું ચોક્કસ કહી શકાય કે ઈ.વી.એમ.ને બદલે બેલેટ પેપર ચૂંટણી પદ્ધતિ ઉપર ઇલેકશન કમીશને પરત ફરવું જોઈએ  જે માટે આપણે લોકમત કેળવવાની જરૃર છે. સાથેસાથે કાયદાકીય લડાઈ લડવાની જરૃરછે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments